Book Title: Stutikar Matruchet ane Temnu Adhyarddha Shataka
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક [ ૬૩ સમ્રાટ કનિષ્ક, જેના દરબારમાં કવિ અશ્વઘોષ હોવાનું મનાય છે, તેણે માતૃચેટને પણ પિતાની રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ માટે વૃદ્ધત્વને કારણે આવી ન શકવા બદલ ક્ષમા માગવાપૂર્વક એક પત્ર જવાબમાં કનિષ્કને લખ્યો હતે. એ પત્ર ટિબેટન ભાષામાં અનુવાદિત થયેલ મળે છે અને તે “મહારાજ કણિકાલેખ” નામે સુપ્રસિદ્ધ છે. આ પત્રનું અંગ્રેજી ભાષાન્તર એફ. ડબલ્યુ. થેમસ મહાશયે “ઇડિયન એન્ટિકેરી” ( ૩૨, ૧૯૦૩ પૃ. ૩૪૫)માં પ્રસિદ્ધ કર્યું છે. આ પત્ર ૮૫ પોનું એક લઘુકાવ્ય છે. એ પઘોમાં બુદ્ધના આદેશ પ્રમાણે નૈતિક જીવન ગાળવાને ઉપદેશ મુખ્યપણે પ્રતિ છે. કચ્છથી ઉભરાતાં એ પોમાં કવિ માતૃચેટ છેવટે સમ્રાટને બહુ જ ઉત્સુક તાથી નમ્ર વિનંતીપૂર્વક કહે છે કે તારે વન્ય પશુઓને અભયદાન આપવું અને શિકાર છેડી દે. સાતમા સૈકામાં જ્યારે ચીની યાત્રી ઇ-સિંગ ભારતમાં પ્રવાસ કરતા હતા, ત્યારે માતૃચેટની પ્રસિદ્ધ કવિ તરીકેની ખ્યાતિ હતી અને તેણે કરેલ બુદ્ધ-સ્તો જ્યાંત્યાં સર્વત્ર ગવાતાં. તે વખતે ઈ-સિંગે જે એક લેકવાર્તા સાંભળેલી ત મચેટની ખ્યાતિ પુરવાર કરી આપે છે. એકદા બુદ્ધ ભગવાન જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક બુલબુલે મધુર સ્વરમાં ગાવું શરૂ કર્યું; જાણે કે બુદ્ધની જ સ્તુતિ કરતી હોય છે તે ઉપરથી બુદ્ધ શિષ્યોને ભવિષ્યવાણી કરી કહ્યું કે આ બુલબુલ અન્યદા માતૃચેટરૂપે અવતરશે. માતૃચેટની સૌથી વધારે પ્રસિદ્ધ સ્તુતિઓ બે છે: એક ચતુદશતક, જેમાં ચારસો પડ્યો છે અને બીજી સાર્ધશતક, જેમાં દોઢસે પડ્યો છે. આ બન્ને સ્તુતિઓના ખંડિત અવશેષો મધ્ય એશિયામાંથી મળેલ લિખિત ગ્રન્થમાંથી મળી આવ્યા છે. આ સ્તુતિઓ સાદી તેમ જ અનલંકૃત કિન્તુ સુન્દર ભાષામાં રયેલ કબદ્ધ કૃતિઓ છે અને તે સ્તુતિઓની, બાહ્ય આકારથી અસર થાય તે કરતાં તેમાં પ્રથિત પવિત્ર ભાવની ધાર્મિકે ઉપર વધારે અસર થતી. આ વિશે ઈ-સિંગ કહે છે કે ભિક્ષુઓની પરિષદમાં માતૃચેટની બન્ને સ્તુતિઓ ગવાતી સાંભળવી એ એક સુખદ પ્રસંગ છે. વધારામાં તે કહે છે કે આ સ્તુતિઓની હૃદયહારિતા સ્વગય પુષ્પ સમાન છે, અને તે સ્તુતિઓમાં પ્રતિપાદન કરેલ ઉચ્ચ સિદ્ધા ગૌરવમાં પર્વતના ઉન્નત શિખરની સ્પર્ધા કરનારા છે. ભારતમાં જેઓ સ્તુતિઓ રચે છે તે બધા ભાતૃચેટને સાહિત્યને પિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20