Book Title: Swadhyaya Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 6
________________ ૨૫૬ જિનતત્ત્વ આડંબર કે દંભ હોતાં કે રહેતાં નથી. પોતે કરેલો સ્વાધ્યાય જીવનમાં પરિણમવાને કારણે સાચો સ્વાધ્યાય કરનારાઓનાં મુખમાંથી નીકળતાં વચનો પ્રભાવશાળી હોય છે. લોકો ઉપર એની તરત અસર થાય છે. એમની વાણીમાં અનુકંપા, માધુર્ય, ઋજુતા, નિર્મળતા, વાત્સલ્ય, સરળતા વગેરે ગુણો રહેલા હોય છે. જૈન ધર્મની દૃષ્ટિએ આવો સ્વાધ્યાય એ આત્યંતર તપનો એક પ્રકાર છે. જૈન ધર્મમાં છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં આત્યંતર તપ બતાવવામાં આવ્યાં છે. એમાં આવ્યંતર તપ આ પ્રમાણે છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) કાઉસગ્ગ. દિગંબરાચાર્ય અમિત ગતિએ કહ્યું છે : नियम्यते येन मनोऽतिचञ्चलं વિત્તીયને યેન પુરતું રજી विहीयते येन भवाश्रवोऽखिलः स्वधीयते तज्जिनवाक्यमर्चितं ।। જેના વડે અત્યંત ચંચળ એવું મન વશ થાય છે, જેના વડે પૂર્વે ઉપર્જિત કરેલાં કર્મોરૂપી રજ નાશ પામે છે, જેનાથી સંસાર વધારનાર બધાં જ કર્મનો આવ રોકાઈ જાય છે, તે જિનેન્દ્રદેવની વાણીના સ્વાધ્યાયને “સ્વાધ્યાય” નામનું તપ કહે છે. હિન્દુ ધર્મમાં પણ સ્વાધ્યાયને વાણીના તપ તરીકે ઓળખાવ્યું છે. ભગવદ્ગીતામાં કહ્યું છે : स्वाध्यायाभ्यासनं चैव वाङ्मय तप उच्यते। સ્વાધ્યાયથી માણસની વાણી યથાર્થ શબ્દને પકડે છે અને યથાર્થ અર્થને વ્યક્ત કરવાનું શીખે છે. સ્વાધ્યાયથી વાણી વધારે નિર્મળ થાય છે. સ્વાધ્યાય એટલા માટે મુખમંડન જેવો બની રહે છે. વારંવાર સ્વાધ્યાય કરવાના પરિણામે અને તે સ્વાધ્યાયનું રહસ્ય જીવનમાં ઊતરવાને પરિણામે સ્વાધ્યાય કરનાર વ્યક્તિનાં વચનો અમોધ બને છે. સાધુઓ માટે પ્રતિલેખન, પ્રતિક્રમણ, વૈયાવૃત્યાકરણ અને ધ્યાન એ જેમ રોજનાં નિયત કાર્ય છે તેમ સ્વાધ્યાય પણ સાધુઓ માટે રોજનું નિયત કાર્ય છે. સાધુ સવારના ઊઠી પડિલેહણ કરી ગુરુમહારાજને પૂછે છે, “ગુરુ ભગવંત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14