________________
કર્ણિકાવૃત્તિની વિશેષતા :
પ્રસ્તુત “કર્ણિકા' વૃત્તિમાં મૂળ પદાર્થ હેયાપાદેયાના ઉપજીવનરૂપે જ વિન્યસ્ત કર્યો હોવાનું વૃત્તિકારશ્રીજી સ્વયં જણાવે છે–પૂર્વવિસ્તૃત વૃત્તિમાં મહદ્દઅંશે મૂકાયેલા સંક્ષિપ્ત શૈલીનાં પ્રાકૃત કથાનકોના બદલે સાહિત્યિક સૌષ્ઠવયુક્ત વિસ્તૃતશૈલીનાં સંસ્કૃત કથાનકોની રચના કરીને તેઓશ્રીએ વૃત્તિયુક્ત ગ્રંથને બાળકથી લઈ વિદ્વદ્વર્ગ સુધીના હરકોઈ માટે રસાનુભૂતિનો સુવર્ણકાળ જ જાણે પીરસી દીધો છે.
આ વૃત્તિની ચમત્કૃતિ તો વાચન, મનન અને અન્ય વૃત્તિકારો દ્વારા વર્ણિત તે જ વિષયની તુલનાત્મક પરીક્ષાથી જ અનુભવાય તેવી છે. જ્યારે ગાથાગત પદાર્થ-ઉપદેશને સ્વજીવનમાં જીવી વિરલ અને વિશિષ્ટ આત્મિકસિદ્ધિ પામતા અગર તો એ ઉપદેશની અવગણના કરીને ભીમભવોદધિમાં મજ્જન કરવા ચાલ્યા જતા આત્માઓના પ્રેરક અને બોધક પ્રસંગો જયારે વાચીએ-વિચારીએ છીએ ત્યારે એક અજબની ઝણઝણાટી આત્માના પ્રત્યેક પ્રદેશને સુખાયિત કરી જાય છે.
આમાં જે સંસ્કૃતપદલાલિત્ય, અર્થના ભાર વિનાનું ગૌરવ, ઉપમાઓ અને ઉભેક્ષાઓની પેશલતા અને કુશલતા આવા ઘણાં બધાં સાહિત્યાંગો શ્લોકે શ્લોકે જોઈને થાય છે કે શું મહાકવિ કાલિદાસ, ભારવી અને દંડી જ નહિ પણ એ ત્રણેનેય સંમિલિત બનાવી શિરમોર બનનારા કવિરાજ માઘનો જ શું પુનઃ અવતાર વૃત્તિકારરૂપે થયો છે ! આ ગ્રંથના શ્લોક શ્લોક - ત્રિષષ્ટિકાર કલિકાલસર્વજ્ઞ પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું સંસ્મરણ કરાવે છે. આમાં રસ છે, ધ્વનિ છે, છંદ છે, અલંકારવૈશિસ્ય છે, વૈવિધ્ય છે, મૌલિકતા છે, મધુરતા છે, મસુણતા છે, પ્રાસાદિકતા છે, પ્રાસ છે, અનુપ્રાસ છે અને...એવું ઘણું બધું છે સાથોસાથ કઠિન જણાતી રચનાઓમાં પણ કર્કશતા તો જરા પણ નથી. જે અધ્યાત્મ ઉપરાંત સાહિત્યના રસાસ્વાદીઓનું સંપ્રીણન કરી શકે છે. સંશોધન-સંપાદન અંગે :
મારા ગ્રંથ-સંશોધનાદિના ચાલુ કાર્ય દરમ્યાન “ઉપદેશમાળા-કર્ણિકાનું નામ કેટલીક વાર સાંભળવા-વાચવામાં આવેલું. પ્રશસ્તિસંગ્રહાદિ ઇતિહાસના ગ્રંથમાં પણ આ ગ્રંથની અંતિમ પ્રશસ્તિ છપાયેલી હતી એવો ખ્યાલ છે. બીજી કોઈ વિશેષતા ત્યારે જાણી ન હતી.
ખંભાતમાં પરમશ્રદ્ધેય પરમતારક પરમગુરુદેવશ્રીજીના શિષ્યરત્ન સિદ્ધહસ્તલેખક પૂ.આ. શ્રીવિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો પડછાયો બનીને જીવતા પૂ. ઉપાધ્યાય શ્રીમહિમાવિજયજી મહારાજે “હિતોપદેશ' ગ્રંથનું સંશોધન કરતાં મને જોઈને ત્યાંના શ્રીનીતિવિજયજ્ઞાનભંડારની ઉપદેશમાળા-કર્ણિકાવૃત્તિની પ્રતિ ઉપરથી લખાયેલ એક પ્રેસકૉપી આપી. સંઘને હિતકારી બને એ માટે એનું ય સંશોધનાદિ કરવાનું જણાવ્યું.
એમણે જે લિખંતર કરેલી પ્રેસકૉપી આપી તે એકદમ સુવાચ્ય અને મરોડદાર અક્ષરોમાં લખેલી હતી તે જોતાં જ મને કાર્ય સ્વીકારવાનું મન થયું અને મેં સ્વીકાર્યું પણ ખરું. પણ જેમ જેમ એ પ્રેસકૉપી વાચતો ગયો તેમ તેમ મારી મુંઝવણ વધતી ગઈ. કેમકે પ્રેસકૉપી કરનાર લેખકે પદવિચ્છેદો એવી વિચિત્ર ઢબે કર્યા હતા કે જેથી ન તો એ લખાણ બેસી શકતું અને ન એના ઉપરથી યથાર્થ અર્થબોધ થતો. એટલે તેની મૂળ હસ્તપ્રતિ કઢાવી તેના આધારે નવી પ્રેસકૉપી તૈયાર કરી. જોકે આ મૂળ પ્રતિ પણ ખૂબ જ અશુદ્ધ હતી. તેથી અન્ય હસ્તપ્રતિઓ મેળવીને સંશોધન-સંપાદનને આગળ વધારવાનું નક્કી કર્યું. અન્યાન્ય ભંડારોમાં તપાસ કરતાં કેટલીક હસ્તપ્રતિઓ મળી આવી. તે બધી એકત્ર કરી એના આઈનામાં જોઈ જોઈ શુદ્ધ પાઠનિર્ધારણાદિ કાર્ય પ્રારંવ્યું. સંપાદન-સંશોધનમાં સહયોગી બનેલનું કૃતજ્ઞભાવે સ્મરણ :
કાર્યનો વ્યાપ અને ઊંડાણ જોતાં મારાથી એકલહાથે પહોંચાય તેવું ન હતું. અન્ય-અન્ય શાસનના કાર્યોની જવાબદારીવશ પણ પ્રકાશન લંબાયું. મારી પાસે જ્યારે સમયનો અવકાશ ન રહ્યો ત્યારે પરમતારક, પરમગુરુદેવશ્રીજીના સામ્રાજ્યવર્તી અને પૂ.પ્રવર્તિની સાધ્વીશ્રી રોહિતાશ્રીજી મહારાજનાં શિષ્યરત્ના વિદુષી સાધ્વીજી ચંદનબાળાશ્રીજી મહારાજે મારી એ જવાબદારીને પોતાના શિરે લઈને પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ અમાપ પરિશ્રમ લઈને આ કાર્યને ખૂબ ખૂબ આગળ વધાર્યું. મેટર કંપોજ થયું. એ વખતે પ્રફ-સંશોધન પણ થયું. નવી મળેલી હસ્તપ્રતિઓના આધારે પાઠભેદો નોંધવામાં