Book Title: Utakamand
Author(s): Madhavrav B Karnik
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 6
________________ વિદ્યાર્થી વાચનમાળા–૮ ત્યાર પછી મદ્રાસ સરકારે આ સ્થાનને ખીલવવા તરફ નજર દોડાવી ને ઈ. સ. ૧૮૨૭માં મદ્રાસ ઇલાકા માટે એક આરોગ્યધામ ત્યાં બાંધવામાં આવ્યું. ત્યારપછી ક્રમેક્રમે શહેર વધતું જ ગયું. આ શહેરને મુખ આગળને દેખાવ કાંઈ ખાસ આકર્ષક નથી. બંગલાઓ અને ઘરો ચારે બાજુ વેરાયેલાં છે. પરંતુ જ્યારે તે વટાવીને આગળ જઈએ છીએ ત્યારે અનેક બંગલાઓ, બાગબગીચા અને રમતગમતનાં મેદાને નજરે પડે છે. આ શહેરની સ્થાયી વસ્તી ૨૦ હજાર માણસની છે, પણ ઉનાળામાં તે અનેક ગણી વધી જાય છે. તે વખતે શહેરને દેખાવ ઘણો જ ભવ્ય લાગે છે. આપણે ક્રમસર આ શહેરનાં સ્થાનેની મુલાકાત લઈએ. ગામઝાંપાને ભાગ છોડી આગળ વધતાં ચારે બાજુ દષ્ટિ ફેંકી લ્યો. અહીં ચાર મોટાં શિખર ગળાકારે આવી રહેલાં દષ્ટિએ પડે છે. એક બાજુએ નીલગિરિનું સૈથી ઊંચું શિખર આવેલું છે. એનું નામ દેદાબેટા. આ શિખર સમુદ્રની સપાટીથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20