Book Title: Swadhyaya Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ સ્વાધ્યાય ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યા પ્રમાણે – ભગવાનને પૂછવામાં આવે છે : સન્નાનું મંતે નીવે નિ?િ (હે ભગવંત ! સ્વાધ્યાયથી જીવ શું મેળવે છે ?) ભગવાન કહે છે : સન્નાઈri નાવરી — વિવેકું ? (સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે.) સર્વ આચરણનું મૂળ સ્વાધ્યાયમાં રહેલું છે. જેમ જેમ સ્વાધ્યાય વધતો જાય અને શ્રદ્ધાપૂર્વક પરિણમતો જાય તેમ તેમ સ્વાધ્યાય કરનારનું આચરણ વિશેષ શુદ્ધ થતું જાય છે. એટલા માટે સ્વાધ્યાય-તપનો વિશિષ્ટ મહિમા દર્શાવતાં કહેવાયું છે કે તીર્થકરોએ કહેલા એવા છ અત્યંતર અને છ બાહ્ય એવા બાર પ્રકારના તપને વિષે સઝાય સમાન બીજું એક તપકર્મ હમણાં નથી, અને ભવિષ્યમાં નહિ થાય. बारसविहम्मि वि ता सभितरबाहिरे कुसलदिठे। न वि अत्थि न वि य होही सज्झायसमं तवोकम्मं ।। સ્વાધ્યાયનું ફળ દર્શાવતાં “(પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે ? સ્વાધ્યાયાદ્રિષ્ટદેવતા-સંપ્રયો: 1 (સ્વાધ્યાયથી ઇષ્ટદેવતાનો સાક્ષાત્કાર થાય છે.) વળી, સ્વાધ્યાયનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે : स्वाध्यायगुणने यत्नः, सदा कार्यो मनीषिभिः । कोटिदानादपि श्रेष्ठं, स्वाध्यायस्य फलं यतः।। બુિદ્ધિમાનોએ હમેશાં સ્વાધ્યાય ગણવામાં યત્ન કરવો જોઈએ, કારણ કે કરોડોનાં ઘન કરતાં પણ સ્વાધ્યાયનું ફળ શ્રેષ્ઠ છે.] “સર્વાર્થસિદ્ધિમાં સ્વાધ્યાય-તપનો મહિમા દર્શાવતાં કહ્યું છે : प्रजातिशयः प्रशस्ताध्यवसायः परमसंवेगस्तपोवृद्धिंतिचारविशुद्धिरित्येक्माद्यार्थः। પ્રજ્ઞામાં અતિશય લાવવા માટે, અધ્યવસાયને પ્રશસ્ત કરવાને માટે, પરમસંવેગને માટે, તપવૃદ્ધિ અને અતિચાર-શુદ્ધિને માટે સ્વાધ્યાય-તપ આવશ્યક છે. આરાધક મુમુક્ષુ આત્માઓ માટે સ્વાધ્યાયની આવશ્યકતા દર્શાવતાં ભગવતી આરાધનામાં કહેવાયું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14