Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ જે નવી વાતને જાણીતી બનાવીને અને જાણીતી વાતને નવી બનાવીને રજુ કરી શકે તે જ ખરા વિવેચક કહેવાય. સ્વર્ગસ્થ પૂજ્યશ્રી ખરા અર્થમાં વિવેચક હતા, વ્યાખ્યાતા હતા, લેખક હતા. અનુપ્રેક્ષા સ્વાધ્યાયનો મજેદાર રસથાળ પ્રસ્તુત છે. ચિરપરિચિત વિષયવસ્તુમાંથી પણ તદ્દન નવી જ વિચાર દિશા ઊઠતી દેખાશે. સ્વર્ગસ્થ પૂજ્યશ્રી પ્રત્યેના અહોભાવની લાગણીને કાબુમાં રાખીને એમ કહેવાનું મન થાય કે સૈકામાં કયારેક જોવા મળે તેવી વિશિષ્ટ પ્રતિભાના તેઓ ધારક હતા. પ્રસ્તુત સંકલનના માધ્યમે નવો પદાર્થ બોધ થશે તેને આપણે આડલાભ ગણીશું. અનુપ્રેક્ષા શક્તિનો ઉઘાડ થાય તેને આપણે મુખ્ય લાભ માનીશું. પ્રસ્તુત પુસ્તકના વાંચનથી તેઓશ્રીના તાર્કિકપણાંની, જિનાજ્ઞાપ્રતિબદ્ધતાની, ભગવભક્તતાની, વિરલ વૈરાગિતાની પ્રતીતિ થયા વિના નહીં રહે અને જેને આવી પ્રતીતિ પ્રત્યક્ષમાં જ થયેલી હશે તેમને પણ ઉત્તરોત્તરના મળતા સંયમસ્થાનોની જેમ ઉત્તરોત્તરના પ્રતીતિસ્થાનોની પ્રાપ્તિ થશે તે નિઃશંક વાત છે, કારણ કે પ્રસ્તુત કાર્ય વખતે મે સ્વયં આવી અનુભૂતિ કરી છે. તેમની પ્રરૂપણામાં વ્યવહાર સાથે નિશ્ચયને જોડવાની સખત પ્રેરણા પણ મળતી, સાથે નિશ્ચય સંગે વ્યવહારને વળગી રહેવાની પ્રેરણા પણ મળતી. નિશ્ચય-વ્યવહારના આવા અદ્ભુત સમન્વય માટે કેટલાક પ્રશ્નોત્તરો ખાસ જોવા જેવા છે. તર્કની સાથે શ્રી આવશ્યકનિયુક્તિ, શ્રી આચારાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, ઉપદેશમાળા, જ્ઞાનસાર, ભવભાવના, ઉપદેશરહસ્ય, પંચાલકજી, લલિતવિસ્તરા, ધર્મબિન્દુ વગેરે ગ્રન્થોનાં સંદર્ભ પણ ઠેરઠેર ટાંક્યા છે. પ્રસ્તુત પુસ્તકનું આદર અને મનનપૂર્વક વાંચન કરવાથી શ્રદ્ધાની દઢતા, વૈરાગ્યની જ્વલંતતા, પરમાત્મભક્તિની તન્મયતા વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 192