Book Title: Utakamand Author(s): Madhavrav B Karnik Publisher: Vidyarthi Vachanmala View full book textPage 7
________________ ઉતાકામ ડ ૮૭૬૦ ફીટ ઊચું છે. દાદાબેટા એટલે નીલિઝિરનુ નાક! જેમ અરવલ્લીને આખુ છે, વિંધ્યને અમરકટક છે, સાતપુડાને પચમઢી છે, તે જ રીતે નીલગિરિને દાદાબેટા છે. પશ્ચિમેથી ધસી આવતા જળભર્યાં વાદળાંઓ આ શિખરને સ્નેહપૂર્વક આલિંગન દઈને ભેટે છે, અને તેને ચરણે હજારો જળધારાની રોકડી ખંડણી ચૂકવી આપે છે. તમે વરસાદની ઋતુમાં અહીં ઊભા રહેા. એક તરફથી ધાધમાર તૂટી પડતા વરસાદ, બીજી બાજુએ લીલાં તાજા વૃક્ષાનાં જુથો, અને ત્રીજી બાજુએ પાણીથી છàાછલ ભરેલી ધરતી. તળાવા અને નદીએ જુએ; તમે એક વાર આ દેખાવ જોયા હશે, તે પછી તમે આ ભૂમિની સુ ંદરતા કદી ભુલી શકવાના નથી. એજ દાદાબેટા શિખરની પાસે સ્નાડન નામનું બીજું શિખર છે. આ શિખર ૮૩૮૦ ફીટ ઊંચું છે. તેની નજીકનુ એક હીલ શિખર ૮૦૯૦ ફીટ ઊંચું છે, કલવહીલ સૈાથી નાનું છે. દૃષ્ટિમર્યાદાને લક્ષમાં રાખી, દાદામેટાથી એક લીટી દોરા, તા આ બધા શિખરોના સમૂહ મળીને એક ભવ્ય વર્તુળ બનશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20