________________
તથાગતની વિશિષ્ટતાને મર્મ પછી શિષ્યપણું છાંડવાની વાત એ છે?” માલુંકW: “ના” આટલાથી ભાલુંક્યને ઉકળાટ તે શ, પણ બુદ્ધ એટલામાત્રથી પતાવી દે તેવા ન હતા. આગળ તેમણે એવી એક વેધક ઉપમા આપી જે બુદ્ધની વલણ સ્પષ્ટ કરે છે.
બુદ્ધ કહે છે કે, “કઈ ઝેરી બાણથી ઘવાયે હેય. તેના હિતચિંતકે તેના શરીરમાંથી એ બાણ કાઢવા તત્પર થાય ત્યારે પેલે ઘવાયેલ તેમને કહે કે મને પ્રથમ ભારા નીચેના પ્રશ્નનો જવાબ આપે, પછી બાણ કાઢ-. વાની વાત. મારા પ્રશ્નો એ છે કે બાણ મારનાર કઈ નાતને છે ? કયા ગામને,
ક્યા નામને અને કેવા કદને છે ? ઈત્યાદિ. તે જ રીતે એ બાણુ શેમાંથી અને કેવી રીતે બન્યું તથા ધનુષ અને દોરી એ પણ શેનાં અને કોણે બનાવ્યાં છે? વગેરે. આ પ્રશ્નોને જવાબ ન મળે ત્યાં લગી જો વાગેલ બાણ તે પુરુષ કાઢવા ન દે તે શું એ બચી શકે?’ માલુક્યપુત્ર કહે, “નહિ જ.” બુદ્ધ કહે, “તે પછી જે ગૂઢ ને હમેશને માટે અણઊકલ્યા પ્રશ્નો છે એવા પ્રશ્નોના ઉત્તર સાથે બ્રહ્મચર્યવાસ યા સંયમસાધના યા હવનશુદ્ધિના પ્રયત્નો શું સંબંધ છે? ભાલુંક્યપુત્ર, ધાર કે વિશ્વ શાશ્વત યા અશાશ્વત, નિર્વાણ પછી તથાગત રહે છે કે નહિ ઈત્યાદિ તે જાણ્યું ન હોય, તેથી તારી સંયમસાધનામાં શું કાંઈ બાધા આવવાની ? વળી, હું જે તૃષ્ણા અને તેનાથી ઉદ્ભવતાં દુઃખની વાત કહું છું અને તેના નિવારણને ઉપાય દર્શાવું છું તે તે અત્યારે જ જાણું અને અનુભવી શકાય તેવાં છે. તો એની સાથે આવા અકળા પ્રશ્નોને શું સંબંધ છે? તેથી, હે માલુક્યપુત્ર, મેં જે પ્રશ્નોને અવ્યાકૃત કહી બાજુએ રાખ્યા છે તેની ચર્ચામાં શકિત ન વેડફ અને મેં જે પ્રશ્નો વ્યાત. તરીકે આગળ રજૂ કર્યા છે તેને જ સમજ અને અનુસર”
ઉપર લખેલી કેટલીક કંડિકાઓ જ બુદ્ધનું ઉપનાકૌશલ સ્પષ્ટ દર્શાવે છે. તેથી એ દર્શાવવા વધારે ઉપમાઓ ન આપતાં એક ઉપયોગી અને સચોટ મનેરમ ઉપમા આપવી યેચું ધારું છું.
ક્યારેક અરિષ્ટ નામને એક ભિક્ષુ બુદ્ધના ઉપદેશને વિપર્યાસ કરી લે ને ભરમાવતે. ત્યારે અરિષ્ટને બેલાવી બીજા ભિક્ષ સમક્ષ બુદ્દે ઉપમા દ્વારા જે વસ્તુ સૂચવી છે તે જીવનના દરેક ક્ષેત્રે, સૌને માટે, એકસરખી ઉપયોગી છે. બુદ્ધ કહે છે કે, “પ્રતિષ્ઠિત ગણાતાં ગમે તેટલાં શાસ્ત્રો ભણું જાય, મોઢે બોલી જાય, પણ એને સાચો ભાવ પ્રજ્ઞાથી ન સમજે, માત્ર એનો ઉપયોગ
ખ્યાતિ મેળવવામાં કે આજીવિકા કેળવવામાં કરે, તે એ પોપટિયું જ્ઞાન ઊલટું તેને ભારે નુકસાન કરે. જેમ કોઈ મદારી મેટા સાપને પકડે, પણ તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org