Book Title: Swadhyaya
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૨૩૦ જિનત सज्झायं कुव्वंतो पंचिंदियसुंवडो तिगुत्तो य। हवदि य एयग्गमणो विणएण समाहिदो मिक्खू ।। जह जह सुदमोग्गाहदि अदिसयरसपसरमसुदपुव्व तु। तह तह पल्हादिज्जदि नवनवसंवेगसड्ढाए।। आयापायविदण्हू दंसणणाणतवसंजम ढिच्चा। विहरदि विसुज्झमाणो जावज्जीवं दु णिवकंवो।। જે સાધુ સ્વાધ્યાય કરે છે તે પાંચ ઈન્દ્રિયોનો સંવર કરે છે, મન વગેરે ગુપ્તિઓને પણ પાળવાવાળો હોય છે અને એકાગ્રચિત્ત બનીને વિનયથી સંયુક્ત થાય છે. જેમાં અતિશય રસનો પ્રસાર છે અને જે અમૃતપૂર્વ છે એવા શ્રુતમાં તે જેમ જેમ અગવાહન કરે છે તેમ તેમ અતિશય નવીન ધર્મશ્રદ્ધાથી સંયુક્ત બનીને પરમ આનંદનો અનુભવ કરે છે. સ્વાધ્યાયથી પ્રાપ્ત આત્મા વિશુદ્ધિ દ્વારા નિષ્ફમ્પ તથા હેયોપાદેયમાં વિચક્ષણ બુદ્ધિથી માવજીવન રત્નત્રય માર્ગમાં પ્રવર્તે છે. “ભગવતીસૂત્રમાં સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : सज्जए पंचविहे पणत्ते, तं जहा - वायणा, पडिपुच्छणा, परियट्टणा, अणुप्पेहा धम्मकहा। સ્વાધ્યાયના પાંચ પ્રકાર કહ્યા છે – જેમ કે (૧) વાચના, (૨) પૃચ્છમાં, (૩) પરિવર્તન (અથવા પરાવર્તના), (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. આ પાંચ પ્રકારમાંથી વાચના, પૃચ્છના અને પરાવર્તન એ ત્રણ પ્રકારને દ્રવ્યગ્રુત કહેવામાં આવે છે અને અનુપ્રેક્ષાને ભાવકૃત કહેવામાં આવે છે. તત્ત્વનું રહસ્ય સમજાયા પછી શ્રુતજ્ઞાનનું બીજાઓને દાન દેવા રૂપી પાંચમો પ્રકાર “ધર્મકથા” ફક્ત ગીતાર્થ સાધુઓ માટે હોય છે. આ પાંચ પ્રકારનું ક્રમશ: અને વિધિપૂર્વક આસેવન કરવાથી સ્વાધ્યાય સારો થાય છે. માટે કહ્યું છે : यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमशस्तत्स्वाध्यायो विनिर्दिष्टः ।। એ સમજાવતાં જયશેખરસૂરિ “ઉપદેશચિંતામણિ'માં લખે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14