Book Title: Utakamand
Author(s): Madhavrav B Karnik
Publisher: Vidyarthi Vachanmala
Catalog link: https://jainqq.org/explore/005418/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ETTTTTTTTTI/ વિધાથી વા]નમાળા મની ' શ્રેણી ૮મી એ પંપાદક : , ટભિપ Try - ૧૫-૧૨૫૦ ઉતાકી સડ લેખક : માધવરાવ ભા. કણિક // Try// 1 // GA. ( ૮ ) Aી પર ITTITI/ For Personal & Private Use Only 11 = Page #2 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા ી વા ચ ન મા ળા. છૂટક એક શ્રેણી ૩-૦-૦ પોસ્ટે જ પાંચ આના વધુ .......દશ શ્રેણીના એક સાથે ૩૦-૦-૦ પહેલી શ્રેણી ૧ શ્રીરામ ૨ શ્રીકૃષ્ણ ૩ ભગવાન બુદ્ધ ૪ ભગવાન મહાવીર ૫ વીર હનુમાન ૬ ભડવીર ભીષ્મ ૭ સતી દમયંતી ૮ કચ-દેવયાની ૯ સમ્રાટ અશોક ૧૦ ચક્રવર્તી ચંદ્રગુપ્ત ૧૧ રાજા ભર્તૃહરિ ૧૨ સંત તુકારામ ૧૩ ભક્ત સુરદાસ ૧૪ નરિસંહ મહેતા ૧૫ મીરાંબાઈ ૧૬ સ્વામી સહજાન ૧૭ શ્રીદયાનંદ સરસ્વતી ૧૮ લાકમાન્ય ટિળક ૧૯ મહાત્મા ગાંધી ૨૦ વીન્દ્રનાથ ટાગાર બીજી શ્રેણી 8-0-0 ૨૧ આદ્યકવિ વાલ્મીકિ ૨૨ મુનિરાજ અગસ્ત્ય ૨૩ શકુન્તલા ૨૪ દાનેશ્વરી કણ ૨૫ મહારથી અર્જુન ૨૬ વીર અભિમન્યુ ૨૭ સત્યવાદી હરિશ્ચંદ્ર ૨૮ ભક્ત પ્રહ્લાદ ૨૯ પિતૃભક્ત શ્રવણુ ૩૦ ચેલૈયા ૩૧ મહાત્માતુલસીદાસજી ૩૨ ગાપીચંદ ૩૩ સતી પદ્મિની ૩૪ સ્વામી રામકૃષ્ણ પરમહંસ | ત્રીજી શ્રેણી ૪૧ મહામુનિ િ ૪૨ મદાલસા ૪૩ રાજકુમાર ધ્રુવ ૪૪ સતી સાવિત્રી ૪૫ દ્રૌપદી ૪૬ વીર વિક્રમ ૪૭ રાજા,ભાજ For Personal & Private Use Only ૪૮ કવિ કાલિદાસ ૪૯ વીર દુર્ગાદાસ ૫૦ મહારાણા પ્રતાપ ૫૧ સિકીમને સપૂત પર દાનવીર જગડ્ ૫૭ સિદ્ધરાજ જયસિં ૩૫ સ્વામી વિવેકાનંદ ૫૪ જગો ૩૬ સ્વામી રામતી ૫૫ પંડિત મેાતીલાલજી ૩૭ શ્રીમદ્ રાજચંદ્ર ૩૮ પંડિત મદનમાહુન ૫૬ સજગદીશચંદ્રમાઝ ૫૭ શ્રી અરિવંદ ઘેાષ માલવીય ૭૯ સરદાર વલ્લભભાઈ | ૫૮ વીર વિઠ્ઠલભાઈ ૪૦ શ્રીમતી સરેાનિી ૫૯ પ્રેા, ધાંડે કેશવ કર્વે નાયડુ ૬૦ શ્રી એનીમેસન્ટ Page #3 -------------------------------------------------------------------------- ________________ * વિદ્યાર્થી વાચનમાળા : શ્રેણી આમી : ૧૫-૧પ ઉતાકામંડ ભારતવર્ષમાં અનેક સુંદર પર્વતશંગો આવેલાં છે. ઉત્તર ભારતમાતાના મુગટમણિ સમે હિમગિરિ પિતાનાં અનેક રમણીય ઇંગેની વિશાળ પાંખ પાથરીને બેઠા છે. મધ્યમાં સાતપુડો અને વિંધ્યાદ્રિ પણ પેતાના મનહર ગિરિશંગોથી ભારતમાતાના દેહને શોભા આપી રહ્યા છે. તે જ રીતે દક્ષિણ ભારતમાં મદ્રાસ ઇલાકાના પશ્ચિમ ભાગે નીલગિરિ નામને સુંદર પહાડ આવેલો છે. સૃષ્ટિૌંદર્યથી