Book Title: Tathagatni Vishishtatano Marm
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249229/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ [ ૬ ] તથાગત બુદ્ધની ૨૫૦૦મી પરિનિર્વાણુ જયંતી ઉજવાય છે અને તે ભારતમાં. બુદ્ધના સમયથી માંડી અનેક સૈકાઓ સુધી બૌદ્ધ અનુયાયીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહેલી. એમાં એવી ઓટ આવી કે આજે ભારતમાં તળપદ બૌદ્ધો ગણ્યાગાંડ્યા જ છે; પરંતુ ભારતની બહાર છતાં ભારતની ત્રણ-ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિશામાં એશિયામાં જ બૌદ્ધોની તથા બૌદ્ધ પ્રભાવવાળા ધર્મના અનુયાયીઓની સંખ્યા એટલી બધી વિશાળ છે કે જેથી. દુનિયામાં તે ધર્મનું સ્થાન બહુ અગત્યનું છે. આમ છતાં ભારત બહારના કોઈ પણ બૌદ્ધ દેશમાં એ જયંતી ન જવાતાં ભારતમાં જ ઊજવાય છે, અને તે પણ રાજ્ય અને પ્રજા બનેના સહકારથી. આજનું ભારતીય પ્રજાતંત્ર કોઈ એક ધર્મને વરેલું ન હોઈ અસામ્પ્રદાયિક છે, અને ભારતીય પ્રજા તો મુખ્યપણે બૌદ્ધ ધર્મ સિવાયના બીજા અનેક ધર્મપથામાં વહેંચાયેલી છે. એટલે સહેજે જ પ્રશ્ન થાય છે કે રાજ્ય ને પ્રજા બુદ્ધજયંતી ઊજવે છે તેનું પ્રેરક બળ શું છે? મારી દષ્ટિએ આને સાચે અને મૌલિક ઉત્તર એ છે કે બૌદ્ધ એ ધર્મ અને પંથ હેવા છતાં તેના સ્થાપક ને પ્રવર્તક તથાગતમાં અસામ્પ્રદાયિક માનવતાનું તત્ત્વ જ પ્રધાનપણે હતું. કોઈ પણ એક ધર્મપુરુષના અનુયાયીઓ મૂળ પુરુષના મૌલિક અને સર્વગ્રાહી વિચારને સંપ્રદાય અને પંથનું રૂપ આપી દે છે. તેને લીધે તે મૂળ પુરુષ ક્રમે ક્રમે સામ્પ્રદાયિક જ લેખાય છે. પરંતુ તથાગત બુદ્ધનું મૂળ કાઠું એવું છે કે તે વધારેમાં વધારે અસામ્પ્રદાયિક માનવતાની દષ્ટિ ઉપર રચાયેલું છે. એટલે બુદ્ધને એક માનવતાવાદી તરીકે જ જે જે અને વિચારી શકીએ તે સામ્પ્રદાયિકતાની ભાષામાં, જયંતીની ઉજવણી વિરુદ્ધ પ્રશ્ન ઊભો થતો જ નથી. ભારત બહાર કડોની સંખ્યામાં બૌદ્ધો છે; કેટલાક દેશે તે આખા ને આખા બૌદ્ધ જ છે એ ખરું; પણ આવા વિશાળ બૌદ્ધ ધર્મના સ્થાપક અને પ્રવર્તકને જન્મ આપવાનું, તેની સાધનાને પિલવાનું અને તેના ધર્મચક્રને ૪૨. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ દર્શન અને ચિંતન ગતિ આપવાનું સાંસ્કારિક તેમ જ આધ્યાત્મિક બળ તે ભારતનું જ છે. જે ભારતનું એ મૂળ સત્વ ન હેત તે ન થાત બુદ્ધ કે ન પ્રસરત ભારત બહાર બૌદ્ધ ધર્મ. ભારતમાં સંખ્યાબંધ ધર્મપુરુષે જન્મતા આવ્યા છે. અધ્યાત્મની પરાકાષ્ઠાએ પહોંચ્યા હોય એવા પણ પુરુષોની બેટ ભારતે ક્યારેય અનુભવી નથી. આમ છતાં સુદૂર ભૂતકાળથી આજ સુધીને ભારતને ઇતિહાસ એટલું તે કહે જ છે કે સિદ્ધાર્થ ગૌતમે માનવતાના વિકાસમાં જેટલે અને જેવો ફાળે આપ્યો છે તેટલે અને તે ફાળ બીજા કોઈ એક ધર્મપુરુષે દુનિયાના ઈતિહાસમાં આપ્યો નથી. જે આમ છે તે ભારત જ્યારે બુદ્ધની જયંતી ઊજવે છે ત્યારે તે કઈ એક સમ્પ્રદાય કે પથને મહત્વ આપે છે એમ ન માનતાં માત્ર એટલું જ માનવું પડે છે કે ભારત પિતાને અને દુનિયાને મળેલા સર્વોચ્ચ માનવતાને વારસની જયંતી ઊજવી રહ્યું છે. આ એક તાત્ત્વિક વાત થઈ ભારત બહારના કોઈ પણ એક બૌદ્ધ દેશે, દાખલા તરીકે જાપાન કે ચીન જેવા વિશાળ રાષ્ટ્ર, બુદ્ધની આ જયંતી ભારત ઊજવે છે તે કરતાં પણ વધારે દભામથી અને કુશળતાથી ઊજવી હોત તે શું ભારતમાં ઉજવાનાર જયંતી કરતાં એમાં વધારે ગૌરવ આવત? હું માનું છું કે એવી કોઈ ઉજમણી માત્ર માગેલ કીમતી અલંકાર જેવી બનત. જે દેશમાં બુદ્ધ જન્મા, જ્યાં પરિવ્રાજક થઈ લેકે વચ્ચે ફર્યા અને જ્યાં તેઓ જ્ઞાન પામ્યા તેમ જ જીવનકાર્ય પૂરું કરી વિલય પામ્યા, ત્યાં તેમની જયંતીની ઉજવણી કેવી સાહજિક હોઈ શકે એ સમજવું વિચારવાને માટે જરાય મુશ્કેલ નથી. આ પ્રશ્નને માત્ર સામ્પ્રદાયિક કે રાજકીય દૃષ્ટિએ ન જોતાં માનવીય સંસ્કૃતિની દૃષ્ટિએ જોઈએ તે જ આવી ઉજવણીનું મુખ્ય પ્રેરક બળ ધ્યાનમાં આવે. - ગાંધીજીએ પિતાના જીવનકાળ દરમિયાન જ, અને જીવન પછીનાં ડાં જ વર્ષોમાં, વિશ્વના માનવતાવાદી લેકેનાં હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેના જેવું સ્થાન પ્રાપ્ત કરતાં બુદ્ધજીવનને તે હજાર વર્ષ લાગ્યાં. તેનું કારણ જમાનાની જુદાઈમાં રહેલું છે. બુદ્ધના જમાનામાં ગાંધીજી થયા હોત તે એમના માનવતાવાદી વિચારોને પ્રસરતાં, બુદ્ધના વિચારોને પ્રસરતાં લાગે તેટલે જ સમય લાગત. આજનાં વિચારવિનિમયનાં સાધનો