Book Title: Tathagatni Vishishtatano Marm
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૬૫૮ દર્શન અને ચિંતન ગતિ આપવાનું સાંસ્કારિક તેમ જ આધ્યાત્મિક બળ તે ભારતનું જ છે. જે ભારતનું એ મૂળ સત્વ ન હેત તે ન થાત બુદ્ધ કે ન પ્રસરત ભારત બહાર બૌદ્ધ ધર્મ. ભારતમાં સંખ્યાબંધ ધર્મપુરુષે જન્મતા આવ્યા છે. અધ્યાત્મની પરાકાષ્ઠાએ પહોંચ્યા હોય એવા પણ પુરુષોની બેટ ભારતે ક્યારેય અનુભવી નથી. આમ છતાં સુદૂર ભૂતકાળથી આજ સુધીને ભારતને ઇતિહાસ એટલું તે કહે જ છે કે સિદ્ધાર્થ ગૌતમે માનવતાના વિકાસમાં જેટલે અને જેવો ફાળે આપ્યો છે તેટલે અને તે ફાળ બીજા કોઈ એક ધર્મપુરુષે દુનિયાના ઈતિહાસમાં આપ્યો નથી. જે આમ છે તે ભારત જ્યારે બુદ્ધની જયંતી ઊજવે છે ત્યારે તે કઈ એક સમ્પ્રદાય કે પથને મહત્વ આપે છે એમ ન માનતાં માત્ર એટલું જ માનવું પડે છે કે ભારત પિતાને અને દુનિયાને મળેલા સર્વોચ્ચ માનવતાને વારસની જયંતી ઊજવી રહ્યું છે. આ એક તાત્ત્વિક વાત થઈ ભારત બહારના કોઈ પણ એક બૌદ્ધ દેશે, દાખલા તરીકે જાપાન કે ચીન જેવા વિશાળ રાષ્ટ્ર, બુદ્ધની આ જયંતી ભારત ઊજવે છે તે કરતાં પણ વધારે દભામથી અને કુશળતાથી ઊજવી હોત તે શું ભારતમાં ઉજવાનાર જયંતી કરતાં એમાં વધારે ગૌરવ આવત? હું માનું છું કે એવી કોઈ ઉજમણી માત્ર માગેલ કીમતી અલંકાર જેવી બનત. જે દેશમાં બુદ્ધ જન્મા, જ્યાં પરિવ્રાજક થઈ લેકે વચ્ચે ફર્યા અને જ્યાં તેઓ જ્ઞાન પામ્યા તેમ જ જીવનકાર્ય પૂરું કરી વિલય પામ્યા, ત્યાં તેમની જયંતીની ઉજવણી કેવી સાહજિક હોઈ શકે એ સમજવું વિચારવાને માટે જરાય મુશ્કેલ નથી. આ પ્રશ્નને માત્ર સામ્પ્રદાયિક કે રાજકીય દૃષ્ટિએ ન જોતાં માનવીય સંસ્કૃતિની દૃષ્ટિએ જોઈએ તે જ આવી ઉજવણીનું મુખ્ય પ્રેરક બળ ધ્યાનમાં આવે. - ગાંધીજીએ પિતાના જીવનકાળ દરમિયાન જ, અને જીવન પછીનાં ડાં જ વર્ષોમાં, વિશ્વના માનવતાવાદી લેકેનાં હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેના જેવું સ્થાન પ્રાપ્ત કરતાં બુદ્ધજીવનને તે હજાર વર્ષ લાગ્યાં. તેનું કારણ જમાનાની જુદાઈમાં રહેલું છે. બુદ્ધના જમાનામાં ગાંધીજી થયા હોત તે એમના માનવતાવાદી વિચારોને પ્રસરતાં, બુદ્ધના વિચારોને પ્રસરતાં લાગે તેટલે જ સમય લાગત. આજનાં વિચારવિનિમયનાં સાધનો એવાં ઝડપી છે કે જો તે જ બુદ્ધ આ જમાનામાં થયા હતા તે ગાંધીજીની પેઠે પિતાના જીવનકાળ દરમિયાન જ પિતાના વિચારને દૂરગામી પડી સાંભળી શકત. બુદ્ધને માનવતાવાદી વિચાર લાંબા વખત પછી પણ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14