________________
21
"स्तुत्यस्तस्याः प्रभावोऽयमुत त्रिजगतीगुरोः । अथोभयस्य कुल्माषा: पणोऽजनि शिवस्य यत् ॥१०८४॥ केनापि कृतिना ज्ञाता सिद्धान्नस्यापि बीजता । सिद्धत्वफलदा क्षेत्रे पुण्यवल्ली यतो भवेत् ॥१०८५॥ दीप्ते माषाहुतीर्दत्त्वा तपोहुतभुजि प्रभोः । विपन्मयीं निजग्राह शाकिनी सा नरेन्द्रसूः ॥१०८६॥"
ચંદનાએ પ્રભની દીક એવી તપરૂપી અગ્નિમાં અડદના બાકળાની આહુતિ આપીને વિપત્તિરૂપી શાકિનીને વશ કરી. છેલ્લે કવિવર શ્રીઉદયપ્રભસૂરિમહારાજ વીરજિનચરિતના અંતિમ શ્લોકમાં કહે છે કે પરમાત્મા વીરની જેમ મહાસાધુઓએ પણ પરીષહ-ઉપસર્ગસહન કરવામાં નિષ્પકંપ આશયવાળા થવું જોઈએ -
"इत्थं निष्ठुरदुष्करे तपसि वा सृष्टेषु दुष्टैर्जनैः । दुर्वृत्तेषु तितिक्षयाऽथ भगवान् वीरोऽतिधीरो यथा ॥ किं चात्युग्रमहोपसर्गपवनास्कन्दैरकम्प्राशयः । प्राज्ञैस्तद्वदिहापरैरपि सदा भाव्यं महासाधुभिः ॥११९०॥"
પ્રથમજિન અને ચરમજિનના ચરિત્રમાંથી નમૂનારૂપે બે વાનગીનો આસ્વાદ વર્ણવ્યો છે. ગ્રંથના પ્રત્યેક કથાનકો વિવિધતાસભર છે તેના અંશોનું પણ વર્ણન કરીએ તો એક સ્વતંત્ર પુસ્તક બની જાય તેવું છે.
શ્રીવજસ્વામીના કથાનકમાં ગૌતમસ્વામી અષ્ટાપદપર્વત ઉપર જાય છે અને ત્યાં ચોવીસ જિનની જે સ્તુતિ કરે છે તે ઉપજાતિવૃત્તાષ્ટક આપેલ છે. (શ્લોક ૧૯થી ૨૬ પૃ. ૧૪૭).
ગાથા - ૧૭૯ની ટીકામાં આપેલ મરુદેવીનું દષ્ટાંત “મરુદેવીસ્તોત્રમ'રૂપે વસંતતિલકાષ્ટક કવિએ રચ્યું છે (શ્લોક ૧થી ૮ પૃ. ૩૩૩).
ગાથા - ૧૮૦માં જણાવેલ ચાર પ્રત્યેકબુદ્ધના દષ્ટાંતો ૭૧૨ શ્લોકોમાં વિશાળ રીતે આપ્યાં છે. ગાથા - ૧૯૧માં મથુરામંગુકથાનક ઉપજાતિછંદના ૨૦ શ્લોકમાં આપેલ છે. (શ્લોક ૧થી ૨૦ પૃ. ૩૭૦)
ગાથા - ૧૫૩માં જંબુસ્વામિચરિત ૮૪૩ શ્લોકોમાં વિસ્તૃત રીતે વર્ણવેલ છે એનો અંતિમ શ્લોક શાલિની છંદમાં છે. સંપાદન અંગે :
સંપાદકીય લખાણમાં જણાવ્યા મુજબ આજથી ૧૬/૧૭ વર્ષો પૂર્વે આ ગ્રંથનું કાર્ય પ્રારંવ્યું હતું. પ્રવચનપ્રભાવક પૂ.