________________ 670] દર્શન અને ચિંતન પૂછવું કે પેટ પકડી મોટું ન દબાવે તે એ સાપ ગમે તેવા બળવાન મદારીને પણ ડખે, અને તેની પકડ નકામી નીવડે. તે જ રીતે પ્રજ્ઞાથી તેને ખરે અર્થ અને ભાવ જાણ્યું ન હોય એવાં શાસ્ત્રોને લાભ-ખ્યાતિ માટે ઉપયોગ કરનાર છેવટે દુર્ગતિ પામે. આથી ઊલટું, જે પુરુષ પ્રજ્ઞા અને સમજણથી શાસ્ત્રોને ભાગ્ય રીતે ગ્રહણ કરે અને તેને ઉપગ લાભખ્યાતિમાં ન કરે તે પુરુષ સાણસામાં મેટું દબાવી સાપને પકડનાર કુશળ મદારીની પેઠે સાપના ડંખથી મુક્ત રહે. એટલું જ નહિ, પણ તે સાપને એગ્ય રીતે ઉપયોગ પણ કરી શકે.” બુદ્ધની વિશેષતાને સૂચવનાર જે થોડાક દાખલા ઉપર આપ્યા છે તે અને જે આપવામાં નથી આવ્યા તે બધાયથી ચડી જાય તે અથવા તો સમસ વિશેષતાના મર્મને ખુલાસો કરે એ એક દાખલે અંતમાં ન આપું તો બુદ્ધ વિશેનું પ્રસ્તુત ચિત્ર અધૂરું જ રહે. વળી, ભારતીય તત્ત્વચિન્તકોની વિચાર–સ્વતંત્રતાને દર્શાવતાં . મેકસમૂલરે ઈ. સ. ૧૮૯૪માં પિતાના વેદાંત ઉપરના ત્રીજા ભાષણમાં બુદ્ધની એ જ વિશેષતાને નિર્દેશ કર્યો છે, અને સત્યધિક તેમ જ સ્વતંત્ર વિચારક સ્વર્ગવાસી કિશોરલાલભાઈએ “જીવનશોધન'ની પ્રસ્તાવનાના પ્રારંભમાં પણ - બુદ્ધની એ જ વિશેષતાનો નિર્દેશ કર્યો છે. હું જાણું છું ત્યાં લગી બુદ્ધ પહેલાં અને બુદ્ધ પછીનાં 2500 વર્ષમાં બીજા કોઈ પુરુષે બુદ્ધના જેટલી સ્વસ્થતા, ગંભીરતા અને નિભર્યતાથી એવા ઉદ્દગારો નથી ઉચ્ચાર્યો, જે વિચાર સ્વતંત્રતાની સાચી પ્રતીતિ કરાવે તેવા હોય. તે ઉદ્ગારે આ રહ્યા અને એ જ એમની સર્વોપરી વિશેષતા : હે કે, હું જે કાંઈ કહું છું તે પરંપરાગત છે એમ જાણું ખરું માનશે નહિ. તમારી પૂર્વ પરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરું માનશે. નહિ. આવું હશે એમ ધારી ખરું માનશે નહિ. તર્કસિદ્ધ છે એમ જાણ ખરું માનશે નહિ, લૌકિક ન્યાય છે એમ જાણું ખરું માનશો નહિ. સુંદર લાગે છે માટે ખરું માનશે નહિ. તમારી શ્રદ્ધાને પિષનારું છે એવું જાણી ખરું માનશે નહિ. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું, એવું જાણું ખરું માનશે નહિ. પણ તમારી પિતાની વિવેકબુદ્ધિથી મારે ઉપદેશ ખરે લાગે તે જ તમે તેને સ્વીકાર કરજે. તેમ જ જે સૌના હિતની વાત છે એમ લાગે છે જ તેને સ્વીકાર કર.”-( કાલામસુત્ત) –અખંડ આનંદ, મે 1956. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org