Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકીય નિવેદન જૈન ગ્રંથભંડારોમાં સચવાઈ રહેલી હજારો તાડપત્રીય અને અન્ય હસ્તપ્રતોમાં લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં લાખો કથાઓ, ગાથાઓ અને સુભાષિતો ગ્રંથસ્થ છે. આ ગ્રંથો દ્વારા જૈનધર્મનું દાર્શનિક તત્ત્વજ્ઞાન શ્રમણ સંસ્કૃતિના અમૂલ્ય વારસા રૂપે આપણને મળ્યું છે. આ ભંડારોમાંથી શક્ય બને તેટલું સાહિત્ય સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવાના ઉપક્રમ અંતર્ગત ઉપદેશમાલા બાલાવબોધ'નું પ્રકાશન થઈ રહ્યું છે. શ્રુતજ્ઞાનના મહાસાગરમાંથી આચમન કરવાનો આ નાનકડો પ્રયાસ છે. ત્રણ વર્ષ પૂર્વે જૈન સાહિત્યના સંશોધનમાં રસ ધરાવતા વિદ્વાનોનું એક સંમેલન સેંટર દ્વારા સ્વ. વંતભાઈ કોઠારીના પ્રમુખસ્થાને અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જૈન સાધુકવિઓ દ્વારા રચાયેલા વિવિધ વિષયો પરના બાલાવબોધોનું તેમજ ખંભાતના વિદ્વાન સુશ્રાવક ઋષભદાસના અપ્રગટ સાહિત્યનું સંશોધન પ્રકાશન કરવાની વિદ્વાનો તરફથી ભલામણ આવી. સંમેલન પૂર્વે જ ડૉ. કાંતિભાઈ બી. શાહ જેના ૫૨ સંશોધન સંપાદનનું કાર્ય કરી રહ્યા હતા તે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ’નું સેંટર દ્વારા પ્રકાશન કરવાનું નક્કી થઈ ચૂક્યું હતું. આ સમ્મેલન દ્વારા સેંટરની પ્રવૃત્તિને નવું બળ મળ્યું. વીર સંવતના છઠ્ઠા શતકમાં શ્રી ધર્મદાસ ગણીએ મૂળ પ્રાકૃત ભાષામાં ઉપદેશમાલાની રચના કરી. જૈન જ્ઞાનભંડારોના તાડપત્રો પર લખાયેલા ગ્રંથોની કાગળ ૫૨ નકલ કરી લેવાનું કાર્ય આચાર્યશ્રી સોમસુંદરસૂરિ (વિ.સ. ૧૪૩૦)ના સમયથી શરૂ થયું. શ્રી સોમસુંદરસૂરિએ ગુજરાતી ભાષામાં બાલાવબોધો રચ્યા. તેમણે ઉપદેશમાલા’, ‘ભક્તામરસ્તોત્ર’ અને ‘ગૌતમપૃછા’ જેવી કૃતિઓ પર બાલાવબોધ રચ્યા છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યના અભ્યાસ માટે બાલાવબોધનું મહત્ત્વ છે. બાલાવબોધ એટલે, ઉચ્ચ કક્ષાના તત્ત્વજ્ઞાનની સમજણશક્તિમાં જે જીવો Jain Education International ५ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 242