ઊભરાતા For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી વાચનમાળા–૮ વાતાવરણ વચ્ચે બેડોળ ઊભા રહેલા એ પર્વતનું એક અત્યંત રમણીય શિખર તે ઉતાકામંડ. લોકો ટૂંકામાં એને “ઊટી” પણ કહે છે. નીલગિરિ જિલ્લાના ત્રણ જિલ્લાઓ પૈકી એક જિલ્લાનું નામ પણ ઉતાકામંડ છે અને તેનું મુખ્ય શહેર પણ ઉતાકામંડ છે. આ તાલુકાની મુખ્ય પેદાશ ચા અને સિંકોના છે. સિંકોનામાંથી કવીનાઈન તૈયાર થાય છે. ભારતવર્ષના મશહુર ગિરિનગરમાં ઉતાકામંડ ખાસ ધ્યાન ખેંચે છે. પ્રતિવર્ષ ભારતવર્ષના ભિન્ન ભિન્ન ભાગમાંથી હજારો સહેલાણીઓને પ્રવાસીઓ ત્યાં આવી પહોંચે છે, ને ઉનાળાના દિવસે બડી મોજથી અને ભારે શાંતિથી પસાર કરે છે. ઉતાકામંડની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૭૫૦૦ ફીટ છે. મદ્રાસથી એનું અંતર ૩૫૯ માઈલ, મુંબઈથી ૧૦૩૫ માઈલ અને કલકત્તાથી ૧૩૭૪ માઈલ છે. આપણે ઉતાકામંડ જવું હોય તો મુંબઈથી મહારાષ્ટ્ર અને કર્ણાટકને મુલક પસાર કરી કુન્નુર સ્ટેશને For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉતાકામંડ ઊતરવું જોઈએ. થોડા વર્ષ પહેલાં આ સુંદર સ્થળે જવાને માટે પ્રવાસીઓને મેટુપલાયમ સ્ટેશને ઊતરી પગપાળા પ્રવાસ કરવો પડતો, પણ હવે ગાડીની સગવડ ઠેઠ કુન્નુર સુધી થયેલી છે અને ત્યાંથી પાકી સડક, એ સુંદર ગિરિનગરમાં લઈ જાય છે. આપણાગિરિનગરની રચનામાં અંગ્રેજ પ્રજાને ફાળે ઘણો મોટો છે. તેમનાથી આપણે દેશના ઉનાળો સહન ન થાય એટલે પહાડનાં ઠંડાં સ્થાન શોધ્યાં અને ત્યાં નગર વસાવ્યાં. આ બધાં નગર તેમને મહાન આશીર્વાદ સમાન થઈ પડ્યાં છે. ઉતાકામંડની રચનાનું માન પણ તેમના જ ફાળે જાય છે. ઈ. સ. ૧૮૧૮માં તંબાકુની દાણચોરી પકડવા નીકળેલા બે સિવિલયને દૂર દૂર નીકળી ગયા. તેમના ધ્યાનમાં આ સ્થળ આવી ગયું. તેમણે આપેલી માહિતી પરથી નીલગિરિના તે વખતના કલેકટર મિ. જેન ખુલીવોને આ સ્થળની મુલાકાત લીધી અને સ્થાન ખુબ પસંદ પડતાં નગર વસાવવાનો વિચાર કર્યો. સહુથી પ્રથમ તેમણે આ સ્થાને પોતાને બંગલો બંધાવ્યો, જે ઉતાકામંડનું પહેલું મકાન છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા–૮ ત્યાર પછી મદ્રાસ સરકારે આ સ્થાનને ખીલવવા તરફ નજર દોડાવી ને ઈ. સ. ૧૮૨૭માં મદ્રાસ ઇલાકા માટે એક આરોગ્યધામ ત્યાં બાંધવામાં આવ્યું. ત્યારપછી ક્રમેક્રમે શહેર વધતું જ ગયું. આ શહેરને મુખ આગળને દેખાવ કાંઈ ખાસ આકર્ષક નથી. બંગલાઓ અને ઘરો ચારે બાજુ વેરાયેલાં છે. પરંતુ જ્યારે તે વટાવીને આગળ જઈએ છીએ ત્યારે અનેક બંગલાઓ, બાગબગીચા અને રમતગમતનાં મેદાને નજરે પડે છે. આ શહેરની સ્થાયી વસ્તી ૨૦ હજાર માણસની છે, પણ ઉનાળામાં તે અનેક ગણી વધી જાય છે. તે વખતે શહેરને દેખાવ ઘણો જ ભવ્ય લાગે છે. આપણે ક્રમસર આ શહેરનાં સ્થાનેની મુલાકાત લઈએ. ગામઝાંપાને ભાગ છોડી આગળ વધતાં ચારે બાજુ દષ્ટિ ફેંકી લ્યો. અહીં ચાર મોટાં શિખર ગળાકારે આવી રહેલાં દષ્ટિએ પડે છે. એક બાજુએ નીલગિરિનું સૈથી ઊંચું શિખર આવેલું છે. એનું નામ દેદાબેટા. આ શિખર સમુદ્રની સપાટીથી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉતાકામ ડ ૮૭૬૦ ફીટ ઊચું છે. દાદાબેટા એટલે નીલિઝિરનુ નાક! જેમ અરવલ્લીને આખુ છે, વિંધ્યને અમરકટક છે, સાતપુડાને પચમઢી છે, તે જ રીતે નીલગિરિને દાદાબેટા છે. પશ્ચિમેથી ધસી આવતા જળભર્યાં વાદળાંઓ આ શિખરને સ્નેહપૂર્વક આલિંગન દઈને ભેટે છે, અને તેને ચરણે હજારો જળધારાની રોકડી ખંડણી ચૂકવી આપે છે. તમે વરસાદની ઋતુમાં અહીં ઊભા રહેા. એક તરફથી ધાધમાર તૂટી પડતા વરસાદ, બીજી બાજુએ લીલાં તાજા વૃક્ષાનાં જુથો, અને ત્રીજી બાજુએ પાણીથી છàાછલ ભરેલી ધરતી. તળાવા અને નદીએ જુએ; તમે એક વાર આ દેખાવ જોયા હશે, તે પછી તમે આ ભૂમિની સુ ંદરતા કદી ભુલી શકવાના નથી. એજ દાદાબેટા શિખરની પાસે સ્નાડન નામનું બીજું શિખર છે. આ શિખર ૮૩૮૦ ફીટ ઊંચું છે. તેની નજીકનુ એક હીલ શિખર ૮૦૯૦ ફીટ ઊંચું છે, કલવહીલ સૈાથી નાનું છે. દૃષ્ટિમર્યાદાને લક્ષમાં રાખી, દાદામેટાથી એક લીટી દોરા, તા આ બધા શિખરોના સમૂહ મળીને એક ભવ્ય વર્તુળ બનશે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ હવે એ શિખરોની દુનિયાને દૂર મૂકી, તેની નીચેની ભૂમિ ઉપર દષ્ટિ વાળો. શિખરો જેવાં સેહામણું છે, તેવી જ તેની નીચેની ખીણુ ખૂબીદાર અને વિશાળ છે. તે ૧૫ માઈલ લાંબી છે. આ જમીન રેશમના જેવી મુલાયમ અને સ્નિગ્ધ છે, પણ તે કેવળ વૃક્ષવેલાઓથી ભરપૂર છે. અહીંથી એક નાને જલપ્રવાહ ખીણને ઘતે આગળ ધસે છે. આ પ્રવાહને નીચેનો ભાગ આગળ તળાવના રૂપમાં ફેરવી નાખવામાં આવ્યું છે. ઉપલા મેદાનને ઉત્તર છેડે થોડે આગળ વધે છે. એને ઉતાકામંડના એક અતિરમ્ય અને સુંદર સ્થાનમાં વાળી લેવામાં આવ્યું છે. અહીંની જમીન પરી નાખવામાં આવી છે અને તેને સરખી સપાટ બનાવી દેવામાં આવી છે. આ સ્થળ હોબર્ટબાગને નામે ઓળખાય છે. આગળ જતાં એક મોટું અને વિશાળ મેદાન આવેલું છે. આ મેદાન “પોલો નામની રમત રમવાના મેદાન તરીકે વપરાય છે, અને બેલબેટ અથવા ક્રિકેટના મેદાન તરીકે પણ તેનો ઉપયોગ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉતાકામંડ થાય છે. સુંદરતા અને વિશાળતાની દષ્ટિએ આ પોલના મેદાનની હિંદમાં પ્રથમ પંક્તિના મેદાન તરીકે ગણતરી