Book Title: Tathagatni Vishishtatano Marm
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ તથાગતની વિશિષ્ટતાના સમ [ ૬૬૧ એ પણ હતા કે ક્લેશ અને કકાસમાં ચીપચી રહેતી. માનવતાને ચાલુ જીવનમાં જ સ્થિર સુખ આપે એવા માર્ગની શોધ કરવી. ખુદ્દ તે વખતે અતિપ્રચલિત અને પ્રતિષ્ઠિત એવા ધ્યાન અને યાગમાગ ભણી પ્રથમ વળે છે, એમાં તે પૂરી સિદ્ધિ પણ મેળવે છે, તેાય એમનું મન ઠરતું નથી. આ શાને લીધે ? એમના મનમાં થાય છે કે ધ્યાનથી અને યોગાભ્યાસથી એકાગ્રતાની શક્તિ અને કેટલીક સિદ્ધિઓ લાધે છે ખરી, એ સારી પણ છે, પરંતુ એનાથી સમગ્ર માનવતાને શું લાભ ? આ અજપે તેમને તે સમયે પ્રચલિત એવા અનેકવિધ કઠોર દેહદમન તરફ વાળે છે. તે કારતમ તપસ્યાએ! દ્વારા દેહને શાષવી નાખે છે, પણ તેમના મનનું આખરી સમાધાન થતું નથી. આમ શાથી ? એમને એમ થયું કે માત્ર આવા કઠોર દેહદમનથી ચિત્ત વિચાર અને કાર્યશક્તિમાં ખીલવાને બદલે ઊલટુ' કરમાઈ જાય છે. એમણે તેથી કરીને એવું ઉગ્ર તપ પણ ત્યજ્યું, અને તે સાથે જ પાતાના પ્રથમના પાંચ વિશ્વાસપાત્ર સહચારી સાધકાને પણ ગુમાવ્યા; બુદ્ધ સાવ એકલા પક્ષા, એમને હવે કાઈ સધ, મડ કે સોબતીએની ક્રૂ'ક્રૂ ન હતી; અને છતાં તેઓ પોતાના મૂળ ધ્યેયની અસિદ્ધિના અજપાને લીધે નવી જ મથામણું અનુભવવા લાગ્યા. પણ ખુદ્ધની મૂળ ભૂમિકા જ અસામ્પ્રદાયિક અને પૂર્વગ્રહ વિનાની હતી. તેથી તેમણે અનેક ગુરુએ, અનેક સાથીઓ અને અનેક પ્રશસંકાને જતા કરવામાં જરાય હાનિ ન જોઈ; ઊલટુ એમણે એ પૂર્વ પરિચિત ચેલાએ ત્યજી એકલપણે રહેવા, વિચરવા અને વિચારવામાં વિશેષ ઉત્સાહ અનુભવ્યો. ઘરબાર બધું છેોડાય, પણ સ્વીકારેલ પથાના પૂર્વગ્રહો છેાડવા એ કામ અધરામાં અધ છે. મુદ્દે એ અધરું કામ કર્યું અને તેમને પોતાની મૂળ ધારણા પ્રમાણે સિદ્ધિ પણ સાંપડી. આ સિદ્ધિ એ જ યુદ્ધના વ્યક્તિત્વને વિશ્વવ્યાપી બનાવનાર અસાધારણ વિશેષતા છે. નૈરજરા નદીને કિનારે, વિશાળ ચાગાનમાં, સુંદર પ્રાકૃતિક દશ્યા વચ્ચે, પીપળના ઝાડ નીચે, યુદ્ધ આસનબદ્ થઈ ઊઁડા વિચારમાં ગરક થયેલ, ત્યારે એમના મનમાં કામ અને તૃષ્ણાના પૂર્વ સંસ્કારોનું દ્વં શરૂ થયું. એ વૃત્તિ એટલે મારની સેના. ખુદ્દે મારની એ સેનાને પરાભવ કરી જે વાસનાવિજય યા આધ્યાત્મિક શુદ્ધિ સાધી તેને સ્વાનુભવ સુત્તનિપાતના પધાનસુત્તમાં મળે છે, એમાં નથી મૃત્યુક્તિ કે નથી કવિકલ્પના, જે સાધક આ દિશામાં સાચા અર્થાંમાં ગયા હો તે ખુદ્દના ઉદ્ગારમાં પોતાને જ અનુભવ જોરશે. કાલિદાસે કુમારસંભવમાં મહાદેવના કામવિજયનું મનોહર રોમાંચકારી ચિત્ર કળામય રીતે કવ્યુ છે, પણ તે કાવ્યકળામાં કવિની કલ્પનાના આવરણ તળે માનવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14