________________
શ્રી જૈનશાસનમાં બહુમતિ કે સર્વાનુમતિને સ્થાન નથી. શાસ્ત્રમતિનું જ મહત્વ છે આવું નવોપક્ષ વારેવારે કહેતો હોય છે એટલે એમને મારે પૂછ્યું છે...
આ શાસ્રમતિ એટલે શું ?
કેમ આવો પ્રશ્ન કરો છો ? શાસ્રવચનો એ શાસ્ત્રમતિ... ભાગ્યશાળી ! શાસ્રવચનો તો પુદ્ગલાત્મક હોવાથી એ કાંઇ શાસ્ત્રમતિરૂપ નથી.
તો શાસ્ત્રવચનો પરથી મળતો અર્થ બોધ એ શાસ્ત્રમતિ...આ અર્થનોધ કોણ કરે ? ... 'કેમ ? ગીતાર્થ મહાત્માઓ કરે...'આ તમે કહો છો કે નવો પક્ષ કહે છે ? કારણકે ગીતાર્થ મહાત્માઓ કરતાં પણ કોર્ટના જજ વધારે સાચો અર્થ કરી શકે એવી નવા પક્ષની માન્યતા છે, નહીંતર વાતવાતમાં કોર્ટમાં કેસ શા માટે કરવો પડે ? (માટુંગા,વડોદરા – સુભાનપુરા,અમદાવાદ– ગીરધરનગર... વગેરેમાં કરેલા કેસ જોવા. ) આવું ઘણા સુજ્ઞોમાને છે, અસ્તુ...!!!
પણ ગીતાર્થોને થતો બોધ એ જ જો શાસ્ત્રમતિ છે. . તો એનો અર્થ એ થયો કે શ્રી જૈનશાસનમાં ગીતાર્થમતિ એ સૌથી વધારે મહત્વની છે, અને ગીતાર્થોમાં ક્યારેક અર્થઘટનમાં મતભેદ પડે તો બહુમતિ ગીતાર્થોનો જ નિર્ણય માનવાનો રહે.
(જેમ કાયદાની કલમના અર્થઘટન વગેરેમાં જજની બેંચમાં મતભેદ થાય તો બહુમતિ જજનો નિર્ણય માન્ય બને છે. તેમ..) માટે, શ્રી જૈનશાસનમાં ગીતાર્થોની સર્વાનુમતિ થાય તો પ્રથમ નંબર, નહીંતર ગીતાર્થોની બહુમતિ જ મહત્વની છે એ સ્પષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org