Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિ-જયશેખર-જગ મેઘવલ્લભસરૂભ્યો નમ: yiraight ઘણા કબાટ-લોકર એવા હોય છે કે માત્ર ચાવી ફેરવતા તે ખુલી જતા નથી પણ ક્રમશ: અનેક ચાવીઓ લગાડતા ક્રમશઃ તેના આટાં ખુલતાં જાય અને છેલ્લે સંપૂર્ણ ઉદ્ઘાટન થાય છે. શાસ્ત્રાર્થનો મહાખજાનો શબ્દોની મંજૂષામાં નિહિત અને પિહિત છે. શાસ્ત્રમંજૂષાને ખોલવા માટેની ક્રમશ: લગાડવાની છ કુંચીનો એક ઝુડો અનુયોગદ્વારાદિ શાસ્ત્રોમાં પડ્યો છે. संहिता च पदं चैव, पदार्थः पदविग्रहः । चालना प्रत्यवस्थानं, षड्विधं विद्धि लक्षणम् ।। શાસ્ત્રકારો ઉત્સાહ જગાડે છે- લ્યો ચાવી, ખોલો તાળા ! વ્યાખ્યાની સચોટ અને ક્રમિક પદ્ધતિ આ શ્લોકમાં બતાડી છે. (I) સહિંતા વ્યાખ્યય શાસ્ત્રવચનનો ઉચ્ચાર. ) પદ ૪ એકેક પદ છૂટા પાડીને બોલવા. (II) પદાર્થ જી પ્રત્યેક પદનો અર્થ કરવો. (IV) પદવિગ્રહ જિ પ્રત્યેક પદની વ્યુત્પત્તિ, સમાસવિગ્રહ વગેરે કરવા. (V) ચાલના જ શિષ્ય (અથવા ગુરૂ સ્વયં) પ્રશ્ન ઉઠાવે અને (VI).પ્રત્યવસ્થાન જ ગુરૂ તેનું સચોટ સમાધાન આપે. શાસ્ત્રવચનને જો રથ કહીયે અને શબ્દાર્થ અને વાક્યાથથી આગળ વધીને મહાવાક્યર્થ અને ઐદત્પર્યાર્થ સુધી વિસ્તરેલા શાસ્ત્રાર્થ સુધીની પ્રદીર્ધ યાત્રા કરવી હોય તો ચાલના અને પ્રત્યવસ્થાનને પેલા રથના પૈડાના સ્થાને ગોઠવવા પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 192