Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ પદાર્થને મગજમાં ઠોસ બેસાડવા માટે ઊહાપોહ આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. વતિતતિષ્ઠપતીર્થ: સીજ્ઞાનાયાસંમતિ (આવ. નિર્યુ. ટીકા) ની શાસ્ત્રપંક્તિ આ વાતની સત્યતા અને તથ્થતામાં સાક્ષિનો સૂર પૂરાવે છે. સામાન્યદ્રષ્ટિએ ચાલના (=પ્રશ્નોત્થાન) એ શિષ્યનો વિષય છે જ્યારે પ્રત્યવસ્થાન (=ઉત્તરદાન) એ આચાર્યની અવધિમાં આવે છે. ક્યારેક શિષ્યની પ્રજ્ઞા પ્રશ્ન ઊઠાવવા જેટલી તીવ્ર ન પણ હોય. તેવા સંજોગોમાં આ કામગિરિ પણ આચાર્ય બજાવે છે. ('હં વપુ ત કાર્યર') ન્યાયવિશારદ વર્ધમાન તપોનિધિ સ્વ. ગુરૂદેવ શ્રીમદ્વિજય-ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની આ એક વિરલ લાક્ષણિકતા હતી કે તેઓ વાંચવા બેસે કે લખવા, ભણાવતા હોય કે વ્યાખ્યાન કરતા હોય, તર્કના ઇંજેકશન સાથે લઇને જ બેસતા. * શ્રી ઋષભદેવ ભગવાને બાહુબલીમુનિને સમજાવવા બહેન સાધ્વીજીઓને એક વર્ષ પછી જ કેમ મોકલી? હેલી કેમ નહીં? * મરીચિએ ગર્વ ર્યો તે અરિહંતપણું મળવાનું જાણીને કારણે તેના ર્યો. તેમાં નીચગોત્ર કર્મ શું બંધાયું ? * ગણધરોને પ્રભુએ પહેલા ચારિત્ર આપ્યું અને પછી ત્રિપદી આપી. આવું કેમ ? * “નમો અરિહંતાણમાં નમો’ મુખ્ય કે “અરિહંત'? * મૃત્યુ વખતે કેવી દશા થશે તેની ચિંતા વળી અત્યારથી શા માટે કરવી ? * આંબામાંથી આંબો પાકે ને બાવળમાંથી બાવળ પાકે, તો પછી સારા બાપનો છોકરો ખરાબ કેમ પાકે ? * ભગવાનની દ્રવ્યપૂજાને બદલે સામાયિક કરવી એ વધુ ઉચ્ચ આરાધના ન કહેવાય ? * ભગવાનને પ્રદક્ષિણા આપવાની શી જરૂર? * આપણા કર્મથી બીજાની બુદ્ધિ બગડે ખરી ? * જડ પાષાણની મૂર્તિ પૂજનીય શી રીતે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 192