એવાં ઝડપી છે કે જો તે જ બુદ્ધ આ જમાનામાં થયા હતા તે ગાંધીજીની પેઠે પિતાના જીવનકાળ દરમિયાન જ પિતાના વિચારને દૂરગામી પડી સાંભળી શકત. બુદ્ધને માનવતાવાદી વિચાર લાંબા વખત પછી પણ એક Page #3 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાના મમ [ ૬૫ઢ જ સાથે આખા ભારતમાં અને દુનિયાભરમાં ગુજે એ એક નવા જમાનાની અપૂર્વ સિદ્ધિ જ છે. જે યુદ્ધનું વ્યક્તિત્વ આવું છે તે એ જાણવાની આકાંક્ષા સહેજે થઈ આવે છે કે યુદ્ધની એવી કઈ વિશેષતા છે, જે તેમને બીજા મહાન આધ્યા ત્મિક પુરુષોથી જુદા તારવી આપે? બુદ્ધના જીવનમાં, તેમના વિચાર અને આચારમાં, અનેક ખાખતા એવી છે કે જે તર્ મહાન ધર્મ પુરુષોના જીવનમાં અને વિચાર-આચારમાં પણ જોવા મળે છે. પણ થોડીક છતાં તરત નજરે તરી આવે એવી વિશેષતા તે બુદ્ધના જીવમાં જ વચાય છે. એ વિશેષતાઓને જો બરાબર સમજી લઈ એ તે! ખુદ્દના જીવનનું અને એમના વ્યક્તિત્વનું ખરું હાર્દ ધ્યાનમાં આવે. તેથી આ સ્થળે એ બાબત જ થોડાક વિચાર દર્શાવવા ધાર્યાં છે. ક્ષત્રિયવશમાં જન્મ, શ્રમણ થઈ ગૃહત્યાગ કરવો, કઠોર તપ કર્યું, ધ્યાનની ભૂમિકાઓના અભ્યાસ કરવા, માર યા વાસનાને છતી ધર્મોપદેશ કરવા, સધ રચવા, યજ્ઞયાગાદિમાં થતી હિંસાના વિરાધ, લેાકભાષામાં સીધુ સમજાય તે રીતે ઉપદેશ કર્યો અને ઉચ્ચનીચના ભેદ ભૂલી લેકામાં સમાનપણે હળવું મળવુ', ઇત્યાદિ બાબતોને ખુદ્ધની અસાધારણ વિશેષતા લેખી ન શકાય; કેમ કે એવી વિશેષતાઓ તેા મુના પૂર્વકાલીન, સમકાલીન અને ઉત્તરકાલીન અનેક ધર્મ પ્રવર્તક પુરુષોમાં ઇતિહાસે નોંધી છે. એટલુ જ નહિ, પણ એ વિશેષતાઓ પૈકી કાઈ કાઈ વિશેષતા તે ખુદ્દ કરતાં પણ વધારે સચેાટરૂપે અન્ય ધર્મ પ્રવર્તક પુરુષોમાં હોવાનું તિહાસ કહે છે, અને છતાંય બીજા એક ધ પ્રવર્તક પુરુષે બુદ્ધ જેવું વિશ્વવ્યાપી સ્થાન પ્રાપ્ત કર્યું નથી. તેથી વળી મુહની અસાધારણ વિશેષતા જાણી લેવાની વૃત્તિ પ્રમળતમ થઈ આવે છે. આવી વિશેષતાઓ પૈકી કેટલીક આ રહી : છેલ્લાં ત્રણ હજાર વર્ષના ધામિઁક અને આધ્યાત્મિક ઇતિહાસને જોઈએ છીએ તેા જણાય છે કે એટલા દૂર ભૂતકાળમાં યુદ્ધ સિવાય બીજો કાઈ એવ મહાન પુરુષ નથી થયા કે જેણે સ્વમુખે પોતાની જીવનગાથા અને સાધનાકથા જુદે જુદે પ્રસંગે, જુદા જુદા પુરુષોને ઉદ્દેશી, સ્પષ્ટપણે કહી હોય અને તે આટલી વિશ્વસનીય રીતે સચવાઈ પણ્ હૈાય. દીર્ઘ તપસ્વી મહાવીર હોય કે જ્ઞાની સોક્રેટીસ હાય, કાઈસ્ટ હાય કે કૃષ્ણ હોય અથવા રામ જેવા અન્ય કાઈ માન્ય પુરુષ હોય તે બધાની વનવાર્તો મળે છે ખરી, પણ ખુદ્દે જે Page #4 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ ] દર્શન અને ચિંતા આપવીતી અને સ્વાનુભવ સ્વમુખથી, ભલે છૂટે છૂટે પણ, કહેલ છે અને તે સચવાયેલ છે, (જેમ કે મઝિમનિકાયના અરિયપત્ર્યિસન, મહાસક, સહનાદ, મૂળદુખખબ્ધ આદિ સુત્તોમાં તેમ જ અંગુત્તરનિકાય અને સુરનિપાત આદિમાં) તેવો અને તેટલે બીજા કોઈના જીવનમાં વર્ણવાયેલ જેવા નથી મળતો. મુખ્ય પુરુષ વિશેની હકીકત શિષ્ય-પ્રશિષ્યો દ્વારા જાણવા મળે, તે યથાવત્ પણ હોય, તે તેનું મૂલ્ય જાતકથન કરતાં ઓછું જ છે, અને વધારે તે નથી જ. જાતકથન યા સ્વાનુભવવર્ણનમાં, તે કહેનારના આત્માના તારે જે મધુરતા અને સંવાદથી ઝણઝણી ઊઠે છે તે મધુરતા અને સંવાદ અન્ય દ્વારા પ્રાપ્ત થયેલ વર્ણનમાં ભાગ્યે જ સંભળાય. એ ખરું કે બુદ્ધજીવનના અનેક પ્રસંગે એમના શિષ્ય-પ્રશિષ્યોએ નોંધી રાખ્યા છે, ભક્તિ અને અતિશયોક્તિનો એમાં પુષ્કળ રંગ પણ છે; તેમ છતાં અનેક જીવનપ્રસંગે એવા પણ છે કે જે બુદ્ધ પિતે જ કહ્યા છે અને આસપાસનો સંદર્ભ તેમ જ તે ‘કથનની સહજતા જોતાં એમાં જરાય શંકા નથી રહેતી કે તે તે પ્રસંગોનું વર્ણન બુદ્દે પોતે જ કરેલું છે. આ કંઈ જેવી તેવી વિશેષતા નથી. આજે જ્યારે ચોમેર તટસ્થપણે લખાયેલ આત્મકથાનું મહત્ત્વ અંકાઈ રહ્યું છે ત્યારે, ૨પ૦૦ વર્ષ પહેલાંની એવી આત્મકથાનો શેડો પણ વિશ્વસનીય ભાગ મળે તે તે, એ કહેનાર પુરુષની જેવી તેવી વિશેષતા લેખાવી ન જોઈએ, કેમ કે એ સ્વાનુભવના વિશ્વસનીય ચેડાક ઉદ્ગારા ઉપરથી પણ કહેનારના વ્યક્તિત્વનું સાચું મૂલ્યાંકન કરવાની સામગ્રી મળી જાય છે. * તથાગતની બીજી અને મહત્ત્વની વિશેષતા તેમની સત્યની અદમ્ય શોધ અને પ્રાણાન્ત પણ પીછેહઠ ન કરવાની સંકલ્પમાં રહેલી છે. ભારતમાં અને ભારત બહાર પણ અનેક સાચા સત્યશોધકે થયા છે, તેમણે પોતપોતાની શોધ મિયાન બહુ બહુ વેઠવું પણ છે, પરંતુ તથાગતની તાલાવેલી અને ભૂમિકા એ જુદાં જ તરી આવે છે. જયારે એમણે હસતે મુખે માતા, પિતા, પત્ની આદિને વિલાપ કરતાં છોડી, પ્રવ્રજિત થઈ, નીકળી જવાને એતિહાસિક સંકલ્પ કર્યો ત્યારે એમની પ્રાથમિક ધારણ શી હતી અને માનસિક ભૂમિકા શી હતી એ બધું, તેમણે એક પછી એક છેડેલ ચાલુ સાધનામાર્ગને તેમ જ છેવટે અંતરમાંથી ઊગી આવેલ સમાધાનકારક માર્ગને વિચાર કરીએ છીએ ત્યારે, સ્પષ્ટપણે સમજાય છે. આધ્યામિક શુદ્ધિ સિદ્ધ કરવાને ઉદેશ બુદ્ધને હતો જ, પણ એવા ઉદ્દેશથી પ્રત્રજિત થયેલાની સંખ્યા તે કાળે પણ નાની ન હતી. જે બુદ્ધને માત્ર એટલે જ ઉદ્દેશ હોત તો તે સ્વીકારેલ એવા ચાલુ સાધનામાર્ગોમાં ક્યાંય ને ક્યાંય હરી ઠામ બેસત, પરંતુ બુદ્ધને મહાન ઉદ્દેશ Page #5 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાના સમ [ ૬૬૧ એ પણ હતા કે ક્લેશ અને કકાસમાં ચીપચી રહેતી. માનવતાને ચાલુ જીવનમાં જ સ્થિર સુખ આપે એવા માર્ગની શોધ કરવી. ખુદ્દ તે વખતે અતિપ્રચલિત અને પ્રતિષ્ઠિત એવા ધ્યાન અને યાગમાગ ભણી પ્રથમ વળે છે, એમાં તે પૂરી સિદ્ધિ પણ મેળવે છે, તેાય એમનું મન ઠરતું નથી. આ શાને લીધે ? એમના મનમાં થાય છે કે ધ્યાનથી અને યોગાભ્યાસથી એકાગ્રતાની શક્તિ અને કેટલીક સિદ્ધિઓ લાધે છે ખરી, એ સારી પણ છે, પરંતુ એનાથી સમગ્ર માનવતાને શું લાભ ? આ અજપે તેમને તે સમયે પ્રચલિત એવા અનેકવિધ કઠોર દેહદમન તરફ વાળે છે. તે કારતમ તપસ્યાએ! દ્વારા દેહને શાષવી નાખે છે, પણ તેમના મનનું આખરી સમાધાન થતું નથી. આમ શાથી ? એમને એમ થયું કે માત્ર આવા કઠોર દેહદમનથી ચિત્ત વિચાર અને કાર્યશક્તિમાં ખીલવાને બદલે ઊલટુ' કરમાઈ જાય છે. એમણે તેથી કરીને એવું ઉગ્ર તપ પણ ત્યજ્યું, અને તે સાથે જ પાતાના પ્રથમના પાંચ વિશ્વાસપાત્ર સહચારી સાધકાને પણ ગુમાવ્યા; બુદ્ધ સાવ એકલા પક્ષા, એમને હવે કાઈ સધ, મડ કે સોબતીએની ક્રૂ'ક્રૂ ન હતી; અને છતાં તેઓ પોતાના મૂળ ધ્યેયની અસિદ્ધિના અજપાને લીધે નવી જ મથામણું અનુભવવા લાગ્યા. પણ ખુદ્ધની મૂળ ભૂમિકા જ અસામ્પ્રદાયિક અને પૂર્વગ્રહ વિનાની હતી. તેથી તેમણે અનેક ગુરુએ, અનેક સાથીઓ અને અનેક પ્રશસંકાને જતા કરવામાં જરાય હાનિ ન જોઈ; ઊલટુ એમણે એ પૂર્વ પરિચિત ચેલાએ ત્યજી એકલપણે રહેવા, વિચરવા અને વિચારવામાં વિશેષ ઉત્સાહ અનુભવ્યો. ઘરબાર બધું છેોડાય, પણ સ્વીકારેલ પથાના પૂર્વગ્રહો છેાડવા એ કામ અધરામાં અધ છે. મુદ્દે એ અધરું કામ કર્યું અને તેમને પોતાની મૂળ ધારણા પ્રમાણે સિદ્ધિ પણ સાંપડી. આ સિદ્ધિ એ જ યુદ્ધના વ્યક્તિત્વને વિશ્વવ્યાપી બનાવનાર અસાધારણ વિશેષતા છે. નૈરજરા નદીને કિનારે, વિશાળ ચાગાનમાં, સુંદર પ્રાકૃતિક દશ્યા વચ્ચે, પીપળના ઝાડ નીચે, યુદ્ધ આસનબદ્ થઈ ઊઁડા વિચારમાં ગરક થયેલ, ત્યારે એમના મનમાં કામ અને તૃષ્ણાના પૂર્વ સંસ્કારોનું દ્વં શરૂ થયું. એ વૃત્તિ એટલે મારની સેના. ખુદ્દે મારની એ સેનાને પરાભવ કરી જે વાસનાવિજય યા આધ્યાત્મિક શુદ્ધિ સાધી તેને સ્વાનુભવ સુત્તનિપાતના પધાનસુત્તમાં મળે છે, એમાં નથી મૃત્યુક્તિ કે નથી કવિકલ્પના, જે સાધક આ દિશામાં સાચા અર્થાંમાં ગયા હો તે ખુદ્દના ઉદ્ગારમાં પોતાને જ અનુભવ જોરશે. કાલિદાસે કુમારસંભવમાં મહાદેવના કામવિજયનું મનોહર રોમાંચકારી ચિત્ર કળામય રીતે કવ્યુ છે, પણ તે કાવ્યકળામાં કવિની કલ્પનાના આવરણ તળે માનવ Page #6 -------------------------------------------------------------------------- ________________ દર 1 દર્શન અને ચિંતન અનુભવ જરા ગૌણ થઈ જાય છે; દીર્ધતપસ્વી મહાવીરે સંગમ અસુરના કઠોર ઉપસર્ગો છ માસ લગી સહ્યા અને અતિ એને પરાભવ કર્યો, એ રૂપકવર્ણનમાં પણ સીધેસીધું માનવીય મનોવૃત્તિનું તુમુલ દૂધ જેવા નથી મળતું કૃષ્ણની કાલિયનાગદમનની વાર્તા પણ એક પૌરાણિક વાર્તા જ બની જાય છે, જ્યારે બુદ્ધનું કુશળ–અકુશળ વૃત્તિઓનું આંતરિક તુમુલ દૂધ એમના સીધા સ્વાનુભવ વર્ણનમાં સચવાયેલું છે, ભલે પાછળથી અશ્વઘોષે કે લલિતવિસ્તરના લેખકે તેને કવિકલ્પનાના કૂવામાં ઝુલાવ્યું હોય. મારવિજયથી બુદ્ધની સાધના પૂરી થતી નથી, એ તો આગળની સાધનાની માત્ર પીઠિકા બની રહે છે. બુદ્ધનો આંતરિક પ્રશ્ન એ હતું કે માનવતાને સાચું સુખ સાંપડે એવો કર્યો વ્યવહારુ માર્ગ છે? આ પ્રશ્નનું નિરાકરણ અત્યારે જેટલું સરલ લાગે છે તેટલું તેમને માટે તે કાળમાં સરલ ન હતું. પણ બુધે તે એવું નિરાકરણ મેળવવા સુધી ન જંપવાને કઠેર