________________
સામાન્ય અવબોધન
માણસ પિતાના ઊંડા અન્તઃકરણમાં સમજે છે તે બરાબર, પણ એના ઉપર પડદે નાંખી અથવા તેને અવગણી પેટા વિચારને સ્વીકારે છે, અને એમ કરી ? અવળે બની) અવળું કામ કરવા લાગે છે. પોતાની અન્તઃસ્કુરિત સમજ ઉપર ધ્યાન આપે અને એને ઉપયોગ કરે તે ન કેવળ પિતાને જ સુખી બનાવી શકે, પિતાની આસપાસનાને પણ ઉપકારક થઈ પડે. સુખી થવામાં જ જીવનની સફલતા નથી, પણ જીવનને ઉન્નતા બનાવવામાં જ સાચી સફલતા છે. જીવનની ઉન્નત અવસ્થામાં સુખીપણું આપોઆપ આવી જાય છે. સુખસાધનની સગવડ કમ હોય તે ચે માનસિક વિકાસની ઉન્નત અવસ્થા મનને સ્વસ્થ રાખવામાં સમર્થ હોય છે. ઉન્નત–મના મહાશયને પોતાની વિકાસ–સાધનામાં સુખ કે દુઃખ બાધક થતાં નથી. દુઃખ આધક ન થાય એ સ્થિતિ ઊંચી છે, પણ એના કરતાંય, સુખ (ભૌતિક સગવડ) બાધક ન થાય એ સ્થિતિ વધારે ઊંચી છે. જેની દષ્ટિ ખુલી ગઈ છે તે જેમ દુઃખની કરાલ આંધીમાંથી, તેમ સુખની લપસણી જગ્યામાંથી અબાધિત પણે પસાર થાય છે. પિતાની વિકાસક્રિયામાં તેને કઈ કઈ કે પ્રલે ભને અડચણરૂપ થવા પામતાં નથી.
સદ્ગુણેના પારણમાં સરવાળે સુખ અને શાન્તિ સમયેaો છે એ માણસ ઘણુંખરું સમજતા હોય છે, છતાં એ તરફ ઝુકો નથી અને બુરી ટેવ તેમ જ ખરાબ વલણમાં રપ રહે છે. આ હાલતમાં જીવન કચડાતું જાય એ દેખીતું છે. દુઃખ અને દુર્દશાની હાલતમાં પણ માણસને સન્માર્ગ સૂઝતો નથી ! સૂઝતે તે હશે, પણ તેને અમલ કરવાનું સૂઝતું નથી, અમલ કરવા તૈયાર થવા જેટલું બળ એ ફરતે નથી, જૂના ખરાબ ચીલાથી ખસી સારા રસ્તા ઉપર આવવા કટીબદ્ધ થતા નથી, જ્યાં પડ્યો છે તે કચરામાં જ પડી રહેવાનું એને ગમે છે. આ હાલત દુનિયાના બહુ મોટા જનસમૂહની છે, જે મેહ અને માનસિક નબળાઈનું દુઃખદ પરિણામ છે.
Ahol Shrugyanam