________________
જિનશાસન તો ગુણપૂજામાં માને છે, તો અષ્ટ પ્રાતિહાર્યવાળા તરીકે અરિહંતને પૂજ્ય માનવા એ શક્તિની પૂજા થઇ, ગુણની પૂજા ક્યાં આવી? અષ્ટ પ્રાતિહાર્ય એ એમની શક્તિ નથી. શક્તિ તો કહેવાય કે જો તે પોતે સર્જતા હોય, અરિહંત પોતે શક્તિથી પ્રાતિહાર્ય સર્જતા નથી.
' પોતે વીતરાગ હોઇને એવું સર્જવાની ખટપટમાં એ પડે નહિ. એ તો દેવતાઓ એમના અસાધારણ ગુણના હિસાબે કહો કે ગુણના પ્રતીકરૂપે પ્રાતિહાર્યની યોજના કરે છે. એમાં જાણે,) ૮પ્રાતિહાર્યના રહસ્યઃ (૧) અશોક વૃક્ષ એટલે ભગવાન જગતના જીવોને વિશ્રાંતિનું સ્થાન.
ભગવાનના અહિંસાના ઉપદેશથી એકેન્દ્રિય જેવા-જીવોને પણ એટલી
રાહત કે એ ઉપદેશ પામેલા જીવો એમને હણે નહિ. એમ, (૨) પુષ્પવૃષ્ટિ : સુગંધિત સુંદર પુષ્પોની વૃષ્ટિ એટલે ભગવાનની ગુણ
સુવાસિત અને ધર્મસુંદર વચનોની વૃષ્ટિ. (૩) દિવ્યધ્વનિ એટલે ભગવાનથી પ્રાદુર્ભત સ્યાદ્વાદાદિ સિદ્ધાન્તના
સંગીતની લહરી. (૪) બન્ને બાજુ ચંદ્ર જેવા સફેદ ચામર એટલે ભગવાનની સૌમ્યતા અને
નિર્મળતાના પ્રતીક. (૫) સિંહાસન એટલે જાણે ભગવાન ઉત્કૃષ્ટ પુણ્યની બેઠક, અને મૃગલાં
જેવા પ્રાણીઓને પણ મૃગેન્દ્રની માફક સેવ્ય. (૬) ભામંડલ એટલે ભગવાન વિશ્વ પ્રકાશક તેજના પંજ. (૭) દુભિ એ મિથ્યાત્વાદિ શત્રુઓને ભવ્ય જીવો પાસેથી ભાગી જવાની
ભગવાનની ગર્જનાનું અને ભવ્યાત્માઓને મોક્ષયાત્રામાં નિર્ભીક
જોડાવા માટે ભગવાનનું સાર્થવાહ તરીકેનું નિમંત્રણ પ્રતીક. (૮) ત્રણ છત્ર એટલે ભગવાન ત્રિભુવનના શિરચ્છત્ર અને ભવ્યોને
ઉત્તરોત્તર ચઢિયાતા પુણ્યના ને વધતી આત્મ-ઉન્નતિના દાતા છે એનું પ્રતીક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org