સંકલ્પ જ કર્યો હતો. એ સંકલ્પ અંતે તેમને રસ્તા દાખવ્યો. - તે કાળમાં આત્મતત્વને લગતા અને તે વિશે સામસામી ચર્ચા–પ્રતિચર્ચા કરતા અનેક પંડ્યા હતા. તેમાં એક પંથ બ્રહ્મવાદને હતે. એ માનતો કે ચરાચર વિશ્વના મૂળમાં એક અખંડ બ્રહ્મતત્વ છે, જે સચ્ચિદાનંદરૂપ છે અને જેને લીધે આ સમગ્ર વિશ્વ અસ્તિત્વમાં આવ્યું છે, ટકી રહ્યું છે અને પરિવર્તન પામી રહ્યું છે. આવું બ્રહ્મ એ જ સર્વ દેવેનું અધિષ્ઠાન હૈઈ દેવાધિદેવ પણ છે. બુદ્ધનો પ્રશ્ન વ્યવહાર હતા. એમને જગતના મૂળમાં શું છે? તે કેવું છે? -ઇત્યાદિ બાબતોની બહુ પડી ન હતી. એમને તે એ શોધવું હતું કે બીજા બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠતા ધરાવતી માનવજાતિ જ પ્રમાણમાં ઇતર પ્રાણજગત કરતાં વધારે કલહપરાયણ અને વિશેષ વૈરપ્રતિરપરાયણ દેખાય છે, તે એના એ સંતાપનિવારણને કઈ સરલ વ્યવહારુ માર્ગ છે કે નહિ ? આ મથામણ તેમને બ્રહ્મવિહારને ભાર્ગ સુઝાડ્યો. તપ અને ધ્યાનના પૂર્વ સંસ્કારોએ તેમને મદદ કરી હશે, પણ બ્રહ્મવિહારની શોધમાં મુખ્ય પ્રેરક બળ તે એમના વ્યવહારુ પ્રશ્નના ઉકેલ પાછળની લગનીમાં જ દેખાય છે. બેશક, તે કાળે અને તેથી પહેલાં પણ, આત્મૌપજ્યના પાયા ઉપર અહિંસાની પ્રતિષ્ઠા થયેલી હતી; સર્વભૂતહિરતઃ અને મૈત્રીની ભાવના જ્યાંત્યાં ઉપદેશાતી, પરંતુ બુદ્ધની વિશેષતા બ્રહ્મતત્વ યા બ્રહ્મદેવના સ્થાનમાં બ્રહ્મવિહારની પ્રતિષ્ઠા કરવામાં છે. આપણે અત્યાર લગીનાં પ્રાપ્ત સાધનો દ્વારા એ નથી જાણતા કે બુદ્ધ સિવાય બીજા કોઈએ બ્રહ્મવિહારની વ્યાપક ભાવનાને એટલે સુરેખ અને સચેટ પાસે ના હોય. બૌદ્ધવાલ્મયમાં જ્યાં ને ત્યાં આ બ્રહ્મવિહારનું જેવું વિશદ Page #7 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬a તથાગતની વિશિષ્ટતાને મર્મ અને હૈદ્યહારી ચિત્ર આલેખાયેલું મળે છે તે બુદ્ધની વિશેષતાનું સૂચક પણ છે. જ્યારે બુદ્ધને મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓમાં માનવજાતિના સુખનો માર્ગ દેખાય ત્યારે તેમને પિતાની બીજી શોધ સધાયાની દઢ પ્રતીતિ થઈ, અને પછી તેમણે એ જ ભાવનાઓને બ્રહ્મવિહાર કહી માનવજાતિને સૂચવ્યું કે તમે અગમ્ય અને અકળ બ્રહ્મતત્ત્વની જટિલ ચર્ચા કરશો તે છેવટે તમારે સાચી શાંતિ માટે આ બ્રહ્મવિહારને આશ્રય લે પડશે. એ જ વ્યવહારુ અને જીવનમાં પ્રયત્નશીલ સીને સુલભ એવું બ્રહ્મ છે. જો બુદ્ધના આ બ્રહ્મવિહારને આપણે માનવજાતિના સ્થિર સુખના પાયા લેખે વિચાર કરીએ તે સમજાયા વિના નહિ રહે કે એ કેવી જીવનપ્રદ શોધ છે. બુદ્ધ પિતાના આખા જીવનમાં જે નવા નવા રૂપે અનેક ઉપદેશ કર્યો છે, તેના મૂળમાં આ બ્રહ્મવિહારને વિચાર જ તરવરે છે—જેમ ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં સત્ય અને અહિંસાની પ્રબળ વૃત્તિ તરવરે છે તેમ. કહેવાય છે કે પ્રતીત્યસમુપાદ અને ચાર આર્યસત્ય એ બુદ્ધની વિશેષતા છે, પણ આ કથનમાં મૌલિક વજૂદ નથી. બુદ્ધના પહેલાંથી જ ભારતીય આધ્યત્મિકે એ નિર્ણય ઉપર આવેલા હતા કે અવિદ્યાથી તૃષ્ણ અને તૃષ્ણામાંથી જ બીજા દુખે જન્મે છે. આ વિચારને બુદ્ધ પિતાની રીતે પ્રતીત્યસમુપાદના નામથી વિકસાવ્યું અને વિરતાર્યો એટલું જ. એ જ રીતે ચાર આર્યસ પણું બુદ્ધના પહેલાંથી સાધકે અને ગીઓમાં જાણીતાં હતાં એટલું જ નહિ, પણ ઘણું તારવીએ અને ત્યાગીઓ એ સત્યને આધારે જીવન ધડવા પ્રયત્ન પણ કરતા. જેને પરંપરાનાં આસવ, બંધ, સંવર અને મેક્ષ એ ચાર તો કાંઈ મહાવીરની પ્રાથમિક શોધ નથી; એની પરંપરા પાર્શ્વનાથ સુધી તે જાય જ છે. એ જ ચાર તો ઉપનિષદોમાં પણ જુદે જુદે નામે મળે જ છે, અને કપિલના પ્રાચીન સાંખ્ય આધાર પણ એ જ ચાર તત્ત્વ છે. પ્રતીત્યસમુત્પાદ કે ચાર આર્યસત્ય એ બુદ્ધની મૌલિક વિશેષતા નથી, તેય એને આધારે ઉચ્ચ જીવન ઘડવાની રીત એ બુદ્ધની આગવી રીત છે. જ્યારે એમણે નિર્વાણુના ઉપાય લેખે આર્યઅષ્ટાંગિકમાર્ગ નિરૂપે ત્યારે એમણે વર્તમાન જીવનમાં આંતરબાહ્ય શુદ્ધિ આણવા ઉપર વધારેમાં વધારે ભાર મૂક્યો. પરંતુ હા, આમાંય બુદ્ધની વિશેષતા હેાય તે ચોક્કસપણે એ છે કે તેમણે વિચાર અને આચારની સાધનામાં મધ્યમમાર્ગી વલણ સ્વીકાર્યું. જે તેમણે આવું વલણ સ્વીકાર્યું ન હતું તે તેમને ભિક્ષુસંધ ભિન્ન ભિન્ન સંસ્કારવાળા દેશાંતરમાં જઈ શસ્ત કે કામ કરી શત નતિ અને જાતજાતના Page #8 -------------------------------------------------------------------------- ________________ ++૪ ] દન અને ચૈતન લોકેને આકષી કે જીતી શકત નહિ. મધ્યમમાગ યુદ્ધને સૂઝયો એ જ સૂચવે છે કે તેમનુ મન કાઈ પણ એકાંગી પૂર્વગ્રહથી કેવું મુક્ત હતું ! નજરે તરી આવે એવી મુદ્દની મહત્ત્વની એક વિશેષતા એ છે કે તેઓ પોતાની સૂક્ષ્મ ને નિર્ભય પ્રતિભાથી કેટલાંક તત્ત્વોનાં સ્વરૂપોનું તલસ્પર્શી આકલન કરી શકયા અને જ્યારે જિજ્ઞાસુ તેમ જ સાધક જગત સમક્ષ જો કાઈ તે વિશે તેટલી હિંમતથી ન કહેતા ત્યારે મુદ્દે પાતાનું એ આકલન સિંહની નિર્ભય ગર્જનાથી, કાઈ રાજી થાય કે નારાજ એની પરવા કર્યાં વિના, પ્રગટ કર્યું. તે વખતના અનેક આધ્યાત્મિક આચાર્યોં યા તી કરી વિશ્વના મૂળમાં કયું તત્ત્વ છે અને તે કેવુ છે એનુ કથન, જાણે પ્રત્યક્ષ જોયુ હોય તે રીતે, કરતા, અને નિર્વાણુ યા મેાક્ષના સ્થાન તેમજ તેની સ્થિતિ વિશે પણ ચોક્કસ નજરે નિહાખ્યું હોય તેવુ વર્ણન કરતા; ત્યારે મુદ્દે, કદી પણ વાદવિવાદ શમે નહિ એવી ગૂઢ અને અગમ્ય બાબતો વિશે કહી દીધુ કે હુ એવા પ્રશ્નોનું વ્યાકરણ કરતા નથી, એનાં ચૂંથણાં ચૂંથતા નથી. હું એવા જ પ્રશ્નોની છણાવટ લોકા સમક્ષ કરું' છુ' કે જે લેકાના અનુભવમાં આવી શકે તેવા હાય અને જે વૈયક્તિક તેમજ સામાજિક જીવનની શુદ્ધિ તેમ જ શાંતિમાં નિવિવાદપણે ઉપયોગી થઈ શકે તેવા હોય. દેશકાળની સીમામાં બુદ્ધ થયેલ માણસ પેાતાની પ્રતિભા કે સૂક્ષ્મ બુદ્ધિને ખલે દેશકાળથી પર એવા પ્રશ્નોની યથાશક્તિ ચર્ચા કરતા આવ્યે છે, પણ એવી ચર્ચાઓ અને વાદવિવાદોને પરિણામે કાઈ અંતિમ સમાન્ય નિય આવ્યો નથી. એ જોઇ વાદવિવાદના અખાડામાંથી સાધકાને દૂર રાખવા અને તાર્કિક વિલાસમાં ખરચાતી શક્તિ અચાવવા મુદ્દે તેમની સમક્ષ એવી જ વાત કહી, જે સમાન્ય હેાય અને જેના વિના માનવતાના ઉત્કર્ષ સાધી શકાય તેમ પણ ન હેય. બુદ્ધના એ ઉપદેશ એટલે આય અષ્ટાંગિક માર્ગ તેમ જ બ્રહ્મવિહારની ભાવનાને ઉપદેશ. ટૂંકમાં કહેવુ હોય તે વૈર–પ્રતિવરના સ્થાનમાં પ્રેમતી વૃદ્ધિ અને પુષ્ટિના ઉપદેશ. બુદ્ધુની છેલ્લી અને સર્વોકર્ષીક વિશેષતા એમની અગૂઢ વાણી તેમ જ હૃદયસોંસરાં ઊતરી જાય એવાં વ્યવહારુ દૃષ્ટાંતા અને ઉપમાઓ મારફત વક્તવ્યની સ્પષ્ટતા એ છે. દુનિયાના વાડ્મયમાં મુહૂની દૃષ્ટાંત અને ઉપમારૌલીને ોટા ધરાવે એવા નમૂના અહુ વિરલ છે. એને જ લીધે મુદ્દા પાલિભાષામાં અપાયેલ ઉપદેશ દુનિયાની સુપ્રસિદ્ધ બધી ભાષાઓમાં અનુવાદિત થયા છે ને રસપૂર્વક વંચાય છે. એની સચાટતા, તેમ જ પ્રત્યક્ષવનમાં જ લાભ અનુભવો Page #9 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ [ ૬૬૫ શકાય એવી બાબતે ઉપર જ ભાર, એ બે તએ બૌદ્ધ ધર્મની આકર્ષકતામાં વધારેમાં વધારે ભાગ ભજવ્યો છે, અને એની અસરને પડો ઉત્તરકાલીન વૈદિક, જૈન આદિ પરંપરાના સાહિત્ય પણ ઝીલ્યો છે. એક વાર વૈદિક અને પૌરાણિકે જે બુદ્ધને અવગણવામાં કૃતાર્થતા માનતા તે જ વૈદિક અને પૌરાણિકોએ બુદ્ધને વિષ્ણુના એક અવતાર લેખે સ્થાન આપી બુદ્ધના મોટા ભારતીય અનુયાયીવર્ગને પોતપોતાની પરંપરામાં સમાવી લીધો છે, એ શું સૂચવે છે? એક જ વાત અને તે એ કે તથાગતની વિશેષતા ઉપેક્ષા ન કરી શકાય એવી મહતી છે. બુદ્ધની જે જે વિશેષતા પર ઉપર સામાન્ય સૂચન કરવામાં આવ્યું છે તે તે વિશેષતા સ્પષ્ટપણે દર્શાવતા પાલિપિટકમાંના થોડાક ભાગો નીચે સારરૂપે ટૂંકમાં આપું છું, જેથી વાચકોને લેખમાં કરેલી સામાન્ય સૂચનાની દઢ પ્રતીતિ થાય, અને તેઓ પોતે જ તે વિશે સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકે. એક પ્રસંગે ભિક્ષુઓને ઉદ્દેશી બુદ્ધ પિતાના ગૃહત્યાગની વાત કરતાં કહે છે કે, ભિક્ષુઓ ! હું પોતે બધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં જ્યારે ઘરમાં હતા ત્યારે મને એક વાર વિચાર આવ્યો કે હું પોતે જ જ, વ્યાધિ અને શેક સ્વભાવવાળી પરિસ્થિતિમાં બદ્ધ છું, અને છતાંય એવી જ પરિસ્થિતિ. વાળા કુટુંબીજનો અને બીજા પદાર્થોની પાછળ પડ્યો છું, તે યોગ્ય નથી; તેથી હવે પછી હું અજર, અમર, પરમપદની શોધ કરું તે એગ્ય છે. આવા વિચારમાં કેટલેક સમય વી. હું ભરજુવાનીમાં આવ્યું. મારા માતા-પિતા આદિ વડીલે મને મારી શોધ માટે ઘર છોડી જવાની કોઈ પણ રીતે અનુમતિ આપતા નહિ. છતાં મેં એક વાર એ બધાને રડતાં મૂક્યાં અને ઘર છોડી, પ્રજિત થઈ ચાલી નીકળ્યો.” બીજે પ્રસંગે એક અગિસ્સન નામે ઓળખાતા સુચ્ચક નામના નિન્ય પંડિતને ઉદ્દેશી પ્રવજ્યા પછીની પિતાની સ્થિતિ વર્ણવતાં તેઓ કહે છે કે, “હે