Book Title: Swadhyaya
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ સ્વાધ્યાય ૨૫૩ વર્તમાનમાં જ જીવવા ઇચ્છતા હોય છે અથવા ગમે તેમ કરીને પોતાનો નિવૃત્ત સમય ભરવા કે પસાર કરવા ઇચ્છતા હોય છે તેઓને છાપાં-ચોપાનિયાં વગર ન ચાલે તે દેખીતું છે, પરંતુ જેઓ આત્માર્થી છે તેઓને માટે છાપાંચોપાનિયાંનું કશું જ મૂલ્ય નથી. આટલા બધા સાહિત્યમાંથી માણસે શું વાંચવું અને શું ન વાંચવું ? કેટલુંક ઉત્તમ સાહિત્ય વાંચવા માટે પણ એક જિંદગી ઓછી પડે. માટે જ માણસે પોતપોતાની પસંદગી કરી લેવાની રહે છે. કહ્યું છે : अनन्तशास्त्रं बहुला च विद्या अल्पश्च कालो बहुविघ्नता च । यत्सारभूतं तदुपासनीयं हंसो यथा क्षीरमिवाम्बुमध्यात् ।। શાસ્ત્રો અનંત છે, વિદ્યાઓ ઘણીબધી છે, સમય થોડો છે અને વિઘ્નો ઘણાંબધાં છે. એટલે માણસે હંસની જેમ, પાણીમાંથી દૂધ પ્રાપ્ત કરવાની ક્ષીરનીર વિવેકબુદ્ધિ વાપરી શાસ્ત્રોમાં અને વિદ્યાઓમાં જે સારભૂત તત્ત્વ હોય તે ગ્રહણ કરીને તેની ઉપાસનામાં લાગી જવું જોઈએ. Jain Education International આમ, તત્ત્વની વિચારણા કરતું, આત્મોન્નતિના વિવિધ ઉપાયો સૂચવતું, અનેકવિધ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિઓ ઉપર પ્રકાશ પાડનારું, અતીન્દ્રિય શક્તિઓનો પરિચય કરાવનારું – એવું એવું સાહિત્ય સુપાત્ર અધિકારી વ્યક્તિને હાથે જો લખાયું હોય અને તેમાં તેમની ઉચ્ચ, પવિત્ર, પ્રભાવક પ્રતિભાનું દર્શન થતું હોય તો તેવું સાહિત્ય માનવજાત દીર્ઘકાળ સુધી સાચવી રાખે છે. સાહિત્યના આમ મુખ્ય બે પ્રકા૨ ૫ડે છે : એક મિથ્યાશ્રુત અને બીજું સભ્યશ્રુત. જે સાહિત્ય જીવને ભૌતિક મોહદશામાં રાચતો કરી દે, જે એના મિથ્યાત્વને પોષીને એના ભવભ્રમણને વધારી દે તે સાહિત્ય એ મિથ્યાશ્રુત. જે સાહિત્ય જીવને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનો માર્ગ દર્શાવે, જીવને એ માર્ગ ઉપર આરૂઢ થવા પ્રેરે અને મુક્તિ તરફ લઈ જાય તે સમ્યકૂશ્રુત. એકંદરે મિથ્યાશ્રુત કરતાં સમ્યશ્રુતની રુચિ ઓછા જીવોને થાય, કારણ કે તેમ થવા માટે પાત્રતાની આવશ્યકતા રહે અને તેવી પાત્રતા દુર્લભ હોય છે. કોઈ પણ પ્રકારના લખાણનું ચીવટપૂર્વક વાંચન કરવું અને તે વાંચન મનનપૂર્વક વારંવાર કરવું તે અધ્યયન છે. આવું અધ્યયન સમ્યક્શ્રુતનું તેમ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14