________________
20
**
‘અત: શમસુધા≤ ! પુન્ડરી ! ત્વયામ્યતામ્ । અસ્મિન્ ધાધરે સિદ્ધિતોનુમૈ: સાધુમિ: સમમ્ ॥૬૩૨।।''
સ્વશિષ્ય માટે ‘શમસુધા′' આ વિશેષણનો પ્રયોગ પ્રભુની પરમોચ્ચકક્ષાને સૂચવે છે અને શિષ્યે પણ કેવી સમતા આત્મસાત્ કરી હશે કે ત્રણલોકના નાથ પ્રભુ આવા વિશેષણથી તેમને નવાજે છે. પ્રભુના વચનથી પુંડરીકસ્વામી અનેક સિદ્ધિકાંક્ષી સાધુઓ સાથે શત્રુંજયગિરિ ઉપર અનશન સ્વીકારે છે અને ચૈત્ર સુદ-૧૫ના પુંડરીકસ્વામીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે વખતે પુંડરીકાદ્રિ ઉપર ભરતમહારાજા આવે છે તેનું વર્ણન સુંદર પ્રાસવાળા શ્લોકથી કવિએ કર્યું છે "मुमुक्षुपुण्डरीकस्य पुण्डरीकस्य निर्वृतौ । नृपुण्डरीको भरतः पुण्डरीकाद्रिमागमत् ॥६४७॥” ભરતમહારાજા ત્યાં રત્નમય ચૈત્ય કરાવે છે અને પુંડરીકસ્વામીની મૂર્તિ સહિત યુગાદિ જિનનાથની પ્રતિમા ભરાવે છે, તે ચૈત્યનું વર્ણન અતિસુંદર ઉપમા દ્વારા કવિ વર્ણવે છે -
" तत्र रत्नमयं चैत्यमुदितं मुदितो व्यधात् । उदयाद्रिशिरशुम्बिरविबिम्बविडम्बकम् ॥६४८॥ जितस्तेनैव चैत्येन प्रभया सुरभूधरः । प्रस्वेदबिन्दुसन्दोहं धत्ते तारावलिच्छलात् ॥६४९॥" ત્યારપછી પ્રભુ પોતાનો નિર્વાણકાળ નજીક જાણીને દસ હજાર સાધુઓ સાથે અષ્ટાપદપર્વત ઉપર જાય છે. ત્યાં પ્રભુ અનશન સ્વીકારે છે ૬૬૩થી ૬૭૦ શ્લોકોમાં મન, વચન, કાયાના યોગોનું રુંધન, શૈલેશીકરણ વગેરે પ્રક્રિયા દ્વારા પ્રભુના નિર્વાણનું અનુપમ વર્ણન કરેલ છે. બીજા પણ ૧૦ હજાર મહાત્માઓ ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરીને પ્રભુની જેમ મુક્તિને પામ્યા. આદિજિનચરિતનો અંતિમ શ્લોક માલિની છંદમાં રોચક આપેલ છે -
"प्रथममयमुदारां प्राप्य सम्यक्त्वलक्ष्मीम्, तदनु मनुजवर्गस्वर्गसाम्राज्यलक्ष्मीम् ।
अथ निरुपमसम्यग्ज्ञानचारित्रलक्ष्मीम्, त्रिभुवनपतिराप श्रेयसी शर्मलक्ष्मीम् ॥६७१॥" આ રીતે ત્રિભુવનપતિ શ્રેયઃકારી એવી મોક્ષલક્ષ્મીને પામ્યા.
મહાવીરજિનચરિતમાં વી૨૫રમાત્માના ૧થી ૨૭ ભવોનું વર્ણન, પ્રભુની ૧૨ા વર્ષની ઘોર સાધનાનું વર્ણન, પ્રભુની મોક્ષપ્રાપ્તિપર્યંતનું વર્ણન ૧૧૯૦ શ્લોકોમાં અત્યંત સંવેદના પ્રગટાવે છે તો ચિત્તને પરિપ્લાવિત પણ કરે છે અને પ્રભુ પ્રત્યે અત્યંત અહોભાવ જન્માવે છે. ૨૫મા ભવમાં જિતશત્રુરાજાનો પુત્ર યુવરાજ નંદન વૈરાગ્યરૂપી જળથી સીંચાયેલો હોવાથી જન્મથી ૨૪ લાખ વર્ષ વીત્યા પછી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા સ્વીકારે છે. ૧ લાખ વર્ષ સુધી સુખ-દુઃખમાં સમાન રહીને તપ તપે છે. વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકરનામકર્મ ઉપાર્જ છે. શ્લોક-૧૭૩થી ૧૭૯ આ વર્ણન કરીને ત્યારપછી કવિવરે શ્લોક ૧૮૦થી ૨૫૭માં નંદનઋષિની અંતિમ દશધા આરાધનાનું વર્ણન વિશિષ્ટ રીતે કર્યું છે, તેમાં પાંચ નમસ્કારનું માહાત્મ્ય બતાવતાં કવિ જણાવે છે કે,
"पञ्चाननवधूः पञ्चपरमेष्ठिनमस्कृतिः । विपद्विपान्निपात्योच्चैरत्रामुत्रापि त्रायते ॥ २५२ ॥
अवसाने मुनीशानां सर्वपूर्वविदामपि । समग्रमंहः संहर्तुं नमस्कारः परं क्षमः ॥ २५३ ॥
तीक्ष्णदात्री विपद्वल्लेः संप्रदात्री च सम्पदाम् । सा हि पुण्यश्रियां धात्री परमेष्ठिनमस्कृतिः ॥२५४॥
भावतः स्मरतः पञ्चपरमेष्ठिनमस्कृतिम् । यस्य प्राणाः प्रतिष्ठन्ते मृतोऽपि हि स जीवति ॥ २५५॥" ભાવથી પંચપરમેષ્ઠિના સ્મરણનું મહત્ત્વ અહીં કવિએ સૂચવ્યું છે અને પછી કહ્યું છે કે આ દસ પ્રકારની આરાધના મહોદયને કરનારી છે. (પ્રત્યેક આત્માર્થીએ અવશ્ય આ દશધા આરાધના વાંચીને ભાવન કરવા યોગ્ય છે. પુણ્યપ્રકાશના સ્તવનમાં વર્ણવેલી દશધા આરાધનાના મૂળ બીજકો અહીં સંપ્રાપ્ત થાય છે.)
ચંદનામહાસતીના પ્રસંગના વર્ણનમાં માથે મુંડી, પગમાં બેડી, છટ્ઠતપારિકા ચંદનાને છઠ્ઠ તપના પારણે સૂપડાના ખૂણે અડદના બાકુળા ભોજન માટે આપીને ધનાવહશ્રેષ્ઠી બેડી તોડનારને બોલાવવા જાય છે તે વખતે ચંદના વિચારે છે કે સંવિભાગ કર્યા વગર કેવી રીતે ભોજન કરું ? બહાર દૃષ્ટિ કરે છે જગપૂજ્ય પ્રભુ વિચરતાં વિચરતા ચંદનાના આંગણે પધારે છે. પ્રભુને જોઈને ચંદનાએ જે સ્તુતિ કરી છે તે સ્તુતિના શબ્દો પરમ આહ્લાદની અનુભૂતિ કરાવે છે (શ્લોક-૧૦૬૭થી ૧૦૭૮)
ચંદના પ્રભુના કરમાં અડદના બાકુળા વહોરાવે છે ત્યારપછી શ્લોક ૧૦૮૪થી ૧૦૮૬માં વિના ઉદ્ગારો જે નીકળે છે તે અતિસુંદર છે -