થાય છે. એની સાથે ગાલીચાને લટકતી કારની માફક ઘોડદોડનું મેદાન જોડાયેલું છે. આ મેદાન માઈલો જેટલું લાંબું–પહોળું અને ખરેખર જોવા લાયક છે. અહીં ઊભા રહી સ્થિર આંખેાએ એક બાજુએ પેલો જળપ્રવાહ અને બીજી બાજુએ હોબર્ટ પાર્ક અને ત્યાંનાં ભવ્ય મેદાને જોતાં જોતાં દષ્ટિ થાકે છે, અને મેદાને આઘે અને આઘે જઈ જાણે છેક ક્ષિતિજમાં પુરા થતા હોય તેમ લાગે છે. આ દેખાવ જોતાં, અહે! સૃષ્ટિ કેવી ભવ્ય છે, કેવી રળિયામણી છે અને કેવી વિશાળ છે; એવો સહજ પ્રશ્ન થાય છે! હવે મેદાને જોઈ મંદ પડેલી તમારી દષ્ટિને પાછી વાળ અને જરા આગળ વધે. અહીં ઉતાકામંડને શોભાવતું મોટું બજાર આવેલું છે. બજાર શહેરના પ્રમાણમાં સારું અને સમૃદ્ધિવાળું છે. અહીંથી જરા આગળ વધે અને પશ્ચિમ તરફ પગલાં માંડે. અહીં For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા–૮ નીચાણવાળા ખીણના પ્રદેશ તમે જોશો. આ પ્રદેશને કેન્ડલ વેલી કહે છે, અને તેમાં અહીંના સ્થાનિક વતનીઓનાં સંખ્યાબંધ ઘરો આવેલાં છે. અહીંથી પશ્ચિમદિશાને પંથે આગળ વધેા. આ સ્થળે આંખાને ઠારતું એક સુંદર મેદાન અને તે સાથેના અરણ્ય-પ્રદેશ દેખાય છે. આ જગા ૧૬ ચારસ માઇલના વિસ્તારમાં આવેલી છે. કુદરતરાણીએ સુંદરતા અને મધુરતાના કળશ આ ભૂમિ ઉપર ઢોળી દીધા છે. સમૃદ્ધ અરણ્યની શેશભાથી આ આખા પ્રદેશ ભરેલા છે. જ્યાં ત્યાં મોટાં ઘટાદાર વૃક્ષ અને ઝરાઓ ફરી વળેલા છે, અને આખું દૃશ્ય એટલુ અદ્ભુત છે, કે તેના એક જ વખતના દર્શનથી આત્મા અને અંતર એટલા શાંત અને આનંદી બને છે, કે એની મીઠી યાદ તમે જીવનભરમાં કદી પણ વિસરી શકરા નહિ. આ સુંદર મેદાનને “વેનલેાકડાઉન’’ કહે છે. આ ભૂમિ ઉતાકામંડના રમણીય સ્થાનના હૃદયને સ્થાને છે. વળી આ સુંદર ભૂમિની આજુબાજુ પર્વતમાં વસતાં શિયાળાનાં ટાળેટાળાં ફરે છે. શિકારીએ તેના For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉતાકામંડ શિકાર કરવા ગાંડા ઘેલા થઈ જાય છે. આ રમણીય પ્રદેશમાં શિકારની સહેલગાહ માટે ઈ.સ. ૧૮૬૭થી “ઉતાકામંડ હંટ' નામની એક સંસ્થા સ્થાપન કરવામાં આવી છે. આ સ્થળ ઉપર જેવા પહાડી શિયાળ છે, તેવા શિયાળો તમે નહિ જોયા હોય! આ શિયાળે બહુ જ મજબૂત, જોરાવર અને અત્યંત ઝડપથી દોડનારા હોય છે. શિકારી ગમે તે ઘડાયેલો હોય, છતાં તેને આ શિયાળાને શિકાર કરવો મુશ્કેલ થઈ પડે છે. શિયાળાની દોડ એટલી ઝડપી હોય છે અને તેઓ એવા ઝડપથી ઝાડની એક ઘટામાંથી નીકળી બીજી ધટામાં પેસી જાય છે, કે કુશળ શિકારી પણ તેને પકડી શકતો નથી. આથી તેમને પકડવાને માટે શિકારીઓને શિકારી કૂતરા સાથે રાખવા પડે છે. આ કૂતરાઓ ખાસ ઈંગ્લેંડથી મંગાવીને અહીં રાખવામાં આવે છે. અરણ્યની સાથે હરીફાઈ કરતી આ ભૂમિ વૃક્ષે, વેલાઓ, ડુંગરીઓ અને ઝરાઓથી ભરેલી છે. તેની વચ્ચેથી થઈને ગાડીઓ દોડાવવાનો રસ્તો છે. મેદાનની બીજી બાજુઓ ઉપર પણ આવા રસ્તા છે, For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિદ્યાથી વાચનમાળા-૮ જ્યાંથી દેડતી ગાડીઓ પસાર થઈ શકે છે. આવા એકાદ સ્થળેથી તમે પસાર થતાં ખીણુની ચારે બાજુએ નજર નાખશો, તે ખીણની સુંદરતા, રમણીયતા અને અભુત દેખાવ તમે જોઈ શકશે. આ જ અદ્ભુત દેખાવ, ભાગ્યે જ તમે કઈ જગાએ જે હશે! આ ઢાળવાળી જમીન અને નીચેનો રસ્તો એટલાં મનહર અને સગવડભરેલાં છે કે, ત્યાં માણસે ખુશીથી હરી ફરી શકે છે, અથવા ફરવા જવાની કસરત તરીકે લાંબે સુધી ફરવા જવા માટે એ રસ્તાને ઉપયોગ કરી શકે છે. ચાલો હવે આપણે એ નલોકડાઉન નામના રમણીય પ્રદેશમાં ઊતરીને ત્યાંની સહેલગાહ માણીએ. જુઓ! સામે ચારે બાજુએ પર્વતોનાં શિખરે. નજરે પડશે. જે શિખરો સુંદર મકાન અને ઐફિસેથી છવાયેલાં છે. બીજી બાજુએ વિસ્તરેલી ઝાડી, ઝરાઓ અને ખુલ્લા મેદાનો દેખાશે અને તેની સાથે સાડીની કોરની માફક લાંબે સુધી વિસ્તરેલી, ગાડીઘોડા જવા આવવાની સડક દેખાય છે. જાણે કુદરતરણ કેઈ ગંભીર વિચાર સેવતી, કાળાશભર્યા For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉતાકામંડ ૧૧ ફૂલવેલાવાળી કેરથી આચ્છાદેલી, લીલી સાડી પહેરી. પાલવ ઢાળીને અહીં બેઠી છે ! ચઢઊતર થઈ શકે એવી નાની મોટી ટેકરીઓથી આ જમીન એવી સરસ રીતે આચ્છાદાયેલી છે કે, એ રસ્તે તમે ઉપર જાઓ અથવા નીચે આવે તે તમને આપોઆપ કસરત થઈ રહેશે, ખાધેલું પચી. જશે અને કકડીને ભૂખ લાગશે. હિમાલયના પ્રદેશમાં પણ આવી ટેકરીઓ છે. વનવગડે ફરવાહરવાનો શોખ ધરાવતા સેંકડો માણસો ત્યાં ફરવા જાય છે, પણ એ ટેકરીઓ કરતાંયે ઉતાકામંડની ટેકરીઓ વધારે સગવડભરી, વધારે સ્વચ્છ અને વધારે આનંદ આપે એવી છે. જાણે કોઈ કુશળ કારીગરે પહાડો કાપી કરીને, તેની જાણી જોઈને જ આવી બનાવટ ન કરી હોય તેમ જ આપણને લાગે છે. પહાડ ઉપરની સપાટ પ્રદેશની જગા કુદરતી રીતે પણ રમણીય છે, અને તેને વધારે સુંદર અને વધારે મનોહર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં સંખ્યાબંધ શોભા આપે એવા ઓસ્ટ્રેલી For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિદ્યાથી વાચનમાળા-૮ ચન ઝાડે રોપવામાં આવ્યાં છે. તે ઉપરાંત યુકેલીટસનાં પણ પુષ્કળ ઝાડો છે. યુકેલીપ્ટસનાં ઝાડોમાંથી યુકેલીસ તેલ નીકળે છે. આ તેલ ઘણું ઉપયોગી છે અને તે શરદી, સળેખમ,શીતજવર, ક્ષય વગેરે ઘણા રોગોમાં વપરાય છે. યુકેલીટસનાં