Book Title: Updeshmala
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ સમર્પણમ્ સિંહસત્ત્વના સ્વામી જિનશાસનશિતાજ પૂજ્યપાદ આયાદિત શ્રીમદ્વિજરારામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રપૂત કમળમાં એક સદી જેટલા વિરાટ સમયખંડમાં પથરાયેલું, સેંકડો ઘટનાઓને સમાવી લેતું, હજારો પરિચિતો સાથે સંક્ળાયેલું અને લાખો વ્યક્તિઓને સ્પર્શતું આપશ્રીનું જિનશાસનસમર્પિત સમગ્ર જીવન એક વિહંગાવલોકનથી નિહાળીએ તો આપશ્રીના મુખ્ય બે ગુણ નજર સામે તરી આવે - ભીમ અને કાંત ! વીરરસથી ધગધગતો ભીમગુણ અને શાંતરસથી છલોછલ થતો કાંતગુન્ન ! પોતાને દઝાડનારાઓને આપશ્રીએ નિર્મળ વાત્સલ્યથી નવડાવી દઈને સદા શાંતરસનો અનુભવ કરાવ્યો છે અને જિનશાસનને દઝાડનારાઓને આપશ્રીને સદા ધગધગતા અંગારા જેવા વીરરસનો પરિચય કરાવ્યો છે.. પોતાના અપરાધીઓને આપશ્રીએ સદા મિત્ર જ માન્યા છે, પણ જિનશાસનના અપરાધીઓને આપશ્રીએ ક્યારેય મિત્ર નથી માન્યા - વર્ષોથી નિકટતમ હતા તો પણ. દેવગુરુ પ્રત્યે ભક્તિભીનાં અને ભક્તો-વિરોધીઓ સૌ પ્રત્યે કરુણાભીનાં આપશ્રીનાં નિર્વિકાર નયન શાસનરક્ષા અને ચોયણાપડિચોયણાં આદિ પ્રસંગોમાં લાલઘૂમ પણ થઈ શકતાં હતાં...જોતાં વેંત આકર્ષી લે એવું મોહક સ્મિત સર્જતા બે હોઠને આપશ્રી સત્યરક્ષા પ્રસંગે સામેવાળાને ધ્રુજાવી દે એ રીતે ભીડી પણ શકતા હતા...અમૃતિનિર્ઝર વહાવતા આપશ્રીના કોમલ કરકમલ ધર્મ ઉપરનાં આક્રમણોને મારી હઠાવતી કરાલ કરવાલ પણ બની શકતા હતા. સાથે કોણ કોણ છે, કેટલા છે...સામે કોણ કોણ છે, કેટલા છે ? - આવું બધું જોવા બેસવાનું આપશ્રીના સ્વભાવમાં જ નહોતું. આપશ્રીની નીતિ સ્પષ્ટ હતી. જિનમતના આગ્રહી સૌ મારી સાથે જ છે અને નિજત કે જનમતના આગ્રહીઓ સૌ મારી સામે છે - પછી ભલે એ પાસે હોય કે દૂર હોય ! આપશ્રીની આવી છાપ વિરોધીઓમાં પણ હતી. શ્રીસંઘમાં ઉત્પન્ન થયેલા પ્રાયઃ તમામ વિવાદોમાં પ્રચંડ લોકમત અને પ્રબલ લોહિત સામ સામે ટકરાયાં હતાં – આવી સ્થિતિમાં લોકમત તરફ ઝૂકી જઈને લોકપ્રિય બનવાનો વિચાર પણ આપશ્રીને નહોતો આવ્યો, બકે તમામ આક્રમણો અને આકર્ષણોને અવગણીને આપશ્રી લોકહિતને વળગી રહ્યા હતા. કારણ કે આપશ્રી સાચા સંઘહિતચિંતક હતા. સંઘને સન્માર્ગે દોરવાની ભાવનાસ્વરૂપ સંધવાસથથી આપશ્રીનું હૃદય છલોછલ હતું આપશ્રીના વ્યક્તિત્વનું એક તેજદાર પાસું હતું - સ્પષ્ટ નિર્ણયશક્તિ. તુલા રાશિ અને તુલા લગ્ન લઈને જન્મેલા આપશ્રીમાં ત્રાજવાના બંને પલ્લાને ન્યાય આપવાની ક્લાકુશળતા જન્મજાત હતી. વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચાઓમાં દર વખતે પક્ષનું સુકાન તમામ વડીલો આપશ્રીને