આ. શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજની શુભભાવનાનુસાર હિતોપદેશગ્રંથમાલાના કાર્યની પૂર્ણાહુતિ પછી આવી ૧૩મા સૈકાની શ્રેષ્ઠ અપ્રકાશિત કૃતિના સંશોધનનો અવસર પ્રાપ્ત થયેલ, તે વખતે મેટર જે કંપોઝ થયેલું હતું તે પ્રથમ પ્રૂફનું કાર્ય પ્રારંવ્યું, લિટીએ લિટીએ અનેક અશુદ્ધ પાઠો, ત્રુટિત પદચ્છેદો, ખંડિત સમાસો આ બધું દષ્ટિગોચર થવા લાગ્યું, આમ છતાં સંપૂર્ણ ગ્રંથની ટીકા તો એક વાર શુદ્ધ કરી પરંતુ કથાનકો ક્લિષ્ટ પ્રાસાનુપ્રાસવાળા હોવાથી પદચ્છેદો વગેરેના જોડાણ માટે અન્ય પ્રતિઓની આવશ્યકતા જણાઈ તે વખતે ફક્ત એક પ્રતિ ખંભાતની KH. શરૂઆતમાં સામે હતી તે પ્રતિમાં પણ અનેક અશુદ્ધ પાઠો, ભ્રષ્ટપકો વગેરે દૃષ્ટિગોચર થવાથી પૂ.આ.શ્રીને વાત કરી અને તેઓશ્રીના પ્રયત્નથી બીજી ચાર પ્રતિઓ જેની સંજ્ઞા B. L. H. K. આપેલ છે તે પ્રાપ્ત થઈ. ૫. અમૃતભાઈ પટેલના સહયોગથી ફરીવાર બીજું પ્રૂફ ચાર પ્રતિઓના આધારે શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો અને મેળવ્યું, શુદ્ધપાઠો વાચનામાં લઈ અન્ય પ્રતિઓના પાઠભેદો કેટલાક નોંધ્યા. ૫૦% જેવું શુદ્ધિકરણનું કાર્ય આ બીજા પ્રફમાં થયું. એ ચાર પ્રતિઓમાં પણ B. સિવાયની ત્રણે પ્રતિઓમાં ઢગલાબંધ અશુદ્ધિઓ રહેલી હતી તેથી કાર્ય ઊભું રાખ્યું અને હજુ બીજી પ્રતિઓ માટે તપાસ કરવા જણાવ્યું, તે અંગે તપાસ કરતા પાટણ -સંઘવીપાડાની ડા.૨ની તાડપત્રીય પ્રત છે એમ જાણ થઈ તેથી એ પ્રતિની ઝેરોક્ષ નકલની પણ ઝેરોક્ષ નકલ કોબાથી પ્રાપ્ત થઈ. કુલ હવે ૬ પ્રતિઓ થઈ, ૬ પ્રતિઓમાંથી પાઠભેદો નોંધવા-તાડપત્રીયના આધારે વાંચના મેળવવી આ બધું એકલા હાથે અશક્ય પ્રાય: જણાયું અને વધુ માંદગીમાંથી પસાર થવાનું બન્યું તેથી અતિ પરિશ્રમસાધ્ય કાર્ય જણાવવાથી કાર્ય આગળ વધી ન શકર્યું. બે પૂફોનું જે વાચન કરેલું અને પાઠભેદો નોંધેલા તે એમને એમ પડ્યા રહ્યા.
ફરી વર્ષો પછી આ કાર્યનો અવસર સાંપડ્યો. પૂ.આ.શ્રી અમદાવાદ પધાર્યા અને પરમારાધ્ધપાદશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની દીક્ષાશતાબ્દીનો અવસર આવ્યો. આ અવસરે આ ગ્રંથને પ્રકાશિત કરવાની ભાવના વ્યક્ત કરી અને કહ્યું કે કર્ણિકાનું કાર્ય હવે આગળ વધારો. મેં કહ્યું કે આપ મને છ પ્રતિના પાઠભેદો નોંધાવી આપો. તો એના આધારે અશુદ્ધપાઠોનું શુદ્ધિકરણ થઈ શકે તેથી આ કાર્ય અંગે પૂ.આ.શ્રીએ પાલિતાણા ચાતુર્માસમાં પોતાની ભાવના વ્યક્ત કરી અને પૂ.સાધ્વીજીશ્રી ત્રિલોચનાશ્રીજીમ.ના શિષ્યરત્ના સ્થવિરા સા. શ્રી જયમાલાશ્રીજીમ.ના પરિવારના એક સાધ્વીજીમહારાજે એ કાર્ય સહર્ષ સ્વીકાર્યું. તાડપત્રીય સહિત કુલ ૬