Book Title: Swadhyaya
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૨૫૪ જિનતત્ત્વ મિથ્યાશ્રતનું પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે, વ્યવહારુ શિક્ષણ લેતા શાળાકૉલેજના વિદ્યાર્થીઓ પરીક્ષાને અર્થે પોતાના પાઠ્યગ્રંથોનું (મધ્યાહ્યુતનું) વારંવાર અધ્યયન કરતા હોય છે. તેનો હેતુ અમુક સમય પૂરતો મર્યાદિત અધ્યયન કરતાં સ્વાધ્યાય શબ્દ અર્થની દૃષ્ટિએ વધુ ચડિયાતો છે. અનેક જ્ઞાની મહાત્માઓએ અધ્યાત્મજ્ઞાનના એક એક પદાર્થ ઉપર વિવધ દૃષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો છે, જે કેટલાય જીવોને આત્મિક કલ્યાણની દૃષ્ટિએ ઉપયોગી નીવડે છે. એવા ગ્રંથોનું વારંવાર અધ્યયન સ્વઅર્થે, આત્મકલ્યાણ અર્થે જ્યારે થાય છે ત્યારે તે અધ્યયન સ્વાધ્યાય બને છે. વારંવાર સ્વાધ્યાય કરવાથી જીવને પોતાનામાં રહેલાં સારાસાર તત્ત્વોનો પરિચય થાય છે, હેય અને ઉપાદેય તત્ત્વોની પ્રતીતિ થાય છે અને એથી પ્રેરાઈને પોતાના પુરુષાર્થ વડે યોગ્ય માર્ગદર્શન સહિત પોતાના આત્માને નિર્મળ કરવા તરફ તે વળે છે. સમ્યકશ્રુતના સ્વાધ્યાયથી આ રીતે સવિશેષ આત્મિક લાભ થાય છે. ‘સ્વાધ્યાય' શબ્દની નીચે પ્રમાણે વ્યાખ્યા આપવામાં આવે છે : (૧) ચર: આત્મિનઃ મધ્યમ સ્વાધ્યાય: ' પોતાનું એટલે કે આત્માનું અધ્યયન તે સ્વાધ્યાય. (૨) aધ્યયન-ધ્યાયઃ સુ સુરો થાયસ્વાધ્યાય સુંદર અધ્યયન અર્થાત્ સત્ શાસ્ત્રનું મર્યાદાપૂર્વક અધ્યયન તે સ્વાધ્યાય. (૩) “સ્થાનાંગ સૂત્ર'ની ટીકામાં લખ્યું છે: शोभनं आ मर्यादया अध्ययनश्रुतस्याधिकमनुसरणं स्वाध्यायः । વિધિ અનુસાર, મર્યાદા સહિત કૃતનું અધ્યયન, કે અનુસરણ તે સ્વાધ્યાય. (४) सुष्ठु आ-मर्यादया अधीयते इति स्वाध्यायः।। સત્ શાસ્ત્રનું મર્યાદા સહિત અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય. (५) स्वाध्यायस्तत्त्वज्ञानस्याध्ययनमध्यापनं स्मरणं च। તત્ત્વજ્ઞાન ભણવું, તે ભણાવવું કે તેનું સ્મરણ કરવું તે સ્વાધ્યાય છે. (૬) જ્ઞાનમાવનાત્તાત્યા : સ્વાધ્યાયઃ આળસનો ત્યાગ કરી જ્ઞાનની ભાવના કે આરાધના કરવી એ સ્વાધ્યાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14