Book Title: Updeshmala
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ સંપાદકીય તીર્થકરભગવંતોનો ઉપદેશ : અનંતદુઃખમય સંસારથી છોડાવી અનંતસુખમય મોક્ષને પમાડવા માટે જૈનશાસનની સંસ્થાપના થયેલી છે. અનંત તીર્થકરોએ સમયે સમયે આ જૈનશાસનની સંસ્થાપના કરી જીવોના શાશ્વત સુખનો સ્રોત સંજીવન રાખ્યો છે. શ્રી તીર્થંકરભગવંતોનો ઉપદેશ જૈનસંઘનું સંચાલક બળ બન્યું છે. આ ઉપદેશવાક્યોને જ જૈનપ્રવચન, આપ્તવચન, જિનાજ્ઞા, સિદ્ધાંતવાણી, આગમશાસ્ત્ર અગર ઉપદેશ જેવા ભિન્ન-ભિન્ન નામે ઓળખવામાં આવે છે. એના સંગ્રહરૂપ ગ્રંથો પણ તે તે નામથી ઓળખાય છે. જગતમાં જે ચાર પુરુષાર્થ કહેવાય છે, તેમાંથી અર્થ અને કામ આ બે પુરુષાર્થો કેવળ નામના જ પુરુષાર્થો છે. વાસ્તવમાં જોતાં એ અનર્થકારી છે. આમ છતાં અનાદિકાળના અશુભ સંસ્કારોના કારણે જગતના મોટા ભાગના જીવોની એ અર્થ-કામમાં પ્રવૃત્તિ કોઈ પણ ઉપદેશ વિના સહજ થતી રહે છે. જ્યારે મોક્ષ પુરુષાર્થ અને મોક્ષ માટેના અસાધારણકારણરૂપ ધર્મપુરુષાર્થને આચરવા માટે જીવને કોઈક ઉપદેશની જરૂર પડે છે. બંધ મશીનરીને ચાલુ કરવા માટે જેમ ઈલેક્ટ્રિક કરંટનો એક સ્પર્શ કાફી થઈ પડે છે તેમ સુયોગ્ય ઉપદેશવાક્ય પણ ભવ્યજીવને મોક્ષાર્થ ધર્મપુરુષાર્થ માટે પ્રેરવા સમર્થ બને છે. આ જ કારણથી અનંત કરુણાના નિધાન એવા શ્રીઅરિહંત પરમાત્માઓ, તેઓશ્રીના ચરણને અનુસરનારા શ્રીગણધરભગવંતો અને એ પટ્ટપરંપરામાં થયેલા સુવિહિત આચાર્ય, ઉપાધ્યાય અને સાધુભગવંતો પણ ભવ્યાત્માઓના ભવનિસ્તાર અને ભાવવિસ્તાર માટે ઉપદેશામૃતનો અવિરત વરસાદ કરતા રહે છે. ઉપદેશમાલા ગ્રંથરચનાકાર અને ગ્રંથરચનાનો હેતુ : આવા ઉપદેશવાક્યો કે હિતવાક્યોના સંગ્રહરૂપ પ્રાચીનતમ ગ્રંથોમાંનો એક ગ્રંથ છે “ઉપદેશમાળા.” “ઉવએસમાલા” એનું પ્રાકૃત નામ છે. ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીરપરમાત્માના સ્વહસ્તદીક્ષિત શિષ્યો પૈકીના એક પૂ. શ્રી ધર્મદાસગણિક્ષમાશ્રમણજી' કે જેઓશ્રી અવધિજ્ઞાની અને પૂર્વધર મહાત્મા હતા તેઓશ્રીએ આ ગ્રંથની રચના કરી છે. પૂર્વકાલીન રાજ્યાવસ્થાનો ત્યાગ કરીને તેઓ પરમવૈરાગ્યથી પ્રભુ વીર પાસે વિરતિધર બન્યા હતા અને એની વિશુદ્ધિના કારણે પૂર્વગત શ્રુત તેમજ અવધિજ્ઞાનની સંપત્તિ પામ્યા હતા. ઉપદેશમાળાગ્રંથની સંરચનાનો હેતુ પૂર્વાવસ્થાના પુત્ર-રાજા રણસિંહને અર્થ-કામના કલણમાંથી બહાર કાઢી ધર્મમહેલમાં સ્થાપિત કરી મુક્તિના પંથે પ્રગતિશીલ કરવાનો હતો. જૈનશાસનમાં “ક્ષમાશ્રમણ' વિશેષણ પૂર્વધર મહર્ષિ માટે પ્રયોજાય છે, એથી તેઓશ્રીજી પૂર્વધર હતા તે નક્કી થાય છે, તો વળી ટંકશાળી વચનમુદ્રાના સ્વામી પૂ.મહોપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજે તેઓશ્રીના વચન માટે “શ્રુતકેવલી જણાવે છે એમ કહી તેઓશ્રીના શ્રુતબોધને ચૌદ-ચૌદ પૂર્વ સુધી વિસ્તાર છે. “શ્રુતકેવલી' વિશેષણ ચૌદપૂર્વધર ભગવંતો માટે વપરાય છે - એ પ્રસિદ્ધ છે. અનેક ગ્રંથકારો આ ઉપદેશમાળા' મહાગ્રંથને “આગમ' સમાન પણ ગણાવે છે. ઉપદેશમાળા મહાગ્રંથ, સાધનાજીવનમાં કેવું સમર્થ આલંબન પૂરું પાડે છે તે તો તેની પંક્તિએ પંક્તિઓ પથરાયેલી પરમાર્થપરાગને કોઈ શ્રત-ચારિત્રધર્માનુરાગી ભ્રમર એકત્ર કરી એની સુમધુર૫ તેમજ સોડમના આધારે પરમપદની પરમસુખાસિકાનો સતત અનુભવ કરે ત્યારે જ ખબર પડે. “આનંદ કી ગત આનંદઘન જાને,” અને “જિનહિ પાયો હિનહિ છિપાયો.” જેવી અનુભવજ્ઞાનીઓની વચનપંક્તિઓ ત્યાં સાર્થક બને છે. ઉપદેશમાળા મહાગ્રંથમાં મોક્ષમાર્ગના જીવવિશેષને અનુસારે ઉપદેશેલા બે ઉપાયો : સાધુધર્મ અને શ્રાવકધર્મને અણિશદ્ધ-નિરતિચાર-નિર્દોષપણે આચરી આત્મવિકાસને નિર્વિઘ્ન અને વેગવંતો બનાવવા માટેનાં સાધના સૂત્રો ઝળકતા આધ્યાત્મિક મૌક્તિકો રૂપે બિરાજમાન છે. સુવિહિત સાધુભગવંતોનો સમાગમ જ્યારે ઉપલબ્ધ ન હોય ત્યારે બુદ્ધિદારિકા અગર કલ્યાણમિત્રની જેમ હાથ પકડીને સન્માર્ગે ચલાવવાનું કામ સંભાળનાર “ઉપદેશમાળા” સુશ્રાવક વર્ગ માટે પરમ હિતકર બને છે. શ્રાવકના પાક્ષિકાદિ અતિચારસૂત્રમાં “ઉપદેશમાળા” ગ્રંથનો સમુલ્લેખ એનો સૂચક છે અને ખૂબ પ્રાચીન પરંપરા દ્વારા આ મહાગ્રંથની ઉપાદેયતાનો એ પરિચાયક પણ છે. માંડવગઢના મહામંત્રી પેથડશા રાજદરબારે જતા ત્યારે હાથીની અંબાડી પર “ઉપદેશમાળા'ની પ્રતિ રાખી એમાંથી ગાથાઓ ગોખતા. રાજસભામાં પણ સમયાવકાશ પામી આ ગ્રંથનો સ્વાધ્યાય કરતા. શાસનની આરાધના, પ્રભાવના અને સુરક્ષાનાં શુદ્ધ બીજકો આમાંથી પદે પદે સાંપડે છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 564