________________
સંપાદન-સંશોધનકાર્ય માટે ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતોનો પરિચય
સંપાદન-સંશોધનનું આ કાર્ય હાથ ઉપર લીધા પછી અલગ-અલગ જ્ઞાનભંડારોમાંથી અમને ઉપદેશમાલા કર્ણિકા'વૃત્તિની કુલ નવ હસ્તપ્રતો પ્રાપ્ત થયેલ છે અને તે નવે પ્રતોનો આ સંપાદન-સંશોધનકાર્યમાં ઉપયોગ કરેલ છે.
(૧) શ્રી હેમચંદ્રાચાર્યજૈનજ્ઞાનભંડાર-સંઘવી પાડાનો ભંડાર-પાટણની તાડપત્રીય પ્રત છે. અમને પ્રાપ્ત થયેલ નવે પ્રતોમાં સૌથી પ્રાચીન આ પ્રત છે, પરંતુ આ પ્રત જીર્ણ-ખંડિત છે વિ.સં. ૨૦૫૮માં નાકોડાતીર્થમાં આગમસંશોધક મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા. દ્વારા કરાવેલ આચાર્ય હેમચંદ્રસૂરિજ્ઞાનમંદિર-પાટણની ઝેરોક્ષ પ્રતની પણ ઝેરોક્ષ નકલ કૈલાસસાગરસૂરિજ્ઞાનભંડાર - કોબાથી અમને પ્રાપ્ત થયેલ છે.
આ પ્રતમાં ઉપર કુલ પત્ર-૨૫૭ જીર્ણ ડા. ૨ આ રીતે લખેલું છે. આ પ્રત જીર્ણ થયેલ હોવાથી આદિનો ભાગ નથી ગાથા-૧માં વચનાતિશયનું વર્ણન છે ત્યાંથી પાઠ મળે છે - અતિશયઐતોપુરુત્વાક્ વવનતિશય તિ... અંતે ગાથા ૩૨૯ સુધીનો પાઠ મળે છે. ઝેરોક્ષ નકલમાં ૨૪૦ પેજ નંબર સુધીનું લખાણ છે. તેમાં પણ વચ-વચમાં અમુક પત્રો પ્રાપ્ત થતાં નથી. ખંડિત પ્રત હોવાથી ઘણા સ્થાનોમાં અનુસંધાન થઈ શક્યું નથી. દરેક પત્ર ઉપર ૫ થી ૬ પંક્તિઓ લખેલી છે અંતિમ પ્રતિલેખન સંવત-પુષ્પિકા વગેરે આ પ્રતના મળ્યાં નથી. સંભવિત ૧૪મા સૈકામાં લખાયેલી આ પ્રત લાગે છે. આ પ્રતમાંથી ઘણા શુદ્ધપાઠો મળ્યાં છે તેથી સંપાદનમાં આ તાડપત્રીયપ્રત ઘણી ઉપયોગી બનેલ છે. આ પ્રતની અમે P. સંજ્ઞા આપેલ છે.
(૨) આ પ્રતનો લે.સં. ૧૪૭૦ છે, પત્રો ૨૪૯-૨૫૦ પૂર્વાર્ધ છે. દરેક પત્ર ઉપર ૧૪ પંક્તિઓ છે અંતિમપત્ર ૨૫૦ પૂર્વાર્ધ ઉપર ૯ પંક્તિઓ છે. દરેક પત્ર ઉપર મધ્યમાં ચોરસમાં ગોળ ચંદ્રક આપેલ છે. ઉપરોક્ત તાડપત્રીય પ્રત પછી અમને પ્રાપ્ત થયેલ બીજી આઠ પ્રતોમાં સૌથી પ્રાચીન અને બીજી સાતપ્રતોની અપેક્ષાએ ઘણી શુદ્ધવાચનાવાળી આ પ્રત છે. આજથી લગભગ ૧૭ વર્ષો પૂર્વે આ પ્રતની ઝેરોક્ષ નકલ મળેલ હોવાથી તે અંગે કયા જ્ઞાનભંડારમાંથી આ પ્રત મળી છે તેની નોંધ ન હોવાથી એ માહિતી