Book Title: Swadhyaya Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ સ્વાધ્યાય ૨૫૭ મારે હવે શું કરવું જોઈએ ? વૈયાવચ્ચ કે સ્વાધ્યાય ? તે માટે આજ્ઞા આપશોજી.’ એવે વખતે ગુરુ જે પ્રમાણે આજ્ઞા આપે તે પ્રમાણે શિષ્ય હર્ષપૂર્વક કરે છે. સાધુઓએ દિવસનો પ્રથમ પ્રહર સ્વાધ્યાયમાં વિતાવવો જોઈએ. બીજો પ્રહર ધ્યાનમાં. ‘ઉત્તરાધ્યયન'માં કહ્યું છે : ‘વઢમં ોરિતિ સપ્નાયું, વીયજ્ઞાળ થયાયર્ ।' સાધુએ ત્રીજા પ્રહરે ભિક્ષા અને ચોથા પ્રહરે ફરી સ્વાધ્યાય કરવો જોઈએ. રાત્રે સાધુએ પ્રથમ પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે નિદ્રા અને ચોથા પ્રહરે સ્વાધ્યાય કરવો જોઈએ. આમ દિવસરાત મળીને સાધુઓએ રોજ ચાર વાર સ્વાધ્યાય કરવાનું વિધાન છે. ગુરુ ગૌતમસ્વામી એ પ્રમાણે ચાર વખત સ્વાધ્યાય કરવાના કાર્યમાં સદાય અપ્રમત્ત રહેતા, સાધુ સવાર અને સાંજ પ્રતિક્રમણ કરે છે ત્યારે દિવસ કે રાત્રિ દરમિયાન જો સ્વાધ્યાય ન કર્યો હોય તો તે માટે ક્ષમા માંગે છે, તેનું પ્રતિક્રમણ કરે છે : ‘આવશ્યક સૂત્ર’માં કહ્યું છે : पडिक्कमाणि चाउक्कालं सज्जाजस्य अकरणयाए । [ચારે કાળ મેં સ્વાધ્યાય નથી કર્યો તેના માટે હું પ્રતિક્રમણ કરું છું.] ‘દશવૈકાલિક સૂત્ર’માં કહ્યું છે : सज्जायसज्जाणरयस्स ताइणो, अपावभावस्स तवे रयस्स । विसुज्जइ जंसि मलं पूरे कडं, ‘મૂલાચાર’માં કહ્યું છે : જેવી રીતે અગ્નિમાં તપાવવાથી ચાંદી-સોનાનો મેલ નષ્ટ થઈ જાય છે તેવી રીતે સ્વાધ્યાય અને સધ્યાનમાં લીન તથા શુદ્ધ અંતઃકરણવાળા અને તપમાં અનુરક્ત એવા સાધુઓ, પૂર્વનાં કરેલાં કર્મોનો મેલ નષ્ટ થતાં વિશુદ્ધ થાય છે. Jain Education International समीरियं रुप्पमलं व जोइणो ।। सज्जायं कुव्वंतो, पंचेदियसंवुडो तिगुत्तो य । हवदि य एगग्गमणो, विणएण समाहिओ भिक्खू ।। For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14