Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 4
________________ પ્રકાશીયમ્..... વિ.સં.૧૯૯૧ ના પો.સુ.૧૨ના ચાણસ્મા મુકામે મુનિ ભાનુવિજય તરીકે જૈન શ્રમણ સંસ્થામાં પ્રવેશ કરનારા અને વિ. સં. ૨૦૪૯ના ચૈ.વ.૧૩ના પંકજ સોસાયટી, અમદાવાદ મુકામે જીવનલીલા સંકેલી જનારા પૂજ્યપાદ્ ગુરૂદેવ આ.ભ. શ્રીમદ્વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ પોતાના છ દાયકાના શ્રમણપર્યાય દરમ્યાન કરેલી સંઘ શાસનની અપ્રતીમ સેવા સર્વત્ર સુપ્રતીત છે. વિશિષ્ટ તાર્કિક બુદ્ધિ પ્રતિભાના તેઓ સ્વામી હતા. સાથે પ્રભુશાસનનાં પ્રત્યેક અંગ પ્રત્યેનો તેમનો આદર અને શ્રદ્ધાભાવ પણ બેજોડ હતો. પ્રવચન ઉપરાંત કલમ દ્વારા પણ તેઓશ્રીએ અદ્ભુત યોગદાન કર્યું છે. જીવન દરમ્યાન તેમણે રાતની ચાંદનીના શીતલ પ્રકાશનો પણ લેખનકાર્યમાં ભરપુર ઉપયોગ કરેલો. કરેલા પ્રેરક લખાણોના હજારો પાનાઓ, દિવ્યદર્શનના અંદાજે બે હજારથી અધિક અંકો અને શતાધિક પુસ્તકોના માધ્યમે પ્રકાશિત થઇ ચુક્યા છે. તેમાં તેમની એક ખૂબી પાને પાને દ્દષ્ટિગોચર થયા વિના રહેતી નથી કે સ્વયં જ ‘હવે પૂછો કે આમ કેમ?'.... વગેરે પદોથી પ્રશ્નો ઉઠાવતાં અને પછી ‘અહીં તત્ત્વ આ જાણવું.... વગેરે પદોથી બુદ્ધિવેધક અને હૃદયસ્પર્શી સમાધાન ૨જુ કરતા. પૂજ્યશ્રીના અતલ ઉંડાણવાળા સાહિત્યસમંદરમાં ડૂબકી લગાવીને પૂજ્ય મુનિરાજ શ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા.એ આવા કેટલાક મૌક્તિકો ખોળી કાઢયા છે. વીણેલા મોતીઓને સાંકળતી આ મૌક્તિકમાળા વાંચકવર્ગની સામે દિવ્યદર્શન ટ્રસ્ટ રજું કરે છે. સહુના આત્માના નૂરને ઝળહળાવવા ખૂબ કામ લાગશે. Jain Education International લિ. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વી. શાહ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 192