જ સોંપતા. આપશ્રીનું નિવેદન ચતુર્વિધ સંઘના અગ્રણીઓ ખૂબ ગંભીરતાપૂર્વક સાંભળતા. બોલાયેલો શબ્દ આપશ્રીએ ક્યારેય પાછો લેવા પડવો નથી કે ફેરવી તોળવી પડ્યો નથી ! આક્ષેપો અને આવેશ, આરોપો અને આક્રોશો, અપયશો અને અપમાનોના ઝેરના ઘૂંટડા ગળે ઉતારીને જગતને તો આપશ્રીએ સ્મિતભર્યાં ચહેરે અમૃતભર્યું સત્ય જ આપ્યું છે. અરે ! ઝેર રેંડનારાઓ ઉપર પણ આપશ્રીએ તો કરુણારૂપી અમૃત જ વરસાવ્યું છે. આપશ્રીને નહિ સમજનારાઓએ આપને વિષે ફેલાયેલ ગેરસમજની તોતિંગ ઈમારત આપશ્રીના ફક્ત એકાદ પ્રવચનથી કે આપશ્રીની ફકત એકાદ મુલાકાતથી કકડભૂસ થઈને તૂટી પડ્યાનાં દષ્ટાંતો સંખ્યાબંધ છે. ભક્તો અને શિષ્યોના હ્રદયમાં આસન જમાવવું આસાન છે. ગુરુદેવના હૃદયમાં સ્થાન મેળવવું કઠિન છે. જયારે વિરોધીઓના હૃદયમાં બિરાજમાન થવું અશપ્રાયઃ છે...આપશ્રીએ શિષ્યો, ભક્તો અને ગુરુદેવોની સાથેસાથે વિરોધીઓના હૃદયને પણ વશ કર્યું હતું. આપશ્રીના વશીકરણ મંત્રો હતા-ન્યાયનિષ્ઠા, વિનયશીલતા અને કરુણા ! દર્શનમોહનીયકર્મના ક્ષૌપશમથી પાવન બનેલા જ્ઞાનાવરણીયકર્મના અદ્ભુત ક્ષયપશ્ચમે આપશ્રીને સર્વોત્તમ ગીતાર્થ બનાવ્યા. જ્ઞાન એવું પામ્યા કે આપશ્રીએ કરેલા શાસ્ત્રાર્થને સફળતાપૂર્વક કોઈ પડકારી શક્યું નિહ અને દર્શનમોહનીયકર્મ તેમજ ચારિત્રમોહનીયકર્મના અદ્ભુત ક્ષીપશર્મ આપશ્રીને અનુપમ સેવિગ્ન બનાવ્યા. શ્રદ્ધા એવી પામ્યા કે ગમે તેવી પાકધમકી અને શેહશરમ, સ્વીકારેલા સત્યને આપશ્રી પાસેથી છોડાવી શકી નહીં. જ્ઞાન-દ્વાના આ મોંધેરા પરેશામાં મઘમઘાટ વેર્યો પ્રવચનલબ્ધિએ ! આપશ્રીનો પૂર્ણ પરિચય એક જ પંક્તિથી પામવો હોય તો ગાતાં રહો પૂજ્યપાદ મહોપાધ્યાયરચિત સમકિત સજ્ઝાયની આ કડી ‘સંવેગરંગતરંગ ઝીલે માર્ગ શુદ્ધ ક્લે બુધા I' અત્યંત વિપરીત વાતાવરણ વચ્ચે શાસ્ત્રીય સત્નો, સંયમર્મ, શુદ્ધર્મવિધિ અને સદ્રવ્યવ્યવસ્થાના સંરક્ષા-સંવર્ધનનાં લગભગ એક્લપંડે આપશ્રીએ કરેલાં અજિત કાર્યો બુદ્ધિની પહોંચની બહાર છે... જયાં બુદ્ધિ જ ન પહોંચી શકે, ત્યાં શબ્દોનું તો શું ગજું ? જીવનના પ્રથમ ઉપદેશથી લઈ અંતિમ માર્ગદર્શન સુધી પ્રત્યેક સ્વ-પર-ઉપકારક વિચાર-વચન-વર્તનમાં સમ્યગ્દર્શન'ની ધરીને અકબંધ જાળવનારા, માટે જ જૈનશાસશિનાજ, તપાગચ્છાધિરાજ, દીક્ષાયુગપ્રવર્તક, ભાવાચાર્યભગવંત જેવાં સેંકડો સાર્થક બિરુદ ધરાવનારા, સદાય જિનાજ્ઞાના ધા૨ક અને વાહક, સુવિશુદ્ધપ્રરૂપક, દર્શનશુદ્ધિધારક, પરમતારક, પરમશ્રદ્ધેય, પરમગુરુદેવ આપશ્રીના વિશુદ્ધ કરકમળોમાં આપશ્રીના દીક્ષાશતાબ્દીવર્ષે સાદર સમર્પણમ્. લિ. - વિજયકીર્તિયશસૂરિ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 564