________________
દર 1
દર્શન અને ચિંતન અનુભવ જરા ગૌણ થઈ જાય છે; દીર્ધતપસ્વી મહાવીરે સંગમ અસુરના કઠોર ઉપસર્ગો છ માસ લગી સહ્યા અને અતિ એને પરાભવ કર્યો, એ રૂપકવર્ણનમાં પણ સીધેસીધું માનવીય મનોવૃત્તિનું તુમુલ દૂધ જેવા નથી મળતું કૃષ્ણની કાલિયનાગદમનની વાર્તા પણ એક પૌરાણિક વાર્તા જ બની જાય છે, જ્યારે બુદ્ધનું કુશળ–અકુશળ વૃત્તિઓનું આંતરિક તુમુલ દૂધ એમના સીધા સ્વાનુભવ વર્ણનમાં સચવાયેલું છે, ભલે પાછળથી અશ્વઘોષે કે લલિતવિસ્તરના લેખકે તેને કવિકલ્પનાના કૂવામાં ઝુલાવ્યું હોય. મારવિજયથી બુદ્ધની સાધના પૂરી થતી નથી, એ તો આગળની સાધનાની માત્ર પીઠિકા બની રહે છે. બુદ્ધનો આંતરિક પ્રશ્ન એ હતું કે માનવતાને સાચું સુખ સાંપડે એવો કર્યો વ્યવહારુ માર્ગ છે? આ પ્રશ્નનું નિરાકરણ અત્યારે જેટલું સરલ લાગે છે તેટલું તેમને માટે તે કાળમાં સરલ ન હતું. પણ બુધે તે એવું નિરાકરણ મેળવવા સુધી ન જંપવાને કઠેર સંકલ્પ જ કર્યો હતો. એ સંકલ્પ અંતે તેમને રસ્તા દાખવ્યો.
- તે કાળમાં આત્મતત્વને લગતા અને તે વિશે સામસામી ચર્ચા–પ્રતિચર્ચા કરતા અનેક પંડ્યા હતા. તેમાં એક પંથ બ્રહ્મવાદને હતે. એ માનતો કે ચરાચર વિશ્વના મૂળમાં એક અખંડ બ્રહ્મતત્વ છે, જે સચ્ચિદાનંદરૂપ છે અને જેને લીધે આ સમગ્ર વિશ્વ અસ્તિત્વમાં આવ્યું છે, ટકી રહ્યું છે અને પરિવર્તન પામી રહ્યું છે. આવું બ્રહ્મ એ જ સર્વ દેવેનું અધિષ્ઠાન હૈઈ દેવાધિદેવ પણ છે. બુદ્ધનો પ્રશ્ન વ્યવહાર હતા. એમને જગતના મૂળમાં શું છે? તે કેવું છે? -ઇત્યાદિ બાબતોની બહુ પડી ન હતી. એમને તે એ શોધવું હતું કે બીજા બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠતા ધરાવતી માનવજાતિ જ પ્રમાણમાં ઇતર પ્રાણજગત કરતાં વધારે કલહપરાયણ અને વિશેષ વૈરપ્રતિરપરાયણ દેખાય છે, તે એના એ સંતાપનિવારણને કઈ સરલ વ્યવહારુ માર્ગ છે કે નહિ ? આ મથામણ તેમને બ્રહ્મવિહારને ભાર્ગ સુઝાડ્યો. તપ અને ધ્યાનના પૂર્વ સંસ્કારોએ તેમને મદદ કરી હશે, પણ બ્રહ્મવિહારની શોધમાં મુખ્ય પ્રેરક બળ તે એમના વ્યવહારુ પ્રશ્નના ઉકેલ પાછળની લગનીમાં જ દેખાય છે. બેશક, તે કાળે અને તેથી પહેલાં પણ, આત્મૌપજ્યના પાયા ઉપર અહિંસાની પ્રતિષ્ઠા થયેલી હતી; સર્વભૂતહિરતઃ અને મૈત્રીની ભાવના જ્યાંત્યાં ઉપદેશાતી, પરંતુ બુદ્ધની વિશેષતા બ્રહ્મતત્વ યા બ્રહ્મદેવના સ્થાનમાં બ્રહ્મવિહારની પ્રતિષ્ઠા કરવામાં છે. આપણે અત્યાર લગીનાં પ્રાપ્ત સાધનો દ્વારા એ નથી જાણતા કે બુદ્ધ સિવાય બીજા કોઈએ બ્રહ્મવિહારની વ્યાપક ભાવનાને એટલે સુરેખ અને સચેટ પાસે ના હોય. બૌદ્ધવાલ્મયમાં જ્યાં ને ત્યાં આ બ્રહ્મવિહારનું જેવું વિશદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org