Book Title: Utakamand
Author(s): Madhavrav B Karnik
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ વિદ્યાર્થી વાચનમાળા-૮ જોઈને આગળ વધીએ. આગળ જતાં ઉતાકામંડ મ્યુનિસિપાલિટીનું મકાન આવે છે. આ મ્યુનિસિપાલિટીની સ્થાપના ઈ. સ. ૧૮૬૬માં થઈ હતી. ઈ. સ. ૧૯૦૨ના વર્ષમાં આ મ્યુનિસિપાલિટીની આવક એક લાખ ચાલીસ હજાર રૂપિયા અને ખર્ચ એક લાખ સાઠ હજાર રૂપિયા જેટલું આવતું હતું. મ્યુનિસિપાલિટીની ઊપજની મુખ્ય રકમ મદ્રાસ સરકાર તરફથી મળતી ગ્રાંટ, ઘરવેર અને પાણીવેરા દ્વારા ઉત્પન્ન થાય છે. મ્યુનિસિપાલિટીએ જનતાની સગવડ માટે સ્ટેશનથી છેક શહેરને આરપાર ભેદીને જતો મુખ્ય રસ્તા, ગટર અને વૉટરવકર્સ બંધાવ્યાં છે. આથી શહેરની સ્વચ્છતામાં અને લોકોની સુખાકારીમાં ભારે વધારો થવા પામ્યો છે. આ ગટર, બંધાવતાં ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયું હતું. “મારલીમન્ડ ટાઈગર હીલ નામના સ્થળે પાણીખાતું બાંધવામાં આવ્યું છે અને ત્યાંથી મોટા પાઈપ મૂકીને શહેરમાં પાણી પૂરું પાડવામાં આવે છે. આ શહેર આટલું બધું સ્વચ્છ, સુંદર અને - હવા ઉજાસવાળા સ્થળે આવેલું છે, છતાં અહીં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20