અગ્નિવેમ્સન, પ્રવજ્યા લીધા પછી શાંતિમાર્ગની શોધ પ્રારંભી. હું પહેલાં એક આળાર કાલામ નામના યેગીને મળ્યો. મેં તેના ધમપંથમાં દાખલ થવાની ઈચ્છા દર્શાવી, અને તેણે મને સ્વીકાર્યો. હું તેની પાસે રહી, તેના બીજા શિષ્યની પેકે, તેનું કેટલુંક તત્ત્વજ્ઞાન શીખે. તેના બીજા શિષ્યની પેઠે હું પણ એ પોપટિયા વાદવિવાદના જ્ઞાનમાં પ્રવેણુ થશે, પણ મને એ છેવટે ન સચ્યું. એક વાર કાલામને પૂછયું કે તમે તત્ત્વજ્ઞાન મેળવ્યું છે તે માત્ર શ્રદ્ધાથી તો મેળવ્યું નહિ હોય ! એના સાક્ષાતકારને તમે જે માર્ગ આચર્યો હોય તે જ મને કહે. હું પણ માત્ર શ્રદ્ધા પર ન ચાલતાં તે માર્ગ Page #10 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન જીવનમાં ઉતારીશ. કલામે મને એ ભાગ લેખે આચિન્યાયતન નામની સમાધિ શીખવી. મેં એ સિદ્ધ તે કરી, પણ છેવટે તેમાંય અને સમાધાન ન મળ્યું. કાલામે મને ઊંચું પદ આપવાની અને પિતાના જ પંથમાં રહેવાની લાલચ આપી, પણ હે અગ્નિવેમ્સન, હું તે મારી આગળની શોધ માટે ચાલી નીકળે. “હે અગ્નિવેમ્સન, બીજા એક ઉદ્દક રામપુત્રનામને યોગીને ભેટે . તેની પાસેથી હું નેવસંજ્ઞાનાસાયતન નામની સમાધિ શીખે. તેણે પણ મને પિતાના પંથમાં રાખવા અને ઊંચું પદ આપવા લલચાવ્યો, પણ મારા આંતરિક અસમાધાને મને ત્યાંથી છૂટો કર્યો. મારું અસમાધાન એ હતું કે ધ્યાન એ એકાગ્રતા માટે ઉપયોગી છે, પણ નારં બન્ને સંયોજાય–અર્થાત આ ધર્મ સાર્વત્રિક જ્ઞાન અને સાર્વત્રિક સુખ નથી. પછી હું એવા માર્ગની શેધ માટે આગળ ચાલ્યો. હે અગ્નિવેમ્સન, એમ ફરતાં ફરતાં રાજગૃહમાં આવ્યું. ત્યાં કેટલાય શ્રમણપ હતા, જેઓ જાતજાતની ઉગ્ર તપસ્યા કરતા. હું પણ રાજગૃહથી આગળ વધી ઉવેલા (હાલનું બુદ્ધગયા)માં આવ્યું, અને અનેક પ્રકારની કઠોર તપસ્યા કરવા લાગ્યું. મેં ખેરાકની માત્રા તદ્દન ઓછી કરી નાખી અને તદ્દન નીરસ અનાજ લેવા લાગ્યો. સાથે જ મેં શ્વાસોશ્વાસ શેકી સ્થિર આસને બેસી રહેવાને પણ સખત પ્રયત્ન કર્યો. પરd, હે અગ્નિવેલ્સન, તે ઉગ્ર તપ અને હઠયોગની પ્ર ક્યા આચરતાં મને એવો વિચાર આવ્યો કે હું જે અત્યંત દુઃખકારી વેદના હાલ અનુભવી રહ્યો છું તેવી ભાગ્યે જ બીજાએ અનુભવી હશે. છતાં આ દુષ્કર કર્મથી લોકોત્તર ધર્મને માર્ગ લાધે એવું મને લાગતું નથી. તે હવે બીજો કયો માર્ગ છે, એની ઊંડી વિમાસણમાં હું પડ્યો. તેવામાં, હે અગિસ્સન, મને નાની ઉંમરના અનુભવનું સ્મરણ થઈ આવ્યું. ' સ્મરણ એ હતું કે હું ક્યારેક નાની ઉંમરે પિતાજી સાથે ઘરના ખેતરમાં જાબુડાના ઝાડ નીચે છાયામાં બેસી સહજભાવે ચિંતન કરતે, અને શાતા અનુભવ. હે અગ્નિવેમ્સન, મને એમ લાગ્યું કે એ મધ્યમમાગી રસ્તે તે સાચે ન હોય? તે એ માર્ગે જતાં હું શા માટે ડરું? એવા વિચારથી મેં ઉપવાસ આદિ દેહદમન છોડી, દેહપષણ પૂરતું અન્ન લેવું શરૂ કર્યું. આ શરૂઆત જોતાં જ મારા નજીકના સાથીઓ અને પરિચારકે, હું સાધનાભ્રષ્ટ થયો છું એમ સમજી, મને છોડી ગયા. હું એકલે પડ્યો, પણ મારે આગળની શેધને સંકલ્પ તો ચાલુ જ રહ્યો. યોગ્ય ને મિત ભોજનથી મારામાં શક્તિ આવી અને હું શાંતિ અનુભવવા લાગ્યું.” Page #11 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાના મ [ ૬૬૭ તે સમયે સામાન્ય લોકવ્યવહારને અનુસરીને એધિસત્ત્વ દેહદમન આદિના માર્ગને અનુસર્યો, પણ તે વખતે તેમના મનનેા સમરત વિચારપ્રવાહ તે જ દિશામાં વહેતા એમ નથી માનવાનું. સામાન્ય માણસને સમુદ્ર એકસરખા જ દેખાય છે, પરંતુ તેમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારા પુષ્કળ પ્રવાહો હાય છે. તે પ્રમાણે માધિસત્ત્વના ચિત્તમાં પણ વિરોધી અનેક વિચારપ્રવાહો વહેતા હતા. તેમનું આ માનસિક ચિત્ર જ્યારે મુદ્દે અગ્નિવેમ્સનને ઉદ્દેશી પેાતાને સૂઝેલી ત્રણ ઉપમા કહે છે ત્યારે સ્પષ્ટ ઊપસી આવે છે. તે ત્રણ ઉપમાઓ આ રહી : (૧) પાણીમાં પડેલું ભીનું લાકડુ હાય ને તેને ખીજા લાકડાંથી સવામાં આવે તે તેમાંથી આગ ન નીકળે, તે રીતે જેએનાં મનમાં વાસના ભરી હોય અને ભાગનાં સાધનેમાં જેઓ રચ્યાપચ્યા હાય તેઓ ગમે તેટલુ હ્રયાગનું કષ્ટ વેઠે તેય મનમાં સાચું જ્ઞાન પ્રકટે નહિ. (૨ ) ખીજું લાકડું પાણીથી આધે હાય, છતાં હાય ભીનું. એનેય ધસવાથી એમાંથી આગ ન નીકળે. એ જ રીતે ભાગનાં સાધનાથી આધે અરણ્યમાં રહેલ સાધક હાય, પણ મનમાં વાસનાઓ સળવળતી હોય તેાય કાઈ તપ તેમાં સાચું જ્ઞાન ઉપજાવી શકે નહિ. ( ૩) પરંતુ જે લાકડું પૂરેપૂરું સૂકું હોય તે જળથી વેગળુ હાય તેને અણુિથી ધસવામાં આવે તે! આગ જરૂર પ્રગટે. એ જ રીતે ભાગનાં સાધનાથી દૂર તેમ જ વાસનાઓથી મુક્ત એવા સાધક જાગભાગને અવલ સાચુ જ્ઞાન મેળવી શકે. વળી, બુદ્ધ ભિક્ષુઓને ઉદ્દેશી સાધનાના અનુભવની વાત કરતાં જણાવે છે કે, હુ જ્યારે સાધના કરતા ત્યારે જ મને વિચાર આળ્યા કે મનમાં સારા અને નરસા અને પ્રકારના વિતર્ક કે વિચારો આવ્યા કરે છે. તેથી મારે એના એ ભાગ પાડવા ઃ જે અકુશળ કે નઠારા વિતર્કો છે તે એકબાજુ અને જે કુરાળ કે હિતકારી વિતર્યું છે તે બીજી બાજુ. કામ, દ્વેષ અને ત્રાસ આપવાની વૃત્તિ આ ત્રણ અકુશળવિતર્કો. તેથી ઊલટું નિષ્કામતા, પ્રેમ અને કાઈ ને પીડા ન આપવાની વૃત્તિ એ ત્રણ કુરાળ વિતર્કો છે. હું વિચાર કરતે એસુ અને મનમાં કાઈ અકુશળ વિતક આવ્યા કે તરત જ વિચાર કરતા કે આ વિતર્ક તમારું કે બીજા કાઈ નું હિત કરનાર તેા છે જ નહિ, અને વધારામાં તે પ્રત્તાને રાકે છે. મન ઉપરની પાકી ચોકીદારી અને સતત જાગૃતિથી એવા વિર્ધાને હું રોકતા, તે એવી રીતે કે જેમ કાઈ ગાવાળિયા, પાકથી ઊભરાતાં ખેતરા ન ભેળાય એ માટે, પાક ખાવા દેતી ગાયાને સાવધાનીથી Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ 1 દર્શન અને ચિંતન ખેતરેથી દૂર રાખે તેમ. પરંતુ જ્યારે મનમાં કુશળ વિતર્ક આવે ત્યારે તે વિત મારા, બીજાના અને બધાના હિતમાં કેવી રીતે છે એને વિચાર કરી સતત જાગૃતિથી હું એ કુશળ વિતનું જતન કરતે. બહુ વિચાર કરતાં બેસી રહેવાથી શરીર થાકી જાય ને શરીર થાકે તે મન પણ સ્થિર ન થાય, એમ ધારી હું કુશળ વિતર્કો આવે ત્યારે મનને માત્ર અંદર જ વાળ. જેવી રીતે ખેતરમાંથી પાક લણાયા પછી શેવાળ ને ખેતરોમાં ટાં મૂકી દે છે, માત્ર દૂર રહી એના ઉપર દેખરેખ રાખે છે, તેમ હું કુશળ વિતર્કો આવે ત્યારે એની દેખરેખ રાખત, પણ મનને નિગ્રહ કરવાનો પ્રયત્ન ન કરો.' બુદ્ધને આ અનુભવ તેમણે સાધેલ મારવિજય સૂચક છે. ' બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહારને મહિમા વેદાંતીઓના બ્રહ્મના મહિમા જે જ છે. તેથી બ્રહ્મવિહાર વિશે થોડુંક વધારે સ્પષ્ટીકરણ આવશ્યક છે. બ્રહ્મ એટલે વક. તેમાં વિહાર કરવો એટલે સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિઓ કેળવી સૌની સાથે સમાનપાગું સાધવું. આ વૃત્તિઓને મૈત્રી, કરુણું, મુદિતા અને ઉપેક્ષા એમ ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. એનું મહત્તવ શ્રી. ધર્માનન્દ કસબીએ પાલિગ્રંથોને આધારે દર્શાવ્યું છે તે તેમના જ શબ્દોમાં ટૂંકમાં વાંચીએ: “માતા જેમ ધાવણ છેકરાનું મૈત્રીથી (પ્રેમથી ) પાલન કરે છે, તે માંદું થાય ત્યારે કરુણાથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હેશિયાર થાય એટલે મુદિત અંતઃકરણથી તેને થાબડે છે, અને ત્યાર પછી જ્યારે તે સ્વતંત્રપણે સંસાર શરૂ કરે, અથવા પોતાના મતથી વિરુદ્ધ રીતે વર્તવા લાગે ત્યારે તેની ઉપેક્ષા કરે છે; કદી તેને દેષ કરતી નથી, અને તેને મદદ કરવા હંમેશ તૈયાર હોય છે, તે પ્રમાણે જ મહાત્માઓ આ ચાર શ્રેષ્ઠ મનવૃત્તિઓથી પ્રેરિત થઈને જનસમૂહનું કલ્યાણ કરવા તત્પર હોય છે.' ગૂઢ અને અણઊકલ્યા પ્રશ્નોથી વેગળા રહેવાનું બુદ્ધનું વલણ સમજવા માટે તેમને માલુંક્યપુત્ર સાથે વાર્તાલાપ ટૂંકમાં જાણી લે ઠીક થશે. ક્યારેક માલુક્યપુત્રે બુદ્ધને પૂછયું કે, “તમે તો બીજા આચાર્યો નિરૂપે છે તેમ જગતના આદિ, અંત કે મૂળ કારણ વિશે તેમ જ નિર્વાણ પછીની સ્થિતિ આદિ વિશે કાંઈ કહેતા નથી, તે હું તમારો શિષ્ય રહી નહિ શકું.' બુદ્ધ જવાબ આપતાં કહે છે કે, “જ્યારે મેં તને શિષ્ય બનાવ્યું ત્યારે શું વચન આપેલું કે એવા અવ્યાકૃત પ્રશ્નોને હું જવાબ આપીશ ? શું તે પણ એમ કહેલું કે જે એવા પ્રશ્નોને જવાબ નહિ આપે તો હું શિષ્ય રહી નહિ શકું?” માલું કથપુત્રે કહ્યું, “ના, એ કઈ કરાર હતો જ નહિ.” બુદ્ધ કહે છે, “તે Page #13 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ પછી શિષ્યપણું છાંડવાની વાત એ છે?” માલુંકW: “ના” આટલાથી ભાલુંક્યને ઉકળાટ તે શ, પણ બુદ્ધ એટલામાત્રથી પતાવી દે તેવા ન હતા. આગળ તેમણે એવી એક વેધક ઉપમા આપી જે બુદ્ધની વલણ સ્પષ્ટ કરે છે. બુદ્ધ કહે છે કે, “કઈ ઝેરી બાણથી ઘવાયે હેય. તેના હિતચિંતકે તેના શરીરમાંથી એ બાણ કાઢવા તત્પર થાય ત્યારે પેલે ઘવાયેલ તેમને કહે કે મને પ્રથમ ભારા નીચેના પ્રશ્નનો જવાબ આપે, પછી બાણ કાઢ-. વાની વાત. મારા પ્રશ્નો એ છે કે બાણ મારનાર કઈ નાતને છે ? કયા ગામને, ક્યા નામને અને કેવા કદને છે ? ઈત્યાદિ. તે જ રીતે એ બાણુ શેમાંથી અને કેવી રીતે બન્યું તથા ધનુષ અને દોરી એ પણ શેનાં અને કોણે બનાવ્યાં છે? વગેરે. આ પ્રશ્નોને જવાબ ન મળે ત્યાં લગી જો વાગેલ બાણ તે પુરુષ કાઢવા ન દે તે શું એ બચી શકે?’ માલુક્યપુત્ર કહે, “નહિ જ.” બુદ્ધ કહે, “તે પછી જે ગૂઢ ને હમેશને માટે અણઊકલ્યા પ્રશ્નો છે એવા પ્રશ્નોના ઉત્તર સાથે બ્રહ્મચર્યવાસ યા સંયમસાધના યા હવનશુદ્ધિના પ્રયત્નો શું સંબંધ છે? ભાલુંક્યપુત્ર, ધાર કે વિશ્વ શાશ્વત યા અશાશ્વત, નિર્વાણ પછી તથાગત રહે છે કે નહિ ઈત્યાદિ તે જાણ્યું ન હોય, તેથી તારી સંયમસાધનામાં શું કાંઈ બાધા આવવાની ? વળી, હું જે તૃષ્ણા અને તેનાથી ઉદ્ભવતાં દુઃખની વાત કહું છું અને તેના નિવારણને ઉપાય દર્શાવું છું તે તે અત્યારે જ જાણું અને અનુભવી શકાય તેવાં છે. તો એની સાથે આવા અકળા પ્રશ્નોને શું સંબંધ છે? તેથી, હે માલુક્યપુત્ર, મેં જે પ્રશ્નોને અવ્યાકૃત કહી બાજુએ રાખ્યા છે તેની ચર્ચામાં શકિત ન વેડફ અને મેં જે પ્રશ્નો વ્યાત. તરીકે આગળ રજૂ કર્યા છે તેને જ સમજ અને અનુસર” ઉપર લખેલી કેટલીક કંડિકાઓ જ બુદ્ધનું ઉપનાકૌશલ સ્પષ્ટ દર્શાવે છે. તેથી એ દર્શાવવા વધારે ઉપમાઓ ન આપતાં એક ઉપયોગી અને સચોટ મનેરમ ઉપમા આપવી યેચું ધારું છું. ક્યારેક અરિષ્ટ નામને એક ભિક્ષુ બુદ્ધના ઉપદેશને વિપર્યાસ કરી લે ને ભરમાવતે. ત્યારે અરિષ્ટને બેલાવી બીજા ભિક્ષ સમક્ષ બુદ્દે ઉપમા દ્વારા જે વસ્તુ સૂચવી છે તે જીવનના દરેક ક્ષેત્રે, સૌને માટે, એકસરખી ઉપયોગી છે. બુદ્ધ કહે છે કે, “પ્રતિષ્ઠિત ગણાતાં ગમે તેટલાં શાસ્ત્રો ભણું જાય, મોઢે બોલી જાય, પણ એને સાચો ભાવ પ્રજ્ઞાથી ન સમજે, માત્ર એનો ઉપયોગ ખ્યાતિ મેળવવામાં કે આજીવિકા કેળવવામાં કરે, તે એ પોપટિયું જ્ઞાન ઊલટું તેને ભારે નુકસાન કરે. જેમ કોઈ મદારી મેટા સાપને પકડે, પણ તેનું Page #14 -------------------------------------------------------------------------- ________________ 670] દર્શન અને ચિંતન પૂછવું કે પેટ પકડી મોટું ન દબાવે તે એ સાપ ગમે તેવા બળવાન મદારીને પણ ડખે, અને તેની પકડ નકામી નીવડે. તે જ રીતે પ્રજ્ઞાથી તેને ખરે અર્થ અને ભાવ જાણ્યું ન હોય એવાં શાસ્ત્રોને લાભ-ખ્યાતિ માટે ઉપયોગ કરનાર છેવટે દુર્ગતિ પામે. આથી ઊલટું, જે પુરુષ પ્રજ્ઞા અને સમજણથી શાસ્ત્રોને ભાગ્ય રીતે ગ્રહણ કરે અને તેને ઉપગ લાભખ્યાતિમાં ન કરે તે પુરુષ સાણસામાં મેટું દબાવી સાપને પકડનાર કુશળ મદારીની પેઠે સાપના ડંખથી મુક્ત રહે. એટલું જ નહિ, પણ તે સાપને એગ્ય રીતે ઉપયોગ પણ કરી શકે.” બુદ્ધની વિશેષતાને સૂચવનાર જે થોડાક દાખલા ઉપર આપ્યા છે તે અને જે આપવામાં નથી આવ્યા તે બધાયથી ચડી જાય તે અથવા તો સમસ વિશેષતાના મર્મને ખુલાસો કરે એ એક દાખલે અંતમાં ન આપું તો બુદ્ધ વિશેનું પ્રસ્તુત ચિત્ર અધૂરું જ રહે. વળી, ભારતીય તત્ત્વચિન્તકોની વિચાર–સ્વતંત્રતાને દર્શાવતાં . મેકસમૂલરે ઈ. સ. ૧૮૯૪માં પિતાના વેદાંત ઉપરના ત્રીજા ભાષણમાં બુદ્ધની એ જ વિશેષતાને નિર્દેશ કર્યો છે, અને સત્યધિક તેમ જ સ્વતંત્ર વિચારક સ્વર્ગવાસી કિશોરલાલભાઈએ “જીવનશોધન'ની પ્રસ્તાવનાના પ્રારંભમાં પણ - બુદ્ધની એ જ વિશેષતાનો નિર્દેશ કર્યો છે. હું જાણું છું ત્યાં લગી બુદ્ધ પહેલાં અને બુદ્ધ પછીનાં 2500 વર્ષમાં બીજા કોઈ પુરુષે બુદ્ધના જેટલી સ્વસ્થતા, ગંભીરતા અને નિભર્યતાથી એવા ઉદ્દગારો નથી ઉચ્ચાર્યો, જે વિચાર સ્વતંત્રતાની સાચી પ્રતીતિ કરાવે તેવા હોય. તે ઉદ્ગારે આ રહ્યા અને એ જ એમની સર્વોપરી વિશેષતા : હે કે, હું જે કાંઈ કહું છું તે પરંપરાગત છે એમ જાણું ખરું માનશે નહિ. તમારી પૂર્વ પરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરું માનશે. નહિ. આવું હશે એમ ધારી ખરું માનશે નહિ. તર્કસિદ્ધ છે એમ જાણ ખરું માનશે નહિ, લૌકિક ન્યાય છે એમ જાણું ખરું માનશો નહિ. સુંદર લાગે છે માટે ખરું માનશે નહિ. તમારી શ્રદ્ધાને પિષનારું છે એવું જાણી ખરું માનશે નહિ. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું, એવું જાણું ખરું માનશે નહિ. પણ તમારી પિતાની વિવેકબુદ્ધિથી મારે ઉપદેશ ખરે લાગે તે જ તમે તેને સ્વીકાર કરજે. તેમ જ જે સૌના હિતની વાત છે એમ લાગે છે જ તેને સ્વીકાર કર.”-( કાલામસુત્ત) –અખંડ આનંદ, મે 1956.