SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતાકામંડ શિકાર કરવા ગાંડા ઘેલા થઈ જાય છે. આ રમણીય પ્રદેશમાં શિકારની સહેલગાહ માટે ઈ.સ. ૧૮૬૭થી “ઉતાકામંડ હંટ' નામની એક સંસ્થા સ્થાપન કરવામાં આવી છે. આ સ્થળ ઉપર જેવા પહાડી શિયાળ છે, તેવા શિયાળો તમે નહિ જોયા હોય! આ શિયાળે બહુ જ મજબૂત, જોરાવર અને અત્યંત ઝડપથી દોડનારા હોય છે. શિકારી ગમે તે ઘડાયેલો હોય, છતાં તેને આ શિયાળાને શિકાર કરવો મુશ્કેલ થઈ પડે છે. શિયાળાની દોડ એટલી ઝડપી હોય છે અને તેઓ એવા ઝડપથી ઝાડની એક ઘટામાંથી નીકળી બીજી ધટામાં પેસી જાય છે, કે કુશળ શિકારી પણ તેને પકડી શકતો નથી. આથી તેમને પકડવાને માટે શિકારીઓને શિકારી કૂતરા સાથે રાખવા પડે છે. આ કૂતરાઓ ખાસ ઈંગ્લેંડથી મંગાવીને અહીં રાખવામાં આવે છે. અરણ્યની સાથે હરીફાઈ કરતી આ ભૂમિ વૃક્ષે, વેલાઓ, ડુંગરીઓ અને ઝરાઓથી ભરેલી છે. તેની વચ્ચેથી થઈને ગાડીઓ દોડાવવાનો રસ્તો છે. મેદાનની બીજી બાજુઓ ઉપર પણ આવા રસ્તા છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005418
Book TitleUtakamand
Original Sutra AuthorN/A
AuthorMadhavrav B Karnik
PublisherVidyarthi Vachanmala
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy