________________
25
(૯) ભાંડારકર ઓ.આર. - પૂનાની આ પ્રત છે પ્રત નં. ૯૦, લે.સં. ૧૬૮૧, કુલ પત્રો ૨૪૧-૨૪૨ પૂ. દરેક પૃષ્ઠ ઉપર ૧૫ લિટી છે. અંતિમ પત્ર ૨૪૧ ઉપ૨ ૧૪ લિટી છે. દરેક પત્રો ઉપર અષ્ટકોણાકારમાં વચ્ચે ૪-૪ અક્ષરો લખ્યા છે - સુંદર રીતે તેની ગોઠવણી કરેલ છે. અંતિમપત્ર ૨૪૨ પૂ. ઉપર ૫ લિટીમાં ગ્રંથ લખાવનારની પ્રશસ્તિનો આ રીતે સારાંશરૂપે ઉલ્લેખ છે
-
સં. ૧૬૮૧માં શ્રાવણ સુદ-૬ના હસ્તનક્ષત્રમાં સૌરાષ્ટ્રદેશમાં દ્વીપબંદરના રહેવાસી સોમસી અને શ્રીબાઈના સુપુત્ર સૂરજીએ આ પુસ્તક તપાગચ્છાધિરાજ શ્રીવિજયદેવસૂરીશ્વરના રાજ્યમાં લખાવ્યું છે અને શ્રીકલ્યાણકુશલગણિના શિષ્ય શ્રીદયાકુશળગણિ-તેમના શિષ્ય ભક્તિકુશલગણિને સ્વપુણ્યની પુષ્ટિ માટે વાંચવા અર્પણ કર્યું છે. આ પ્રતની અમે D. સંજ્ઞા
રાખેલ છે.
આ રીતે A. C. D. ત્રણે પ્રતો ભાંડારકર-પૂનાથી પ્રાપ્ત થયેલ છે અને જરૂર જણાઈ ત્યાં આ ત્રણે પ્રતોનો ઉપયોગ કરીને પાઠશુદ્ધિ કરેલ છે અને ત્રણેના પાઠભેદો પણ નોંધ્યા છે.
નવ હસ્તપ્રતોનો સંક્ષિપ્ત પરિચય
ભંડાર
હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર-પાટણ
પ્રતનંબર
પ્રત નં.૨
સંજ્ઞા
P.
B.
KH. પોથી ૪૫૪/પ્રત ૩૬૬૩
L.
૬. ૧૧૦૫૭
H.
*. ૧૦૩૫૧/ડા.૨૨૨
K.
૪. ૧૧૯૮૭
A.
પ્રત નં. ૧૧૦૩
D.
પ્રત નં. ૯૦
C.
પ્રત નં. ૨૬૯
લે.સં.
સંભવિત ૧૪મો સૈકો
સં. ૧૪૭૦
સં. ૧૪૭૮
સં. ૧૫૩૮
સં. ૧૫૪૭
સંભવિત ૧૬મો સૈકો
સં. ૧૫૬૬
સં. ૧૬૮૧
સંભવિત ૧૭મો સૈકો
નીતિવિજય જૈનપુસ્તકાલય-ખંભાત લાલભાઈ દલતપભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર લહેરુવકીલ જૈનજ્ઞાનભંડાર-પાટણ કૈલાસસાગરસૂરિજ્ઞાનમંદિર-કોબા ભાંડારકર - પૂના
ભાંડારકર - પૂના
ભાંડારકર - પૂના
આ પ્રતો અમને હેમચંદ્રાચાર્યજ્ઞાનભંડાર-પાટણ, નીતિવિજયપુસ્તકાલય-ખંભાત, લાલભાઈ દલપતભાઈ ભારતીયસંસ્કૃતિ વિદ્યામંદિર - અમદાવાદ, કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર - કોબા તથા ભાંડારકાર ઓ.આર. ઇન્સ્ટિટ્યૂટ-પૂનાથી પ્રાપ્ત થયેલ છે. ગ્રંથાલયોના સદુપદેશક સર્વે પૂજ્યો, વહીવટદારો અને મેળવી આપનારા સુશ્રાવકોની શ્રુતભક્તિની અમે અનુમોદના કરીએ છીએ. શ્રુતભક્તિમાં કરેલ સહાયનિમિત્તે આભાર દર્શાવીએ છીએ.
- સંપાદક
-