Book Title: Tathagatni Vishishtatano Marm Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ તથાગતની વિશિષ્ટતાના મમ [ ૬૫ઢ જ સાથે આખા ભારતમાં અને દુનિયાભરમાં ગુજે એ એક નવા જમાનાની અપૂર્વ સિદ્ધિ જ છે. જે યુદ્ધનું વ્યક્તિત્વ આવું છે તે એ જાણવાની આકાંક્ષા સહેજે થઈ આવે છે કે યુદ્ધની એવી કઈ વિશેષતા છે, જે તેમને બીજા મહાન આધ્યા ત્મિક પુરુષોથી જુદા તારવી આપે? બુદ્ધના જીવનમાં, તેમના વિચાર અને આચારમાં, અનેક ખાખતા એવી છે કે જે તર્ મહાન ધર્મ પુરુષોના જીવનમાં અને વિચાર-આચારમાં પણ જોવા મળે છે. પણ થોડીક છતાં તરત નજરે તરી આવે એવી વિશેષતા તે બુદ્ધના જીવમાં જ વચાય છે. એ વિશેષતાઓને જો બરાબર સમજી લઈ એ તે! ખુદ્દના જીવનનું અને એમના વ્યક્તિત્વનું ખરું હાર્દ ધ્યાનમાં આવે. તેથી આ સ્થળે એ બાબત જ થોડાક વિચાર દર્શાવવા ધાર્યાં છે. ક્ષત્રિયવશમાં જન્મ, શ્રમણ થઈ ગૃહત્યાગ કરવો, કઠોર તપ કર્યું, ધ્યાનની ભૂમિકાઓના અભ્યાસ કરવા, માર યા વાસનાને છતી ધર્મોપદેશ કરવા, સધ રચવા, યજ્ઞયાગાદિમાં થતી હિંસાના વિરાધ, લેાકભાષામાં સીધુ સમજાય તે રીતે ઉપદેશ કર્યો અને ઉચ્ચનીચના ભેદ ભૂલી લેકામાં સમાનપણે હળવું મળવુ', ઇત્યાદિ બાબતોને ખુદ્ધની અસાધારણ વિશેષતા લેખી ન શકાય; કેમ કે એવી વિશેષતાઓ તેા મુના પૂર્વકાલીન, સમકાલીન અને ઉત્તરકાલીન અનેક ધર્મ પ્રવર્તક પુરુષોમાં ઇતિહાસે નોંધી છે. એટલુ જ નહિ, પણ એ વિશેષતાઓ પૈકી કાઈ કાઈ વિશેષતા તે ખુદ્દ કરતાં પણ વધારે સચેાટરૂપે અન્ય ધર્મ પ્રવર્તક પુરુષોમાં હોવાનું તિહાસ કહે છે, અને છતાંય બીજા એક ધ પ્રવર્તક પુરુષે બુદ્ધ જેવું વિશ્વવ્યાપી સ્થાન પ્રાપ્ત કર્યું નથી. તેથી વળી મુહની અસાધારણ વિશેષતા જાણી લેવાની વૃત્તિ પ્રમળતમ થઈ આવે છે. આવી વિશેષતાઓ પૈકી કેટલીક આ રહી : છેલ્લાં ત્રણ હજાર વર્ષના ધામિઁક અને આધ્યાત્મિક ઇતિહાસને જોઈએ છીએ તેા જણાય છે કે એટલા દૂર ભૂતકાળમાં યુદ્ધ સિવાય બીજો કાઈ એવ મહાન પુરુષ નથી થયા કે જેણે સ્વમુખે પોતાની જીવનગાથા અને સાધનાકથા જુદે જુદે પ્રસંગે, જુદા જુદા પુરુષોને ઉદ્દેશી, સ્પષ્ટપણે કહી હોય અને તે આટલી વિશ્વસનીય રીતે સચવાઈ પણ્ હૈાય. દીર્ઘ તપસ્વી મહાવીર હોય કે જ્ઞાની સોક્રેટીસ હાય, કાઈસ્ટ હાય કે કૃષ્ણ હોય અથવા રામ જેવા અન્ય કાઈ માન્ય પુરુષ હોય તે બધાની વનવાર્તો મળે છે ખરી, પણ ખુદ્દે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14