Book Title: Tathagatni Vishishtatano Marm Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ [ ૬૬a તથાગતની વિશિષ્ટતાને મર્મ અને હૈદ્યહારી ચિત્ર આલેખાયેલું મળે છે તે બુદ્ધની વિશેષતાનું સૂચક પણ છે. જ્યારે બુદ્ધને મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓમાં માનવજાતિના સુખનો માર્ગ દેખાય ત્યારે તેમને પિતાની બીજી શોધ સધાયાની દઢ પ્રતીતિ થઈ, અને પછી તેમણે એ જ ભાવનાઓને બ્રહ્મવિહાર કહી માનવજાતિને સૂચવ્યું કે તમે અગમ્ય અને અકળ બ્રહ્મતત્ત્વની જટિલ ચર્ચા કરશો તે છેવટે તમારે સાચી શાંતિ માટે આ બ્રહ્મવિહારને આશ્રય લે પડશે. એ જ વ્યવહારુ અને જીવનમાં પ્રયત્નશીલ સીને સુલભ એવું બ્રહ્મ છે. જો બુદ્ધના આ બ્રહ્મવિહારને આપણે માનવજાતિના સ્થિર સુખના પાયા લેખે વિચાર કરીએ તે સમજાયા વિના નહિ રહે કે એ કેવી જીવનપ્રદ શોધ છે. બુદ્ધ પિતાના આખા જીવનમાં જે નવા નવા રૂપે અનેક ઉપદેશ કર્યો છે, તેના મૂળમાં આ બ્રહ્મવિહારને વિચાર જ તરવરે છે—જેમ ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં સત્ય અને અહિંસાની પ્રબળ વૃત્તિ તરવરે છે તેમ. કહેવાય છે કે પ્રતીત્યસમુપાદ અને ચાર આર્યસત્ય એ બુદ્ધની વિશેષતા છે, પણ આ કથનમાં મૌલિક વજૂદ નથી. બુદ્ધના પહેલાંથી જ ભારતીય આધ્યત્મિકે એ નિર્ણય ઉપર આવેલા હતા કે અવિદ્યાથી તૃષ્ણ અને તૃષ્ણામાંથી જ બીજા દુખે જન્મે છે. આ વિચારને બુદ્ધ પિતાની રીતે પ્રતીત્યસમુપાદના નામથી વિકસાવ્યું અને વિરતાર્યો એટલું જ. એ જ રીતે ચાર આર્યસ પણું બુદ્ધના પહેલાંથી સાધકે અને ગીઓમાં જાણીતાં હતાં એટલું જ નહિ, પણ ઘણું તારવીએ અને ત્યાગીઓ એ સત્યને આધારે જીવન ધડવા પ્રયત્ન પણ કરતા. જેને પરંપરાનાં આસવ, બંધ, સંવર અને મેક્ષ એ ચાર તો કાંઈ મહાવીરની પ્રાથમિક શોધ નથી; એની પરંપરા પાર્શ્વનાથ સુધી તે જાય જ છે. એ જ ચાર તો ઉપનિષદોમાં પણ જુદે જુદે નામે મળે જ છે, અને કપિલના પ્રાચીન સાંખ્ય આધાર પણ એ જ ચાર તત્ત્વ છે. પ્રતીત્યસમુત્પાદ કે ચાર આર્યસત્ય એ બુદ્ધની મૌલિક વિશેષતા નથી, તેય એને આધારે ઉચ્ચ જીવન ઘડવાની રીત એ બુદ્ધની આગવી રીત છે. જ્યારે એમણે નિર્વાણુના ઉપાય લેખે આર્યઅષ્ટાંગિકમાર્ગ નિરૂપે ત્યારે એમણે વર્તમાન જીવનમાં આંતરબાહ્ય શુદ્ધિ આણવા ઉપર વધારેમાં વધારે ભાર મૂક્યો. પરંતુ હા, આમાંય બુદ્ધની વિશેષતા હેાય તે ચોક્કસપણે એ છે કે તેમણે વિચાર અને આચારની સાધનામાં મધ્યમમાર્ગી વલણ સ્વીકાર્યું. જે તેમણે આવું વલણ સ્વીકાર્યું ન હતું તે તેમને ભિક્ષુસંધ ભિન્ન ભિન્ન સંસ્કારવાળા દેશાંતરમાં જઈ શસ્ત કે કામ કરી શત નતિ અને જાતજાતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14