Book Title: Swadhyaya Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 8
________________ ૨૫૮ જિનતત્ત્વ પંચેન્દ્રિયોમાં સંયમવાળા, ત્રણ ગુતિને ધારણ કરવાવાળા તથા વિનયસમાધિયુક્ત મુનિ સ્વાધ્યાય કરતાં એકાગ્રચિત્તવાળા બની જાય છે. દિવસ દરમ્યાન બધો સમય સ્વાધ્યાય થઈ શકતો નથી. એટલે સ્વાધ્યાયની સાથે ધ્યાન અને જપને જોડવામાં આવ્યાં છે. એટલા માટે શ્રાદ્ધવિધિમાં કહ્યું છે : जपश्रान्तो विशेद ध्यानं, ध्यानश्रान्तो विशेज्जपम्। द्वाभ्यां श्रान्तः पठेत् स्तोत्रमित्येवं गुरुभिस्मृतम् ।। જપથી ગ્રાન્ત થનારે – થાકી જનારે ધ્યાન ધરવું જોઈએ. ધ્યાનનો થાક લાગતાં ફરી જપ કરવો જોઈએ. જપ અને ધ્યાન બંનેનો થાક લાગે ત્યારે સ્તોત્ર વાંચવું જોઈએ (અર્થાત્ સ્વાધ્યાય કરવો જોઈએ) એવું ગુરુ મહારાજે કહ્યું છે. એ જ પ્રમાણે “તત્ત્વાનુશાસન'માં લખ્યું છે : स्वाध्यायाद् ध्यानमध्यास्तां, ध्यानात स्वाध्यायमामनेत । ध्यान स्वाध्यायसंध्या, परमात्मा प्रकाशते ।। ८१ ।। यथाभ्यासेन शास्त्राणि, स्थिराणि सुमहान्त्यपि । तथाध्यानपिस्थैर्य, लभतेऽभ्यासवर्तिनाम् ।। ८२ ।। સ્વાધ્યાય દ્વારા ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. અને ધ્યાન દ્વારા સ્વાધ્યાયને ચરિતાર્થ કરવો જોઈએ. ધ્યાન અને સ્વાધ્યાય એ બંનેની સંપ્રાપ્તિથી, પોતાનામાં રહેલા પરમાત્મા પ્રકાશિત થાય છે, અર્થાત્ એથી ઉચ્ચ આત્માનુભૂતિ થાય છે. અભ્યાસથી જેમ શાસ્ત્રો પોતાનામાં સ્થિર થાય છે તેવી રીતે અભ્યાસ કરનારનું ધ્યાન સ્થિર થઈ જાય છે. સ્વાધ્યાય એ તપનો એક ઉત્તમ પ્રકાર છે. સ્વાધ્યાયમં તો નત્તિ એમ કહેવાય છે. કર્મની નિર્જરા કરવામાં તે બહુ ઉપયોગી છે. ચંદ્રપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે : बहुभवे संचियं खलु, सज्जाएण खणे खवेइ। અનેક ભવોનાં સંચિત કર્મોનો સ્વાધ્યાય દ્વારા ક્ષણભરમાં ક્ષય કરી શકાય છે. એમાં પણ વિશેષપણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14