ઝાડે આંબાના ઝાડ જેવાં મોટાં હોય છે. તેને જરા જાડાશભર્યા અને ખીચોખીચ ભરેલાં એવાં પાંદડાં બેસે છે. પાંદડાં અરધો પોણો ઇંચ પહોળાં હોય છે અને છ સાત ઇંચ લાંબાં હોય છે. એથી વધારે ઓછા માપનાં પણ પાંદડાં હોય છે. એ પાંદડાંને હાથે ચાળીને તેની વાસ લો, તો એ તેલની જ વાસ તેમાંથી પણ આવશે. અહીંના લોકે આ પાંદડાને ઉકાળો કરીને પણ પીએ છે. યુકેલીટસનાં ઝાડ એ આ પ્રદેશની ખાસ નવીનતા છે. તે ઉપરાંત ખેર અને બાવળના ઝાડે પણ છે. શરૂઆતમાં આ ઝાડ અહીં રોપવામાં આવ્યાં હતાં અને તે સંભાળપૂર્વક ઉછેરવામાં આવ્યાં હતાં. આજે તો એ ઝાડોની સંખ્યા એટલી બધી થઈ છે કે, તે હવે સ્થળે સ્થળે નજરે પડે છે ! For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉતાકામિડ બીજી બાજુએ ગુચ્છાદાર વિલાયતી ઝાડો. પેલાં છે. આ ઝાડ પરદેશમાં બહુ સંભાળ અને કાળજીપૂર્વક ઉછેરવામાં આવે છે, પણ અહીં તે તે આપોઆપ જ એટલાં બધાં કુદરતી રીતે જ ખીલી. ઊડ્યાં છે કે, તેથી આ વિભાગ અપર્વ ભાથી ભરપૂર બની ગયો છે, અને અત્યંત સુંદર દયા ઉત્પન્ન કરે છે. અહીં સ્થળે સ્થળે નાની વાડ બનાવવામાં આવી છે અને તેની વચ્ચે સુંદર ઉપવને બનાવેલાં છે. આ વાડ ગુલાબ અને એના જેવા જ બીજા સુશોભિત છોડ અને રોપાની બનાવેલી છે. આ સઘળી શોભા હજી ઓછી હોય તેમ, વર્ષારાણી પણ પિતાને પાલવ પાથરીને ઉતાકામંડને શરણે આવી છે. અહીં વર્ષાઋતુમાં ૪૯ ઈંચ જેટલો. વરસાદ પડે છે અને શિયાળામાં તદ્દન નામને જ વરસાદ વરસે છે. આથી જાત જાતનાં ફૂલો અહીં બારે માસ ખીલે છે. અને તે આ રમણીય પ્રદેશને અપને ઉલ્લાસથી શણગારે છે. ગુલાબનાં ફલો અને ડમરો અહીં ઘણો થાય છે. ચાલે, હવે આ રમણીય ખીણના પ્રદેશને For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિદ્યાર્થી વાચનમાળા-૮ જોઈને આગળ વધીએ. આગળ જતાં ઉતાકામંડ મ્યુનિસિપાલિટીનું મકાન આવે છે. આ મ્યુનિસિપાલિટીની સ્થાપના ઈ. સ. ૧૮૬૬માં થઈ હતી. ઈ. સ. ૧૯૦૨ના વર્ષમાં આ મ્યુનિસિપાલિટીની આવક એક લાખ ચાલીસ હજાર રૂપિયા અને ખર્ચ એક લાખ સાઠ હજાર રૂપિયા જેટલું આવતું હતું. મ્યુનિસિપાલિટીની ઊપજની મુખ્ય રકમ મદ્રાસ સરકાર તરફથી મળતી ગ્રાંટ, ઘરવેર અને પાણીવેરા દ્વારા ઉત્પન્ન થાય છે. મ્યુનિસિપાલિટીએ જનતાની સગવડ માટે સ્ટેશનથી છેક શહેરને આરપાર ભેદીને જતો મુખ્ય રસ્તા, ગટર અને વૉટરવકર્સ બંધાવ્યાં છે. આથી શહેરની સ્વચ્છતામાં અને લોકોની સુખાકારીમાં ભારે વધારો થવા પામ્યો છે. આ ગટર, બંધાવતાં ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયું હતું. “મારલીમન્ડ ટાઈગર હીલ નામના સ્થળે પાણીખાતું