Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આ કામ હાથ પર લેવાનો નિર્ણય કર્યો. જયંતભાઈ તો હંમેશાં ઊંચું નિશાન તાકનારા માણસ. એટલે આ ગ્રંથની બે જ હસ્તપ્રતોથી એમને સંતોષ થાય? હસ્તપ્રતસૂચિઓમાંથી અન્ય પ્રતિઓની યાદી મેળવી. એમાંથી જીર્ણ, અપૂર્ણ, લેખનસંવત વિનાની, મોડા લેખનસંવતવાળી એવી પ્રતિઓ રદ કરીને, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની સં.૧૫૪૬ની હસ્તપ્રત મેળવવાનું નક્કી કર્યું. આ ત્રીજી હસ્તપ્રત પણ પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ ઉપલબ્ધ કરાવી આપી.
ઉપદેશમાલા બાલાવબોધ'ના સંશોધન-સંપાદનનું મારું કામ લગભગ અડધે પહોંચવા આવ્યું હશે એ ગાળામાં જયંતભાઈને વિદ્યાકીય કામે મુંબઈ જવાનું થયું. ત્યાં એમને સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જૈન ફિલોસૉફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરના માનદ્ સંયોજક શ્રી ગુણવંત બરવાળિયા અને શ્રી પન્નાલાલ ૨. શાહ મળવા ગયા અને રિસર્ચ સેન્ટર જે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા ધારે છે એનાથી માહિતગાર કર્યા. એમાંની એક મહત્ત્વની પ્રવૃત્તિ તે પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યની અગત્યની કૃતિઓની હસ્તપ્રતોના સંશોધનસંપાદન-પ્રકાશનનું કામ. આ માટે કેટલાક મહત્ત્વના ગ્રંથોની એક યાદી જયંતભાઈ એમને પૂરી પાડે એમ તેઓની અપેક્ષા હતી. જયંતભાઈને તો આવાં કામોનો તીવ્ર રસ. યાદી તૈયાર કરી આપવાનું તો એમણે સ્વીકાર્યું. સાથે વાતવાતમાં એમણે ઉપદેશમાલા બાલાવબોધ પર મારા ચાલી રહેલા સંપાદનકાર્યનો પણ ઉલ્લેખ કર્યો. અને તે પછીના થોડાક જ દિવસમાં શ્રી ગુણવંત બરવાળિયાનો મારા ઉપર પત્ર આવી પડ્યો. એમાં એમણે એમના રિસર્ચ સેન્ટર તરફથી આ ગ્રંથને પ્રકાશિત કરવાની તત્પરતા દર્શાવી હતી અને મારો પ્રત્યુત્તર માગ્યો હતો. આ અંગે પૂજ્ય આ. પ્રદ્યુમ્નસૂરિજીની સંમતિ અને આશીર્વાદ મેળવીને મેં મારી સ્વીકૃતિ મોકલી આપી. આ બધાની ફલશ્રુતિ તે “ઉપદેશમાલા બાલાવબોધ'નું આ પ્રકાશન.
પણ આ ગ્રંથનું પ્રકાશન થતાં અગાઉ એક અતિ દુઃખદ ઘટના બની ગઈ તે મારા હરકોઈ કામમાં માર્ગદર્શક રહેલા શ્રી જયંતભાઈનું નિધન. આમ તો સમગ્ર સાહિત્યજગતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org