________________
તથાગતની વિશિષ્ટતાને મર્મ
[ ૬ ] તથાગત બુદ્ધની ૨૫૦૦મી પરિનિર્વાણુ જયંતી ઉજવાય છે અને તે ભારતમાં. બુદ્ધના સમયથી માંડી અનેક સૈકાઓ સુધી બૌદ્ધ અનુયાયીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહેલી. એમાં એવી ઓટ આવી કે આજે ભારતમાં તળપદ બૌદ્ધો ગણ્યાગાંડ્યા જ છે; પરંતુ ભારતની બહાર છતાં ભારતની ત્રણ-ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિશામાં એશિયામાં જ બૌદ્ધોની તથા બૌદ્ધ પ્રભાવવાળા ધર્મના અનુયાયીઓની સંખ્યા એટલી બધી વિશાળ છે કે જેથી. દુનિયામાં તે ધર્મનું સ્થાન બહુ અગત્યનું છે.
આમ છતાં ભારત બહારના કોઈ પણ બૌદ્ધ દેશમાં એ જયંતી ન જવાતાં ભારતમાં જ ઊજવાય છે, અને તે પણ રાજ્ય અને પ્રજા બનેના સહકારથી. આજનું ભારતીય પ્રજાતંત્ર કોઈ એક ધર્મને વરેલું ન હોઈ અસામ્પ્રદાયિક છે, અને ભારતીય પ્રજા તો મુખ્યપણે બૌદ્ધ ધર્મ સિવાયના બીજા અનેક ધર્મપથામાં વહેંચાયેલી છે. એટલે સહેજે જ પ્રશ્ન થાય છે કે રાજ્ય ને પ્રજા બુદ્ધજયંતી ઊજવે છે તેનું પ્રેરક બળ શું છે?
મારી દષ્ટિએ આને સાચે અને મૌલિક ઉત્તર એ છે કે બૌદ્ધ એ ધર્મ અને પંથ હેવા છતાં તેના સ્થાપક ને પ્રવર્તક તથાગતમાં અસામ્પ્રદાયિક માનવતાનું તત્ત્વ જ પ્રધાનપણે હતું. કોઈ પણ એક ધર્મપુરુષના અનુયાયીઓ મૂળ પુરુષના મૌલિક અને સર્વગ્રાહી વિચારને સંપ્રદાય અને પંથનું રૂપ આપી દે છે. તેને લીધે તે મૂળ પુરુષ ક્રમે ક્રમે સામ્પ્રદાયિક જ લેખાય છે. પરંતુ તથાગત બુદ્ધનું મૂળ કાઠું એવું છે કે તે વધારેમાં વધારે અસામ્પ્રદાયિક માનવતાની દષ્ટિ ઉપર રચાયેલું છે. એટલે બુદ્ધને એક માનવતાવાદી તરીકે જ જે જે અને વિચારી શકીએ તે સામ્પ્રદાયિકતાની ભાષામાં, જયંતીની ઉજવણી વિરુદ્ધ પ્રશ્ન ઊભો થતો જ નથી.
ભારત બહાર કડોની સંખ્યામાં બૌદ્ધો છે; કેટલાક દેશે તે આખા ને આખા બૌદ્ધ જ છે એ ખરું; પણ આવા વિશાળ બૌદ્ધ ધર્મના સ્થાપક અને પ્રવર્તકને જન્મ આપવાનું, તેની સાધનાને પિલવાનું અને તેના ધર્મચક્રને ૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org