Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ અષ્ટ પ્રાતિહાર્યથી આ તો એક રીતે ગુણો સૂચિત થયા, બાકી બીજી બીજી રીતે પણ ગુણો સૂચિત થાય. તીર્થંકાર પરમાત્મા ગૃહસ્થાવસ્થામાં લગ્ન કરે, સંસાર ભોગવે અને છતાં વિષયોને ત્યાજ્ય અને તિરસ્કરણીય માને તે કેમ બની શકે ? રાગની પ્રવૃત્તિ છતાં જ્વલંત વૈરાગ્યના દાખલા જુઓ : (૧) ખુબ સારો ધંધો ચલાવનારો અને સેવા વિનયાદિ ગુણવાળો પુત્ર એકાએક અકસ્માતમાં મરી ગયો હોય તો માતા-પિતાને કેવો શોક લાગે છે ? પછી એમને સંયોગવશાત્ મિઠાઇ ખાવાનો અવસર આવે તો શું એ એમને ગમે છે ? (૨) મોટું દેવું થઇ ગયું હોય તો દિવાળીમાં મિઠાઇ ખાવી ગમે છે ? (૩) ક્યારેક દુશ્મનને ત્યાં ન છૂટકે ભાણું માંડવાનો પ્રસંગ આવ્યો હોય તો શું એની મિઠાઇ ખાવી ગમે છે ? (૪) નજરકેદી બનેલા રાજાને પાત્ર ખાવા મળે, તો શું એમાં એ ખુશી થાય ? કે એને એના પર સૂગ તિરસ્કાર થાય ? એમ અહીં મેવા-મિઠાઇ આદિ સારા સારા ભોગવવાનું પરિણામે ભારે કર્મબંધ અને દુર્ગતિના કારમાં દુઃખ આવવાનું નજર સામે તરવરે એટલે એ મેવા-મિઠાઇ પર પ્રેમ નહિ, સૂગ જ થાય, એ સ્વાભાવિક છે. તેથી તીર્થંકર ભગવાનને ચારિત્ર-મોહનીય કર્મના જોરે લગ્ન કરવું પડે છે, છતાં અંતરમાં જ્વલંત વૈરાગ્ય હોવાથી એ અલિપ્ત રહે. ઉપાદેય ન માનવા દે, એટલે જ કર્મવશ કરવી પડતી મોહપ્રવૃત્તિમાં દિલને રસ ન હોય. સામાન્ય જીવોને વિશિષ્ટ તથાભવ્યત્વ નહિ તેથી તીર્થંકર નામકર્મ ન ઉપાર્જે અને તીર્થંકર થનાર જીવોને વિશિષ્ટ તથાભવ્યત્વ હોય તેથી તે એ પુણ્ય ઉપાર્જે, આમ તીર્થંકર થવા, ન થવામાં તથાભવ્યત્વનો ફરક Jain Education International ૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 192