Book Title: Swadhyaya
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 13
________________ સ્વાધ્યાય ૨૬૩ પૃચ્છના, પરાવર્તનાના પ્રકારનો સ્વાધ્યાય નથી થઈ શકતો, પણ અપવાદરૂપે અનુપ્રેક્ષાના પ્રકારનો સ્વાધ્યાય કેટલાક નિયમો સાથે થઈ શકે છે. સ્વાધ્યાય શબ્દ ઉપરથી પ્રાકૃતમાં “સઝાય’ શબ્દ આવેલો છે. સઝાય શબ્દ વિશિષ્ટ પ્રકારની જૈન સાહિત્યકૃતિઓ માટે પણ વપરાય છે. પ્રાકૃતમાં જેમ સ્તોત્ર, સ્તવન, સઝાય છે તેમ સ્તવન અને સન્ઝાય એ બે પ્રકારની લઘુકૃતિઓ ગુજરાતીમાં પણ વિશેષ પ્રચલિત બનેલી છે. સ્તવનમાં તીર્થંકર ભગાવનની સ્તુતિ હોય છે અને સઝાયમાં આત્મચિંતનના અવલંબન માટે કોઈ મહાપુરુષોનાં ચરિત્ર કે વિવિધ તત્ત્વવિચાર લેવાય છે. ભરતેશ્વર બાહુબલિની સક્ઝાયમાં પૂર્વે થઈ ગેલાં ભરતેશ્વર, બાહુબલિ, અભયકુમાર, ઢંઢણકુમાર, અર્ણિકાપુત્ર, અતિમુક્તક, મેતાર્યમુનિ, વગેરે સંત મહાત્માઓ તથા બ્રાહ્મી, સુંદરી, તુલસી, ચંદનબાળા, મનોરમા, દમયંતી, રાજિમતી, મૃગાવતી વગેરે મહાસતીઓનું સ્મરણ કરવામાં આવે છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયો કે તે સહિત અઢાર પાપસ્થાનકો અથવા સમકિતના સડસઠ બોલ વગેરેની સક્ઝાયોમાં તે તે વિષય ઉપર ચિંતન થયેલું હોય છે, જેનું ભાવન આત્મવિશુદ્ધિમાં અત્યંત ઉપયોગી છે. જૈન સક્ઝાય-સાહિત્ય પણ બહુ સમૃદ્ધ છે. આ સાહિત્યપ્રકાર જેનોએ વિશિષ્ટ રીતે વિકસાવ્યો છે. આમ, સ્વાધ્યાયનું મહત્ત્વ ઘણું છે. વારંવાર સ્વાધ્યાય કરવા છતાં એમાં પુનરુક્તિનો કે પુનરાવૃત્તિનો દોષ આવતો નથી, બલકે પુનરુક્તિ સ્વાધ્યાય માટે ઇષ્ટ મનાય છે. સ્વાધ્યાયનો મહિમા દર્શાવતાં કહેવાયું છે : उवसमइ किण्हसप्पो जह मंतेण विधिणा पउत्तेण । तह हिदयकिण्हसप्पो सुट्ठवजुत्तेण णाणेण ।। જેવી રીતે વિધિથી પ્રયુક્ત મંત્ર દ્વારા કૃષ્ણસર્પ શાંત થઈ જાય છે તેવી રીતે સપ્રયુત જ્ઞાનથી મનરૂપી કાળો સાપ શાંત થઈ જાય છે, વળી ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : जहा सुई ससुत्ता पडिया वि न विणस्सइ। तहा जीवे ससुत्ते संसारे न विणस्सइ ।। જેવી રીતે સૂત્ર (દોરાથી યુક્ત) સોઈ પડી જવાથી પણ વિનિષ્ટ (ગુમ) નથી થતી એવી રીતે સસૂત્ર (શ્રુતસંપન્ન) જીવ સંસારમાં ગુમ નથી થતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14