Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ * પરમાત્મરમણતામાંથી સ્વાત્મરમણતામાં શી રીતે જવાય? . * પ્રતિક્રમણના સૂત્રો માગધી-પ્રાકૃત ભાષામાં કેમ ? માતૃભાષામાં કેમ નહીં? * પ્રભુની કરૂણા પામવી એ આપણ હાથની વાત છે કે પ્રભુના હાથની? * પ્રતિજ્ઞા લઇને ભાંગે તેના કરતા વિના પ્રતિજ્ઞાએ પાપ ન આચરીયે તે સારું ને ? ના, આ બધાના જવાબ અહીં નથી જ લખવાનો. એ માટે તો પુસ્તક જવાંચવું પડે. આ તો પુસ્તક સાવંત વાંચવાની ભૂખ જગાડનાર પીપરામૂળ છે. પૂજ્યશ્રીના લગભગ તમામ પુસ્તકો/દિવ્યદર્શનનાં અંકોમાંથી આંશિક ઉદ્ધાર કર્યો છે અને અહીં રજા કર્યો છે. દ્રવ્યાનુયોગ વગેરે ચારે ય અનુયોગ વિષયક પ્રશ્નો પૂજ્યશ્રી ઉઠાવતા. કથાઓનાં અંશ-અંશમાંથી જીવનરહસ્યોને ખેંચી કાઢવાની તેમની પાસે જબ્બર હથોટી હતી. સ્તવન-પૂજાની ઢાળ-કાવ્યપંકિતઓના ગુપ્તગહનમાં પણ તેમની રહસ્યખોજ ચાલું જ રહેતી. ઘણીવાર દહેરાસરે ચૈત્યવંદના કરીને આવ્યા બાદ, રાઇમુહપત્તિ વખતે અપાતી નિયવાચના દરમ્યાન, દહેરાસમાં બોલાયેલા સ્તવનની કોઇ કડીનું રહસ્ય સમજાવતાં. પ્રસ્તુત પુસ્તકમાં પણ આવા ઘણાં પ્રશ્નો સમાવ્યા છે. સતત બેંતાલીશ વર્ષો સુધી દર શનિવારે પ્રગટ થતાં સાપ્તાહિક દિવ્યદર્શનના અંદાજે ૨૨૦૦ અંકો અને સ્વર્ગસ્થ પૂજ્યશ્રીના ઉપલબ્ધ શતાધિક પુસ્તકોના હજારો પાના ઉપર નજર ફેરવતા, નિતનવું પીરસતા રહેવાની ટેકવાળા સ્વર્ગસ્થ પૂજયશ્રી માટે એક પ્રશ્ન સહજ થાય કે “સાહેબજી રોજ નવું નવું કયાંથી લાવતા હશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 192