________________
૧૬૮ 1
દર્શન અને ચિંતન ખેતરેથી દૂર રાખે તેમ. પરંતુ જ્યારે મનમાં કુશળ વિતર્ક આવે ત્યારે તે વિત મારા, બીજાના અને બધાના હિતમાં કેવી રીતે છે એને વિચાર કરી સતત જાગૃતિથી હું એ કુશળ વિતનું જતન કરતે. બહુ વિચાર કરતાં બેસી રહેવાથી શરીર થાકી જાય ને શરીર થાકે તે મન પણ સ્થિર ન થાય, એમ ધારી હું કુશળ વિતર્કો આવે ત્યારે મનને માત્ર અંદર જ વાળ. જેવી રીતે ખેતરમાંથી પાક લણાયા પછી શેવાળ ને ખેતરોમાં ટાં મૂકી દે છે, માત્ર દૂર રહી એના ઉપર દેખરેખ રાખે છે, તેમ હું કુશળ વિતર્કો આવે ત્યારે એની દેખરેખ રાખત, પણ મનને નિગ્રહ કરવાનો પ્રયત્ન ન કરો.'
બુદ્ધને આ અનુભવ તેમણે સાધેલ મારવિજય સૂચક છે. '
બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહારને મહિમા વેદાંતીઓના બ્રહ્મના મહિમા જે જ છે. તેથી બ્રહ્મવિહાર વિશે થોડુંક વધારે સ્પષ્ટીકરણ આવશ્યક છે. બ્રહ્મ એટલે વક. તેમાં વિહાર કરવો એટલે સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિઓ કેળવી સૌની સાથે સમાનપાગું સાધવું. આ વૃત્તિઓને મૈત્રી, કરુણું, મુદિતા અને ઉપેક્ષા એમ ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. એનું મહત્તવ શ્રી. ધર્માનન્દ કસબીએ પાલિગ્રંથોને આધારે દર્શાવ્યું છે તે તેમના જ શબ્દોમાં ટૂંકમાં વાંચીએ: “માતા જેમ ધાવણ છેકરાનું મૈત્રીથી (પ્રેમથી ) પાલન કરે છે, તે માંદું થાય ત્યારે કરુણાથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હેશિયાર થાય એટલે મુદિત અંતઃકરણથી તેને થાબડે છે, અને ત્યાર પછી
જ્યારે તે સ્વતંત્રપણે સંસાર શરૂ કરે, અથવા પોતાના મતથી વિરુદ્ધ રીતે વર્તવા લાગે ત્યારે તેની ઉપેક્ષા કરે છે; કદી તેને દેષ કરતી નથી, અને તેને મદદ કરવા હંમેશ તૈયાર હોય છે, તે પ્રમાણે જ મહાત્માઓ આ ચાર શ્રેષ્ઠ મનવૃત્તિઓથી પ્રેરિત થઈને જનસમૂહનું કલ્યાણ કરવા તત્પર હોય છે.'
ગૂઢ અને અણઊકલ્યા પ્રશ્નોથી વેગળા રહેવાનું બુદ્ધનું વલણ સમજવા માટે તેમને માલુંક્યપુત્ર સાથે વાર્તાલાપ ટૂંકમાં જાણી લે ઠીક થશે. ક્યારેક માલુક્યપુત્રે બુદ્ધને પૂછયું કે, “તમે તો બીજા આચાર્યો નિરૂપે છે તેમ જગતના આદિ, અંત કે મૂળ કારણ વિશે તેમ જ નિર્વાણ પછીની સ્થિતિ આદિ વિશે કાંઈ કહેતા નથી, તે હું તમારો શિષ્ય રહી નહિ શકું.' બુદ્ધ જવાબ આપતાં કહે છે કે, “જ્યારે મેં તને શિષ્ય બનાવ્યું ત્યારે શું વચન આપેલું કે એવા અવ્યાકૃત પ્રશ્નોને હું જવાબ આપીશ ? શું તે પણ એમ કહેલું કે જે એવા પ્રશ્નોને જવાબ નહિ આપે તો હું શિષ્ય રહી નહિ શકું?” માલું કથપુત્રે કહ્યું, “ના, એ કઈ કરાર હતો જ નહિ.” બુદ્ધ કહે છે, “તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org