બાંધવામાં આવ્યું છે અને ત્યાંથી મોટા પાઈપ મૂકીને શહેરમાં પાણી પૂરું પાડવામાં આવે છે. આ શહેર આટલું બધું સ્વચ્છ, સુંદર અને - હવા ઉજાસવાળા સ્થળે આવેલું છે, છતાં અહીં For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉતાકામંડ એક વાર પ્લેગે દેખા દીધું હતું અને થોડેક જનસંહાર કર્યો હતે. અહીંથી આગળ વધશે તે મદ્રાસ બેંકની ઈમારત, પુસ્તકાલયભવન, કેટલાંક ખ્રિસ્તીમંદિરો, જિલ્લા કલબ, જીમખાના કલબ, સરકારી બેટેનીકલ ગાર્ડન અને શિક્ષણ તથા દાક્તરી શાળાના મકાને અને બીજાં કેટલાંક વેપારી સંસ્થાઓનાં મકાને વગેરે જેવા યોગ્ય ઈમારતે આવે છે. અહીંની લાયબ્રેરી ઈ. સ. ૧૮પલ્માં બંધાઈ હતી. તેમાં ૧૫ હજારથી વધારે પુસ્તક છે. ખ્રિસ્તીદેવળોમાં સૈથી જૂનું દેવળ સાધુ સ્ટીફનનું છે. ગવર્નમેંટ હાઉસની ચારે બાજુએ ગોળાકારે બેટેનીકલ ગાર્ડન આવેલ છે અને તે પ૧ એકર જગામાં વિસ્તરેલો છે. આ બાગ ઈ. સ. ૧૮૪રમાં બંધાયે હતો, જે વખતે માર્કવીસ ઓફ ટવીડેલ મદ્રાસના ગવર્નર હતા. અહીંની સ્થાનિક ભાષા તામીલ અને મલાયલમ છે. આ સુંદર મકાને, કુદરતી દો, શિખર For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ ઉપરથી જણાતા ચારે બાજુના અભુત દેખાવે. આ સઘળું જુઓ; આંખે ભરી ભરીને જુઓ; હવે ભાગ્યે જ અહીં કાંઈ જોવાનું બાકી રહેશે. એક મોટા સમૃદ્ધ શહેર તરીકે નહીં, પણ કુદરતના લાડીલા બાળસમાં આ સ્થાનમાં વસીને, આપણે કુદરતનો આનંદ લૂંટવાનો છે. તમે એ આનંદ લૂંટી રહ્યા છો. ચાલો હવે આપણે આપણે પ્રવાસ પૂરો કરીએ; અને ઉતાકામંડનાં સુખદ સંમરણો જીવનપર્યત જાળવી રાખીએ. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ગોખલે ચોથી શ્રેણી ૮૭ ગુરુ ગોવિંદસિંહ | ૧૧૨ સ્વ. હાજી મહમ્મદ ૮૮ રણજિતસિંહ ૧૧૩ વીર લધાભા ૬૧ શ્રી ગજાનન : ૮૯ લક્ષ્મીબાઈ ૧૧૪ સૌદર્યધામકાશ્મીર ૬૨ શ્રી કાર્તિકેય ૯• શ્રી કેશવચંદ્રસેન ૧૧૫ નૈનિતાલ ૬૩ ચંદ્રહાસ ૯૧ શ્રી ઈશ્વરચંદ્ર ૧૧૬ ગિરનાર ૬૪ ભક્ત સુધવા ૧૧૭ તારકા ૬૫ શ્રીહર્ષ વિદ્યાસાગર ૧૧૮ પાટનગર દિલ્હી ૬૬ રસકવિ જગન્નાથ ૯૨ મહાદેવ ગોવિંદ ૧૧૯ મહેસુર ૬૭ ભક્ત નામદેવ રાનડે ૧૨૦ તાજમહાલ ૬૮ શ્રી હેમચંદ્રાચાર્ય ૯૩ દાદાભાઈનવરોજી સાતમી શ્રેણું ૬૯ છત્રપતિ શિવાજી ૯૪ શ્રી ગોપાલકૃષ્ણ ૭૦ સમર્થ સ્વામી ૯૫ સ્વામી શ્રદ્ધાનંદજી - રામદાસ | ૧૨૧ મી ઋષભદેવ ૯૬ શ્રી ગોવર્ધનરામ ૭૧ ચાંદબીબી ૧૨૨ ગોરક્ષનાથ કર ગુરુ નાનક ૯૭ શ્રી જવાહરલાલ ૧૨૩ વીર કુણાલ ૭૩ મહાત્મા કબીર . નહર | ૧૨૪ અકબરશાહ ૭૪ ગૌરાંગ મહાપ્રભુ ૯૮ સુભાષચંદ્ર બોઝ ! ૧૨૫ મહામંત્રી મુંજાલ કપ લાલા લજપતરાય ૯૯ શ્રી સેનગુપ્તા ૧૨૬ કવિ દયારામ ૧૦૦ તારામંડળ ૧૨૭ જયકૃષ્ણ ઈદ્રજી ૭૬ શ્રી ચિત્તરંજનદાસ | ૭૭ શ્રી ત્રિભુવનદાસ - ૧૨૮ શ્રી સયાજીરાવ છઠ્ઠી શ્રેણી ગાયકવાડ ૧૦૧ મહાદેવી સીતા | ૧૨૮ મહાવીરપ્રસાદ ૭૮ શ્રી સુરેન્દ્રનાથ ૧૨ નાગાર્જુન દ્વિવેદી બેનરજી ૧૦૩ કદેવી અને મેવા નાલા ૧૩૦ મહાકવિ નાલ ૭૯ શ્રી વિજયધર્મસરિ ની વીરાંગનાઓ | ૧૩૧ પ્રો. રામમૂર્તિ ૮૦ બાબુ રાજેન્દ્રપ્રસાદ | ૧૦૪ વીર વનરાજ ૧૩૨ અબદુલગફારખાન ૧૩૩ સોરઠી સંત ૧૦૫ હૈદરઅલી પાંચમી શ્રેણી ૧૦૬ મહાકવિ પ્રેમાનંદ ૧૩૪ નેપાલ ૮૧ પાર્વતી ૧૦૭ સર ટી. માધવરાવ | ૧૩૫ મહાબળેશ્વર ૮૨ શ્રીશંકરાચાર્ય ૧૦૮ જામ રણજીત ૧૩૬ અમરનાથ ૮૩ શ્રીમદ્ વલ્લભાચાર્ય ! ૧૩૭ બદરી–દેદારનાથ ૮૪ શ્રી માધવાચાર્ય ૧૦૯ ઝંડુ ભટ્ટજી ૧૩૮ કલકત્તા ૮૫ શ્રી રામાનુજાચાર્ય ૧૧૦ શિલ્પી કરમારકર | ૮૬ મહારાજા કુમારપાળ ૧૧૧ કવિ દલપતરામ ૧૪૦ અનુપમ છલુરા ૧૩૯ પાટણ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ga વિદ્યાર્થી વાચન માળા gh [ પુસ્તિકાઓના સર્વ હક પ્રકાશકને સ્વાધીન ] A કિ પુસ્તિકાની કી 9-4-7 આઠમી શ્રેણી નવમી શ્રેણી દશમી શ્રેણી 3-9-0 * 3-0-0 141 ગુરુ દત્તાત્રય 161 શ્રી જ્ઞાનદેવ 181 શ્રી એકનાથ 142 ઉદયન-વત્સરાજ - 162 શ્રી સિદ્ધસેનદિવાકર 182 હજરત મહમ્મદ પયગમ્બર 143 મહાત્મા આનંદધન , 1 63 ઉપા. યશોવિજય | 1 64 વીર બાલાજી 183 અશે જરથુસ્ત 144 વસ્તુપાલ-તેજપાલ | 16 5 નાના ફડનવીસ 184 અહલ્યાબાઈ 145 સામળભટ્ટ - 16 6 શ્રીદ્વિજેન્દ્રલાલરેય 185 ડો. અસારી. 146 કવિ નર્મદ 167 રાજારામમોહનરાય 186 શ્રી રમેશચંદ્રદત્ત 147 વીર સાવરકર 148 જમશેદજી તાતા 168 શ્રી અમૃતલાલ કર 187 વિજયાલક્ષ્મીપતિ 149 કવિ કલાપી 169 5. વિષ્ણુદિગબર 188 શ્રી કૃષ્ણમૂર્તિ 189 સંતકવિ પઢિયાર 150 પ્રો. સી.વી. રામન 170 શ્રી રામાનંદચેટરજી 190 ચિત્રકાર રવિવમાં 151 શાહસોદાગરજમાલ 171 ભગવાનલાલ ઇદ્રજી 191 શ્રી શરઆબુ 172 શ્રી પ્રક્સચદ્ર રાય ૧૯ર મેરઠના ૧૫ર શિલાંગ 153 શ્રીમતી કસ્તૂરબા 173 મૌ. અબુલ કલામ બહારવટિયા આઝાદ. 193 મોતીભાઈ અમીન પ૪ દાર્જીલીંગ ૧૭૪શ્રીરાજગોપાલાચારી 18, આ 155 ઉતાકામડ 175 પાવાગઢ 195 શત્રુંજય 156 જગન્નાથપુરી, 176 રામેશ્વર 196 ગામડેશ્વર 157 કાશી 177 તારું'ગા 197 અમદાવાદ 158 જયપુર 178 મુંબઈની ગુફાઓ - 198 લખનૌ 59 હૈદ્રાબાદ 17 માયા 199 વડોદરા 16 કાવેરીના જળધોધ 18 અજંતા 200 ગીરનાં જંગલો પ્રકાશક : શંભુલાલ જગશીભાઈ : ગુજર ગ્રંથરત્ન કાર્યાલય - ગાંધીસ્તા : અમદાવાદ, 194 આબુ For Personal & Private Use Only wwwgainelibrary.org જામા મસ્જિદ સામે અમદાવાદ,