આપી શકાતી નથી. પ્રતની ઝેરોક્ષનકલ ઉપર કોઈ ભંડારનું નામ કે ક્રમાંકનંબર કશું નોંધેલું નથી. આ પ્રત શુદ્ધપ્રાયઃ હોવાથી અને સંપૂર્ણ હોવાથી સંપાદનમાં આ પ્રત વધુ ઉપયોગી બનેલ છે. ગ્રંથના અંતે આ પ્રતમાં પુષ્પિકા પ્રાપ્ત થાય છે તે અમે વાચનામાં આપેલ છે - “વી રાખ્યું પ્રથમં વાર"...પુષ્પિકાના આ શ્લોકમાં પૂ.આ.નન્નસૂરિમ.નો ઉલ્લેખ છે - સંવત્ ૧૪૭૦માં જેઠ વદ-૧૦-બુધવારના સ્તંભનતીર્થમાં મહારાજાધિરાજ મુલતાન શ્રીઅહિમ્મદના રાજ્યમાં શ્રીવૃદ્ધતપાપક્ષમાં શ્રીજયશેખરસૂરિશિષ્ય શ્રીજિનરત્નસૂરિના અભ્યાસ માટે આ પ્રતિ લખાયેલી છે. આ પ્રતની અમે B. સંજ્ઞા આપેલ છે. ગ્રન્થાત્ર ૩૭૧૪, સર્વગ્રન્થા ૧૨૨૭૪ છે.
(૩) શ્રી જૈનશાલા સ્થાપિતનીતિવિજયજૈનપુસ્તકાલય મુ. ખંભાતની આ પ્રત છે. પોથી ૪૫૪ પ્રત ક.૩૬૬૩ છે. લે.સં. ૧૪૭૮ છે. કુલ પત્ર ૪૦૫ છે દરેક પૃષ્ઠ ઉપર ૯ પંક્તિઓ છે, વચ્ચે ચોરસ ખાલી જગ્યા રાખેલ છે. અક્ષરો સુવાચ્ય
મોટા છે પરંતુ સંપૂર્ણ પ્રતમાં ઘણી અશુદ્ધિઓ છે. - અંતિમ પત્ર ઉપર પ્રતિલેખકની આ પ્રમાણે પ્રશસ્તિ છે સં. ૧૪૭૮માં ભાદરવા સુદ-૧૩ને રવિવાર, વસુનક્ષત્રમાં પિપ્પલગચ્છમાં શ્રીગુણદેવસૂરિએ આ પ્રત લખેલ છે. એક બાજુ હાંસીયામાં આડી લાઈનમાં આ રીતે ઉલ્લેખ છે -
श्रीक्षणमायुक्षेम० श्रीवीरप्रभसूरि ।। ગ્રંથાગ્ર ૩૭૧૪, સર્વગ્રંથાગ ૧૨૦૨૭ છે. આ પ્રતની KH. સંજ્ઞા રાખેલ છે.
સંપાદકીય લખાણમાં જણાવ્યા મુજબ આ પ્રત ઉપરથી લિવ્યંતર કરેલી પ્રેસકોપી અમને મળેલ. પ્રેસકોપી કરનારે પદચ્છેદો વગેરે બરાબર કરેલ નહીં તેથી એ લખાણ ઉપયોગમાં આવ્યું નહીં. ફરી આ પ્રતની મૂળ હસ્તપ્રત મેળવી એના આધારે વાચના તૈયાર કરી આમ છતાં લહીયાની ભૂલના કારણે અનેક અશુદ્ધપાઠો, ખંડિતપાઠો આ પ્રતમાં હોવાથી એ વાચનાના આધારે મેટર કંપોઝ કરાવી જ્યારે સંશોધનનું કાર્ય પ્રારંવ્યું ત્યારે અન્ય પ્રતિઓની આવશ્યકતા જણાઈ ત્યારપછી બીજી પ્રતો માટે તપાસ કરાવતાં અન્ય અન્ય જ્ઞાનભંડારોમાંથી તાડપત્રીય સહિત કુલ ૫ પ્રતોની ઝેરોક્ષ નકલો પ્રાપ્ત થઈ અને છેલ્લે હમણાં બે વર્ષો પૂર્વે પૂના-ભાંડારકરની ૩ પ્રતોની ઝેરોક્ષ નકલો પ્રાપ્ત થઈ. સંપૂર્ણ વાચના ફરીથી તાડપત્રીય અને