Book Title: Utakamand Author(s): Madhavrav B Karnik Publisher: Vidyarthi Vachanmala View full book textPage 4
________________ વિદ્યાથી વાચનમાળા–૮ વાતાવરણ વચ્ચે બેડોળ ઊભા રહેલા એ પર્વતનું એક અત્યંત રમણીય શિખર તે ઉતાકામંડ. લોકો ટૂંકામાં એને “ઊટી” પણ કહે છે. નીલગિરિ જિલ્લાના ત્રણ જિલ્લાઓ પૈકી એક જિલ્લાનું નામ પણ ઉતાકામંડ છે અને તેનું મુખ્ય શહેર પણ ઉતાકામંડ છે. આ તાલુકાની મુખ્ય પેદાશ ચા અને સિંકોના છે. સિંકોનામાંથી કવીનાઈન તૈયાર થાય છે. ભારતવર્ષના મશહુર ગિરિનગરમાં ઉતાકામંડ ખાસ ધ્યાન ખેંચે છે. પ્રતિવર્ષ ભારતવર્ષના ભિન્ન ભિન્ન ભાગમાંથી હજારો સહેલાણીઓને પ્રવાસીઓ ત્યાં આવી પહોંચે છે, ને ઉનાળાના દિવસે બડી મોજથી અને ભારે શાંતિથી પસાર કરે છે. ઉતાકામંડની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૭૫૦૦ ફીટ છે. મદ્રાસથી એનું અંતર ૩૫૯ માઈલ, મુંબઈથી ૧૦૩૫ માઈલ અને કલકત્તાથી ૧૩૭૪ માઈલ છે. આપણે ઉતાકામંડ જવું હોય તો મુંબઈથી મહારાષ્ટ્ર અને કર્ણાટકને મુલક પસાર કરી કુન્નુર સ્ટેશને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20