________________
૧૨
વિદ્યાથી વાચનમાળા-૮
ચન ઝાડે રોપવામાં આવ્યાં છે. તે ઉપરાંત યુકેલીટસનાં પણ પુષ્કળ ઝાડો છે. યુકેલીપ્ટસનાં ઝાડોમાંથી યુકેલીસ તેલ નીકળે છે. આ તેલ ઘણું ઉપયોગી છે અને તે શરદી, સળેખમ,શીતજવર, ક્ષય વગેરે ઘણા રોગોમાં વપરાય છે.
યુકેલીટસનાં ઝાડે આંબાના ઝાડ જેવાં મોટાં હોય છે. તેને જરા જાડાશભર્યા અને ખીચોખીચ ભરેલાં એવાં પાંદડાં બેસે છે. પાંદડાં અરધો પોણો ઇંચ પહોળાં હોય છે અને છ સાત ઇંચ લાંબાં હોય છે. એથી વધારે ઓછા માપનાં પણ પાંદડાં હોય છે. એ પાંદડાંને હાથે ચાળીને તેની વાસ લો, તો એ તેલની જ વાસ તેમાંથી પણ આવશે. અહીંના લોકે આ પાંદડાને ઉકાળો કરીને પણ પીએ છે. યુકેલીટસનાં ઝાડ એ આ પ્રદેશની ખાસ નવીનતા છે. તે ઉપરાંત ખેર અને બાવળના ઝાડે પણ છે. શરૂઆતમાં આ ઝાડ અહીં રોપવામાં આવ્યાં હતાં અને તે સંભાળપૂર્વક ઉછેરવામાં આવ્યાં હતાં. આજે તો એ ઝાડોની સંખ્યા એટલી બધી થઈ છે કે, તે હવે સ્થળે સ્થળે નજરે પડે છે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org