SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૦ ] દર્શન અને ચિંતા આપવીતી અને સ્વાનુભવ સ્વમુખથી, ભલે છૂટે છૂટે પણ, કહેલ છે અને તે સચવાયેલ છે, (જેમ કે મઝિમનિકાયના અરિયપત્ર્યિસન, મહાસક, સહનાદ, મૂળદુખખબ્ધ આદિ સુત્તોમાં તેમ જ અંગુત્તરનિકાય અને સુરનિપાત આદિમાં) તેવો અને તેટલે બીજા કોઈના જીવનમાં વર્ણવાયેલ જેવા નથી મળતો. મુખ્ય પુરુષ વિશેની હકીકત શિષ્ય-પ્રશિષ્યો દ્વારા જાણવા મળે, તે યથાવત્ પણ હોય, તે તેનું મૂલ્ય જાતકથન કરતાં ઓછું જ છે, અને વધારે તે નથી જ. જાતકથન યા સ્વાનુભવવર્ણનમાં, તે કહેનારના આત્માના તારે જે મધુરતા અને સંવાદથી ઝણઝણી ઊઠે છે તે મધુરતા અને સંવાદ અન્ય દ્વારા પ્રાપ્ત થયેલ વર્ણનમાં ભાગ્યે જ સંભળાય. એ ખરું કે બુદ્ધજીવનના અનેક પ્રસંગે એમના શિષ્ય-પ્રશિષ્યોએ નોંધી રાખ્યા છે, ભક્તિ અને અતિશયોક્તિનો એમાં પુષ્કળ રંગ પણ છે; તેમ છતાં અનેક જીવનપ્રસંગે એવા પણ છે કે જે બુદ્ધ પિતે જ કહ્યા છે અને આસપાસનો સંદર્ભ તેમ જ તે ‘કથનની સહજતા જોતાં એમાં જરાય શંકા નથી રહેતી કે તે તે પ્રસંગોનું વર્ણન બુદ્દે પોતે જ કરેલું છે. આ કંઈ જેવી તેવી વિશેષતા નથી. આજે જ્યારે ચોમેર તટસ્થપણે લખાયેલ આત્મકથાનું મહત્ત્વ અંકાઈ રહ્યું છે ત્યારે, ૨પ૦૦ વર્ષ પહેલાંની એવી આત્મકથાનો શેડો પણ વિશ્વસનીય ભાગ મળે તે તે, એ કહેનાર પુરુષની જેવી તેવી વિશેષતા લેખાવી ન જોઈએ, કેમ કે એ સ્વાનુભવના વિશ્વસનીય ચેડાક ઉદ્ગારા ઉપરથી પણ કહેનારના વ્યક્તિત્વનું સાચું મૂલ્યાંકન કરવાની સામગ્રી મળી જાય છે. * તથાગતની બીજી અને મહત્ત્વની વિશેષતા તેમની સત્યની અદમ્ય શોધ અને પ્રાણાન્ત પણ પીછેહઠ ન કરવાની સંકલ્પમાં રહેલી છે. ભારતમાં અને ભારત બહાર પણ અનેક સાચા સત્યશોધકે થયા છે, તેમણે પોતપોતાની શોધ મિયાન બહુ બહુ વેઠવું પણ છે, પરંતુ તથાગતની તાલાવેલી અને ભૂમિકા એ જુદાં જ તરી આવે છે. જયારે એમણે હસતે મુખે માતા, પિતા, પત્ની આદિને વિલાપ કરતાં છોડી, પ્રવ્રજિત થઈ, નીકળી જવાને એતિહાસિક સંકલ્પ કર્યો ત્યારે એમની પ્રાથમિક ધારણ શી હતી અને માનસિક ભૂમિકા શી હતી એ બધું, તેમણે એક પછી એક છેડેલ ચાલુ સાધનામાર્ગને તેમ જ છેવટે અંતરમાંથી ઊગી આવેલ સમાધાનકારક માર્ગને વિચાર કરીએ છીએ ત્યારે, સ્પષ્ટપણે સમજાય છે. આધ્યામિક શુદ્ધિ સિદ્ધ કરવાને ઉદેશ બુદ્ધને હતો જ, પણ એવા ઉદ્દેશથી પ્રત્રજિત થયેલાની સંખ્યા તે કાળે પણ નાની ન હતી. જે બુદ્ધને માત્ર એટલે જ ઉદ્દેશ હોત તો તે સ્વીકારેલ એવા ચાલુ સાધનામાર્ગોમાં ક્યાંય ને ક્યાંય હરી ઠામ બેસત, પરંતુ બુદ્ધને મહાન ઉદ્દેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249229
Book TitleTathagatni Vishishtatano Marm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size271 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy