Book Title: Swadhyaya
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 11
________________ સ્વાધ્યાય ૨૬૧ __ तत्रानधीतस्य सूत्रस्य ग्रहणं वाचना १, ततः संदेहे सति प्रच्छना पृच्छा २, निश्चितस्य सूत्रस्य अविस्मरणार्थं गुणनं परिवर्तना ३, सूत्रवदर्थस्यापि चिंतनमनुप्रेक्षा ४, अभ्यस्तसूत्रार्थस्य परं प्रत्युपदेशदानं धर्मकथेति । આ પાંચ પ્રકારમાં નહિ અભ્યાસ કરેલા સૂત્રનું જે ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. તેમાં સંદેહ પડતાં જે કંઈ પૂછવું તે પૃચ્છના કહેવાય છે. પછી નિશ્ચય કરેલા સૂત્રને ન ભૂલી જવા માટે ગણવું તે પરિવર્તના કહેવાય છે. સૂત્રની પેઠે અર્થનું પણ ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે તથા અભ્યાસ કરેલા સૂત્ર તથા અર્થનો બીજાને ઉપદેશ આપવો તે ધર્મકથા કહેવાય છે. “ઉપદેશકલ્પવલ્લીમાં પણ સ્વાધ્યાયના પ્રકાર નીચે પ્રમાણે સમજાવ્યા स्वाध्यायः पञ्चधा ज्ञेयो वाचना प्रच्छना तथा। परावृत्तिरनुप्रेक्षा, धर्मसम्बन्धिनी कथा। वाचना तु गुरुपान्तऽध्ययनं विनयेन यत्। . प्रच्छनाऽधीतशास्त्रान्तर्गतसंशयनिर्णयः।। परावृत्तिः पुराधीतागमाच्चारः पुनः पुनः । तद्विचारस्त्वनुप्रेक्षा, व्याख्या धर्मकथा भवेत् ।। વાચના, પ્રચ્છના (પૃચ્છના), પરાવૃત્તિ, અનુપ્રેક્ષા અને ધર્મ સંબંધી કથા એ પ્રમાણે પાંચ પ્રકારે સ્વાધ્યાય જાણવો. ગુરુમહારાજ પાસે વિનયપૂર્વક જે ભણવું તે વાચના કહેવાય અને ભણેલાં શાસ્ત્રોની અંદર રહી ગયેલા સંશયોને પૂછી તેનો નિર્ણય કરવો તે પૃચ્છના કહેવાય. અગાઉ ભણેલાં શાસ્ત્રોનો વારંવાર ઉચ્ચાર કરવો – આવૃત્તિ કરવી તે પરાવૃત્તિ કહેવાય, એ ભણેલાં શાસ્ત્રોની વિચારણા કરવી તે અનુપ્રેક્ષા કહેવાય અને તેનું વ્યાખ્યાન કરવું તે ધર્મકથા કહેવાય. વાચના વગેરે પ્રકારોના કેટલાક પેટા પ્રકારો પણ દર્શાવવામાં આવે છે, જેમ કે વાચનાના ચાર પ્રકાર છે : (૧) બંધ, (૨) ભદ્રા, (૩) જયા અને (૪) સૌમ્યા. ગુરુ શિષ્યોને અધ્યાપન કરાવતી વખતે અન્ય દર્શનોનો પૂર્વપક્ષ પહેલાં સમજાવી, પછી તેનું નિરાકરણ કરી, પોતાનો પક્ષ સમજાવે તેવી વાચનાને નંદા કહેવામાં આવે છે. પૂર્વાપર વિરોધનો પરિહાર કરીને સિદ્ધાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14