Book Title: Utakamand Author(s): Madhavrav B Karnik Publisher: Vidyarthi Vachanmala View full book textPage 5
________________ ઉતાકામંડ ઊતરવું જોઈએ. થોડા વર્ષ પહેલાં આ સુંદર સ્થળે જવાને માટે પ્રવાસીઓને મેટુપલાયમ સ્ટેશને ઊતરી પગપાળા પ્રવાસ કરવો પડતો, પણ હવે ગાડીની સગવડ ઠેઠ કુન્નુર સુધી થયેલી છે અને ત્યાંથી પાકી સડક, એ સુંદર ગિરિનગરમાં લઈ જાય છે. આપણાગિરિનગરની રચનામાં અંગ્રેજ પ્રજાને ફાળે ઘણો મોટો છે. તેમનાથી આપણે દેશના ઉનાળો સહન ન થાય એટલે પહાડનાં ઠંડાં સ્થાન શોધ્યાં અને ત્યાં નગર વસાવ્યાં. આ બધાં નગર તેમને મહાન આશીર્વાદ સમાન થઈ પડ્યાં છે. ઉતાકામંડની રચનાનું માન પણ તેમના જ ફાળે જાય છે. ઈ. સ. ૧૮૧૮માં તંબાકુની દાણચોરી પકડવા નીકળેલા બે સિવિલયને દૂર દૂર નીકળી ગયા. તેમના ધ્યાનમાં આ સ્થળ આવી ગયું. તેમણે આપેલી માહિતી પરથી નીલગિરિના તે વખતના કલેકટર મિ. જેન ખુલીવોને આ સ્થળની મુલાકાત લીધી અને સ્થાન ખુબ પસંદ પડતાં નગર વસાવવાનો વિચાર કર્યો. સહુથી પ્રથમ તેમણે આ સ્થાને પોતાને બંગલો બંધાવ્યો, જે ઉતાકામંડનું પહેલું મકાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20