Book Title: Utakamand
Author(s): Madhavrav B Karnik
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 13
________________ ઉતાકામંડ ૧૧ ફૂલવેલાવાળી કેરથી આચ્છાદેલી, લીલી સાડી પહેરી. પાલવ ઢાળીને અહીં બેઠી છે ! ચઢઊતર થઈ શકે એવી નાની મોટી ટેકરીઓથી આ જમીન એવી સરસ રીતે આચ્છાદાયેલી છે કે, એ રસ્તે તમે ઉપર જાઓ અથવા નીચે આવે તે તમને આપોઆપ કસરત થઈ રહેશે, ખાધેલું પચી. જશે અને કકડીને ભૂખ લાગશે. હિમાલયના પ્રદેશમાં પણ આવી ટેકરીઓ છે. વનવગડે ફરવાહરવાનો શોખ ધરાવતા સેંકડો માણસો ત્યાં ફરવા જાય છે, પણ એ ટેકરીઓ કરતાંયે ઉતાકામંડની ટેકરીઓ વધારે સગવડભરી, વધારે સ્વચ્છ અને વધારે આનંદ આપે એવી છે. જાણે કોઈ કુશળ કારીગરે પહાડો કાપી કરીને, તેની જાણી જોઈને જ આવી બનાવટ ન કરી હોય તેમ જ આપણને લાગે છે. પહાડ ઉપરની સપાટ પ્રદેશની જગા કુદરતી રીતે પણ રમણીય છે, અને તેને વધારે સુંદર અને વધારે મનોહર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં સંખ્યાબંધ શોભા આપે એવા ઓસ્ટ્રેલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20