________________
વિદ્યાર્થી વાચનમાળા–૮
નીચાણવાળા ખીણના પ્રદેશ તમે જોશો. આ પ્રદેશને કેન્ડલ વેલી કહે છે, અને તેમાં અહીંના સ્થાનિક વતનીઓનાં સંખ્યાબંધ ઘરો આવેલાં છે.
અહીંથી પશ્ચિમદિશાને પંથે આગળ વધેા. આ સ્થળે આંખાને ઠારતું એક સુંદર મેદાન અને તે સાથેના અરણ્ય-પ્રદેશ દેખાય છે. આ જગા ૧૬ ચારસ માઇલના વિસ્તારમાં આવેલી છે. કુદરતરાણીએ સુંદરતા અને મધુરતાના કળશ આ ભૂમિ ઉપર ઢોળી દીધા છે. સમૃદ્ધ અરણ્યની શેશભાથી આ આખા પ્રદેશ ભરેલા છે. જ્યાં ત્યાં મોટાં ઘટાદાર વૃક્ષ અને ઝરાઓ ફરી વળેલા છે, અને આખું દૃશ્ય એટલુ અદ્ભુત છે, કે તેના એક જ વખતના દર્શનથી આત્મા અને અંતર એટલા શાંત અને આનંદી બને છે, કે એની મીઠી યાદ તમે જીવનભરમાં કદી પણ વિસરી શકરા નહિ. આ સુંદર મેદાનને “વેનલેાકડાઉન’’ કહે છે. આ ભૂમિ ઉતાકામંડના રમણીય સ્થાનના હૃદયને સ્થાને છે.
વળી આ સુંદર ભૂમિની આજુબાજુ પર્વતમાં વસતાં શિયાળાનાં ટાળેટાળાં ફરે છે. શિકારીએ તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org