________________
ઉતાકામંડ
થાય છે. સુંદરતા અને વિશાળતાની દષ્ટિએ આ પોલના મેદાનની હિંદમાં પ્રથમ પંક્તિના મેદાન તરીકે ગણતરી થાય છે. એની સાથે ગાલીચાને લટકતી કારની માફક ઘોડદોડનું મેદાન જોડાયેલું છે. આ મેદાન માઈલો જેટલું લાંબું–પહોળું અને ખરેખર જોવા લાયક છે.
અહીં ઊભા રહી સ્થિર આંખેાએ એક બાજુએ પેલો જળપ્રવાહ અને બીજી બાજુએ હોબર્ટ પાર્ક અને ત્યાંનાં ભવ્ય મેદાને જોતાં જોતાં દષ્ટિ થાકે છે, અને મેદાને આઘે અને આઘે જઈ જાણે છેક ક્ષિતિજમાં પુરા થતા હોય તેમ લાગે છે. આ દેખાવ જોતાં, અહે! સૃષ્ટિ કેવી ભવ્ય છે, કેવી રળિયામણી છે અને કેવી વિશાળ છે; એવો સહજ પ્રશ્ન થાય છે!
હવે મેદાને જોઈ મંદ પડેલી તમારી દષ્ટિને પાછી વાળ અને જરા આગળ વધે. અહીં ઉતાકામંડને શોભાવતું મોટું બજાર આવેલું છે. બજાર શહેરના પ્રમાણમાં સારું અને સમૃદ્ધિવાળું છે. અહીંથી જરા આગળ વધે અને પશ્ચિમ તરફ પગલાં માંડે. અહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org